Swiggy IPO Next Week: સ્વીગી સહિત 5 આઈપીઓ ખુલશે, નવા સપ્તાહે માત્ર 1 શેર લિસ્ટિંગ થશે

Upcoming IPO Share Listing Next Week: નવા સપ્તાહે સ્વીગી સહિત 5 આઈપીઓ ખુલી રહ્યા છે. ઉપરાંત શેરબજારમાં માત્ર 1 કંપનીનું શેર લિસ્ટિંગ થઇ રહ્યું છે. જાણો નવા આઈપીઓ ખુલવાની તારીખ, ઈસ્યુ પ્રાઈસ થી લઇ શેર લિસ્ટિંગ સુધી દરેક વિગત.

Upcoming IPO Share Listing Next Week: નવા સપ્તાહે સ્વીગી સહિત 5 આઈપીઓ ખુલી રહ્યા છે. ઉપરાંત શેરબજારમાં માત્ર 1 કંપનીનું શેર લિસ્ટિંગ થઇ રહ્યું છે. જાણો નવા આઈપીઓ ખુલવાની તારીખ, ઈસ્યુ પ્રાઈસ થી લઇ શેર લિસ્ટિંગ સુધી દરેક વિગત.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Swiggy IPO News | Swiggy IPO GMP | Swiggy IPO Share Listing Date | Swiggy IPO Issue Price | IPO News

Swiggy IPO Open Next Week: નવા સપ્તાહે સ્વીગી સહિત 5 આઈપીઓ ખુલી રહ્યા છે. (Photo: Freepik)

Swiggy IPO Open Next Week: આઈપીઓ ને લઇ નવા સપ્તાહે શેરબજારમાં ભારે હલચલ દેખાઇ રહી છે. નવા સપ્તાહે સ્વીગી સહિત નવા 5 આઈપીઓ ખુલી રહ્યા છે. તો શેરબજારમાં 1 કંપનીના શેર લિસ્ટિંગ થશે. જે 4 મેઈનબોર્ડ અને 1 એસએમઇ આઈપીઓ છે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં સૌથી વધુ રાહ જોવાતો સ્વીગીનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. સ્વિગી ઉપરાંત, ACME સોલર હોલ્ડિંગ્સ, સેજિલિટી ઇન્ડિયા અને નિવા બુપા હેલ્થકેરના IPO પણ આ જ સેગમેન્ટમાં આવશે. તો SME સેગમેન્ટમાં નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સનો IPO ખુલી રહ્યો છે, જે 13 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. 4 નવેમ્બર સોમવારથી શરૂ થતું સપ્તાહ રોકાણકારો માટે કમાણીની સારી તકો લઈને આવી રહ્યું છે. અહીં નવા સપ્તાહે ખુલી રહેલા આઈપીઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

Advertisment

Sagility India Limited IPO : સેગિલિટી ઈન્ડિયા આઈપીઓ

સેગિલિટી ઇન્ડિયાનો IPO 5 નવેમ્બર ખુલી રહ્યો છે. IPOનું કદ 2107 કરોડ રૂપિયા છે. હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર કંપનીએ આઈપીઓ માટે શેર દીઠ 28 થી 30 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓ બીડ સાઈઝ 500 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 15000 રૂપિયા છે. આ IPO 5 નવેમ્બર થી 7 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.

શેર એલોટમેન્ટ 8 નવેમ્બરે થશે અને આ શેરનું લિસ્ટિંગ NSE અને BSE પર 12 નવેમ્બરે થશે. આ પબ્લિક ઇસ્યૂમાં 2106 કરોડ રૂપિયાના શેરનું વેચાણ ફક્ત OFS એટલે કે ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. આમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે સજિલિટી કંપની BV, જે EQT પ્રાઈવેટ કેપિટલ એશિયાની પેટાકંપની છે, તે બેંગલુરુ સ્થિત આ કંપનીની એકમાત્ર પ્રમોટર છે અને IPO પછી તેનો હિસ્સો 15% થી ઘટાડીને 85% કરશે.

Swiggy IPO : સ્વીગી આઈપીઓ

ઓનલાઈન ફૂડ ડિલિવર કંપની સ્વીગી આઈપીઓ 6 નવેમ્બરથી ખુલી રહ્યો છે. કંપનીએ આ માટે 371 રૂપિયાથી 390 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOનું કદ 11327 કરોડ રૂપિયા છે. આ સંદર્ભમાં, તે સૌથી મોટા IPOની યાદીમાં પણ સામેલ થાય છે. આ IPO 6 નવેમ્બર થી 8 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. શેર એલોટમેન્ટ 11 નવેમ્બરે થશે અને શેર લિસ્ટિંગ 13 નવેમ્બરે થશે.

Advertisment
Swiggy IPO News | Swiggy IPO GMP | Swiggy IPO Share Listing Date | Swiggy IPO Issue Price | IPO News
Swiggy IPO News: સ્વીગી આઈપીઓ 6 નવેમ્બર ખુલવાનો છે. (Photo: Freepik/Swiggy)

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વીગી તેની પેટાકંપની સ્કૂટીમાં રોકાણ કરવા, ટેક્નોલોજી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને બ્રાન્ડ માર્કેટિંગ અને બિઝનેસના વિસ્તરણ માટે આઈપીઓમાંથી એકત્ર થયેલા ફંડનો ઉપયોગ કરશે. આ બધું ચારથી પાંચ વર્ષના સમયગાળામાં કરવામાં આવશે. બ્લેકરોક અને કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIB) જેવા મોટા ફંડ આ IPOમાં રોકાણ કરે તેવી શક્યતા છે. આ વર્ષની બીજી સૌથી મોટી સ્ટોક ઓફર હશે. આ IPO દ્વારા સ્વિગી તેના બિઝનેસને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે અને રોકાણકારો માટે સારી તક રજૂ કરી રહી છે.

Acme Solar Holdings IPO : એસીએમઈ સોલાર હોલ્ડિંગ્સ આઈપીઓ

Acme સોલર હોલ્ડિંગ્સનો IPO 6 નવેમ્બર ખુલી રહ્યો છે. IPOનું કદ 2900 કરોડ રૂપિયા છે. કંપનીએ તેના IPO માટે શેર દીઠ રૂ. 275 થી રૂ. 389 પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓ લોટ સાઈઝ 51 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 19839 છે. આ IPO 6 નવેમ્બર 8 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.

આઈપીઓ શેરની ફાળવણી 11 નવેમ્બરે થશે અને આ શેર લિસ્ટિંગ NSE અને BSE પર 13 નવેમ્બરે થશે. આ પબ્લિક ઓફરમાં 2395 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. જ્યારે 505 કરોડ રૂપિયાના શેરનું વેચાણ OFS એટલે કે ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. કંપની આ IPO માંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કેટલીક બાકી લોનની ચૂકવણી અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. OFS તરફથી મળેલા નાણાં પ્રમોટર શેરધારકને પ્રાપ્ત થશે.

Acme Solar Holdings એ ભારતીય પાવર જનરેશન કંપની છે, જેની સ્થાપના જૂન 2015 માં કરવામાં આવી હતી. કંપની પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનો હેતુ ભારતમાં સ્વચ્છ ઉર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત થાય છે. કંપની ગ્રીન એમોનિયાના ઉત્પાદન સહિત નવીન ગ્રીન ટેકનોલોજીમાં નિષ્ણાત છે.

Niva Bupa Healthcare IPO : નિવા બુપા હેલ્થકેર આઈપીઓ

નિવા બુપા હેલ્થકેર આઈપીઓ 7 નવેમ્બરથી ખુલી રહ્યો છે. વીમા કંપની આગામી ઈસ્યુ દ્વારા અંદાજે 3000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે, એટલે કે નિવા બુપા હેલ્થકેરના IPOનું કદ રૂ. 3000 કરોડ છે. જેમાં રૂ. 800 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને રૂ. 2200 કરોડના મૂલ્યની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ કરવામાં આવશે.

આ આઈપીઓ 7 નવેમ્બર થી 11 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. IPOની પ્રાઇસ બેન્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ IPOમાં OFS હેઠળ બૂપા સિંગાપોર હોલ્ડિંગ્સ અને ફેટલ ટોન તેમનો હિસ્સો વેચશે. વીમા કંપની તેના મૂડી આધારને મજબૂત કરવા અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે નવા ઈશ્યુમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કરશે. સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની પછી આઈપીઓ દ્વારા ભારતીય શેરબજારમાં પ્રવેશ કરનારી નિવા બુપા બીજી સ્વતંત્ર આરોગ્ય વીમા કંપની છે.

ipo | initial public offering | ipo investment | share market news | ipo date | ipo share listing | stock market news
IPO Investment: આઈપીઓ (Photo: Freepik)

Neelam Linens and Garments IPO : નિલમ લિલન્સ અને ગાર્મેન્ટ્સ આઈપીઓ

નિલમ લિલન્સ અને ગાર્મેન્ટ્સ આઈપીઓ 8 નવેમ્બર ખુલી 12 નવેમ્બર બંધ થવાનો છે. 13 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઈસ 20 - 24 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓ લોટ સાઈઝ 6000 શેર છે. આ એસએમઈ આઈપીઓ 18 નવેમ્બરના રરોજ એનએસઇ એસએમઈ પર શેર લિસ્ટિંગ થશે.

Afcons Infrastructure IPO : Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ

Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચર નવા સપ્તાહે શેરબજારમાં લિસ્ટિંગ થનાર એક માત્ર કંપની છે. Afcons ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું શેર લિસ્ટિંગ 4 નવેમ્બરના રોજ બીએસઇ અને એનએસઇ પર થવાનો છે. આ આઈપીઓ 25 ઓક્ટોબર ખુલ્યો હતો અને 29 ઓક્ટોબર બંધ થયો હતો. આઈપીઓ 3 ગણો ભરાયો હતો.

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર