Swiggy IPO Review: સ્વીગી આઈપીઓ ખુલ્યા બાદ GMP ઘટ્યું, સબ્સક્રાઇબ કરવો કે નહીં? બ્રોકરેજ હાઉસના રિવ્યૂ વાંચો પછી નક્કી કરો

Swiggy IPO Review: સ્વીગી આઈપીઓ 8 નવેમ્બર સુધી સબ્સક્રાઈબ કરી શકાશે. સ્વીગી પાસે અનુભવી પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ છે. જો કે, યુઝર બેઝ રિસ્ક, ડિલિવરી પાર્ટનર રિટેન્શન રિસ્ક, ટેક્નોલોજી રિસ્ક પણ તેની સાથે સંકળાયેલા છે.

Swiggy IPO Review: સ્વીગી આઈપીઓ 8 નવેમ્બર સુધી સબ્સક્રાઈબ કરી શકાશે. સ્વીગી પાસે અનુભવી પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ છે. જો કે, યુઝર બેઝ રિસ્ક, ડિલિવરી પાર્ટનર રિટેન્શન રિસ્ક, ટેક્નોલોજી રિસ્ક પણ તેની સાથે સંકળાયેલા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO: નવા સપ્તાહે સ્વીગી સહિત 4 કંપનીના શેર લિસ્ટિંગ થશે, 3 આઈપીઓ ખુલશે

Swiggy IPO News: સ્વીગી આઈપીઓ શેર લિસ્ટિંગ 13 નવેમ્બર થશ. (Photo: Freepik/Swiggy)

Swiggy IPO Open For Subscription: સ્વિગી આઈપીઓ હવે ઓપનઃ સ્વીગી નો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના આઈપીઓમાં તમે 6 નવેમ્બર થી 8 નવેમ્બર સુધી રોકાણ કરી શકાશે. આઈપીઓનું કદ 11327 કરોડ રૂપિયા છે, જે તે ભારતના સૌથી મોટા આઈપીઓમાં સામેલ થયો છે. જો કે આઈપીઓ ખુલ્યા બાદ ગ્રે માર્કેટમાં કંપનીના અનલિસ્ટેડ શેરમાં સુસ્તી જોવા મળી છે. 13 નવેમ્બરના રોજ શેર લિસ્ટિંગ થશે. આવી સ્થિતિમાં રોકાણકારો અવઢવ અનુભવી રહ્યા છે, સ્વીગી આઈપીઓ સબ્સક્રાઇબ કરવો કે નહીં? જાણો

Advertisment

Swiggy IPO Issue Price : સ્વીગી આઈપીઓ ઇસ્યુ પ્રાઈસ

સ્વીગી આઈપીઓ આજે ખુલ્યો છે અને 8 નવેમ્બર 2024 સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 371 થી 390 પ્રતિ શેર છે. આઈપીઓ સાઈઝ 11327 કરોડ રૂપિયા છે. ટોચના બ્રોકરેજ હાઉસ આઈપીઓ અંગે પોઝિટિવ આઉટલૂક ધરાવે છે અને તેમાંથી મોટાભાગના એ આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે. જો કે હાલ સ્વીગી IPO માટે ગ્રે માર્કેટમાં સુસ્ત માહોલ છે. શેર એલોટમેન્ટ 11 નવેમ્બર અને શેર લિસ્ટિંગ 13 નવેમ્બરે થશે.

Swiggy IPO News | Swiggy IPO GMP | Swiggy IPO Share Listing Date | Swiggy IPO Issue Price | IPO News
Swiggy IPO News: સ્વીગી આઈપીઓ 6 નવેમ્બર ખુલવાનો છે. (Photo: Freepik/Swiggy)

Swiggy IPO Review : સ્વીગી આઈપીઓ માટે બ્રોકરેજ હાઉસ રિવ્યૂ

  • એસબીઆઈ સિક્યોરિટીઝ: લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરો
  • કેઆર ચોકસી: સબ્સ્ક્રાઇબ કરો
  • બજાજ બ્રોકિંગ: લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરો
  • અરિહંત કેપિટલ: ફક્ત આક્રમક રોકાણકારો સબ્સ્ક્રાઇબ કરો
  • આદિત્ય બિરલા કેપિટલ: ટાળો
  • દેવેન ચોકસી : સબ્સ્ક્રાઇબ કરો
Advertisment

બ્રોકરેજ હાઉસનું શું કહેવું છે?

બ્રોકરેજ હાઉસ એસબીઆઈ સિક્યોરિટીઝે સ્વીગી આઈપીઓ વિશે સકારાત્મક પરિબળો આપ્યા છે. જેમ કે કંપની હાઈ ફિક્વન્સી હાઇપરલોકલ કોમર્સ સેગમેન્ટમાં અગ્રણીઓમાંની એક છે. વપરાશકર્તાઓનું નેટવર્ક સતત વધી રહ્યું છે. મજબૂત બ્રાન્ડ રિકોલ પણ હકારાત્મક પરિબળ છે. કન્ઝ્યુમર ટેક્નોલોજી અને સર્વિસીસ પ્લેટફોર્મ કેટેગરીમાં કંપની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. કંપની પાસે અનુભવી પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ છે. જો કે, યુઝર બેઝ રિસ્ક, ડિલિવરી પાર્ટનર રિટેન્શન રિસ્ક, ટેક્નોલોજી રિસ્ક પણ તેની સાથે સંકળાયેલા છે.

જો કે બીજી બાજુ બ્રોકરેજ ફર્મ આદિત્ય બિરલા કેપિટલે સ્વીગી આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનું ટાળવા પાછળ કેટલાક જોખમી પરિબળો વિશે જણાવ્યું છે. સ્વીગી ની માર્કેટમાં અમુક ખેલાડીઓ સાથે કટ્ટર સ્પર્ધા છે. જ્યારે ક્યુકોમ (ઇન્સ્ટામાર્ટ) બિઝનેસ નકારાત્મક સીએફઓ સાથે કેશ બર્નિંગ બિઝનેસ છે. કંપનીએ IPO પહેલા તેની વેલ્યૂએશન 15 અબજ ડોલરથી ઘટાડી 11.3 અબજ ડોલર કરી છે. એફએમસીજી ડિસ્ટ્રીબ્યૂટે ક્યુકોમની ટકાઉપણું અને અન્યાયી પ્રથાઓ અંગે CCI સાથે ચિંતા વ્યક્ત કરી છે, જેના પર જો પગલાં લેવામાં આવે તો વૃદ્ધિ અટકી શકે છે.

Swiggy IPO GMP : સ્વીગી આઈપીઓ જીએમપી

સ્વીગી આઈપીઓ વિશે ગ્રે માર્કેટમાં બહુ હલચલ નથી. કંપનીનો અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 20 રૂપિયાના પ્રીમિયમ પર છે. અપર પ્રાઇસ બેન્ડ 390 રૂપિયાના સંદર્ભમાં આ 5 ટકા પ્રીમિયમ દર્શાવે છે. જે શેરના સુસ્ત લિસ્ટિંગના સંકેત આપે છે.

ipo | initial public offering | ipo investment | share market news | ipo date | ipo share listing | stock market news
IPO: આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કંપનીઓ મૂડીબજારમાંથી ભંડોળ એક્ત્ર કરે છે. (Photo: Freepik)

Swiggy IPO Size : સ્વીગી આઈપીઓ કદ

સ્વીગી આઈપીઓનું કદ 11327 કરોડ રૂપિયા છે. તેમાં ફ્રેસ શેરનો 4499 કરોડ રૂપિયાની આસપાસ હશે, એટલે કે તેમાં 11,53,58,974 ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. જ્યારે OFS એટલે કે ઓફર ફોર સેલનું મૂલ્ય આશરે રૂ. 6828 કરોડ છે, એટલે કે પ્રમોટર્સ અથવા રોકાણકારો તેમાં 17,50,87,863 ઇક્વિટી શેર વેચશે. તમને જણાવી દઈએ કે Prosus અને Softbank જેવી દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓએ Swiggy માં રોકાણ કર્યું છે, જે આ IPOમાં તેમનો હિસ્સો વેચી શકે છે.

Swiggy vs Zomato : સ્વીગીની ઝોમેટો સાથે ટક્કર

સ્વીગીનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે અને તે 580 થી વધુ શહેરોમાં કાર્યરત છે. સમગ્ર ભારતમાં તેના 200,000 રેસ્ટોરન્ટ પાર્ટનર છે. સ્વીગીની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. કંપનીના પ્લેટફોર્મ પર દેશભરમાં 1,50,000 થી વધુ રેસ્ટોરન્ટ્સ છે. ફૂડ ડિલિવરી ઉપરાંત, કંપની ક્વિક કોમસ બિઝનેસમાં પણ છે. તે ઈન્સ્ટામાર્ટના નામથી ક્વિક કોમર્સનો બિઝનેસ ચલાવે છે. તેની સીધી સ્પર્ધા Zomato સાથે છે. ઇન્સ્ટામાર્ટના વ્યવસાયમાં, તે ઝોમેટોની પેટાકંપનીઓ બ્લિંકિટ અને ઝેપ્ટો સાથે સ્પર્ધા કરે છે.

(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અંગત મંતવ્યો નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર