/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Swiggy-IPO-News.jpg)
Swiggy IPO News: સ્વીગી આઈપીઓ 6 નવેમ્બર ખુલવાનો છે. (Photo: Freepik/Swiggy)
Swiggy IPO Latest News : ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વીગી નો આઈપીઓ 6 નવેમ્બર ખુલશે અને 8 નવેમ્બર 2024 બંધ થવાનો છે. કંપનીએ આઈપીઓ પ્રાઈસ બેન્ડ 371 રૂપિયાથી 390 રૂપિયા શેર દીઠ નક્કી કરી છે. IPOનું કદ 11327 કરોડ રૂપિયા છે. આ સંદર્ભમાં, તે સૌથી મોટા IPOની યાદીમાં પણ સામેલ છે. Paytm, LIC, Hyundai જેવા સૌથી મોટા IPOના ટ્રેન્ડની જેમ, આ સ્વીગી IPOના લઈને ગ્રે માર્કેટમાં બહુ હલચલ નથી. સ્વીગીનું શેર લિસ્ટિંગ 13 નવેમ્બર થશે.
Swiggy IPO GMP : સ્વીગી આઈપીઓ જીએમપી
સ્વીગીના આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં બહુ હલચલ નથી. કંપનીનો અનલિસ્ટેડ સ્ટોકમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ 25 રૂપિયા આસપાસ બોલાઇ રહ્યું છે. અપર પ્રાઇસ બેન્ડ 390ના સંદર્ભમાં, આ પ્રીમિયમ 6 ટકા છે. જે સ્વીગીનું શેર લિસ્ટિંગ સુસ્ત રહેવાના સંકેત આપે છે.
Swiggy IPO Size : સ્વીગી આઈપીઓ સાઈઝ 11327 કરોડ રૂપિયા
સ્વીગી આઈપીઓનું કદ 11327 કરોડ રૂપિયા છે. તેમાં ફ્રેસ શેરનો 4499 કરોડ રૂપિયાની આસપાસ હશે, એટલે કે તેમાં 11,53,58,974 ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. જ્યારે OFS એટલે કે ઓફર ફોર સેલનું મૂલ્ય આશરે રૂ. 6828 કરોડ છે, એટલે કે પ્રમોટર્સ અથવા રોકાણકારો તેમાં 17,50,87,863 ઇક્વિટી શેર વેચશે. તમને જણાવી દઈએ કે Prosus અને Softbank જેવી દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓએ Swiggy માં રોકાણ કર્યું છે, જે આ IPOમાં તેમનો હિસ્સો વેચી શકે છે.
તમને જણાવી દઇયે કે, સ્વીગી કંપનીને સપ્ટેમ્બરમાં IPO માટે સેબી પાસેથી મંજૂરી મળી હતી. સ્વિગી, પ્રોસસ, સોફ્ટબેંક અને એક્સેલ જેવા રોકાણકારો દ્વારા સમર્થિત છે અને ઓગસ્ટ 2023 સુધીમાં 9.3 અબજ ડોલરનું વેલ્યૂએશન ધરાવતી કંપની સ્વીગી એ કોન્ફિડેન્શિયલ પ્રી ફાઈલિંગ રૂટનો ઉપયોગ કરી ચાલુ વર્ષે 30 એપ્રિલે તેના ઓફર ડોક્યુમેન્ટ સબમિટ કર્યો હતો. આનો અર્થ એ થયો કે IPO વિગતો, બિઝનેસ મોડલ અને નાણાકીય બાબતો સેબીની મંજૂરી પહેલાં ખાનગી રાખવામાં આવી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-4.jpg)
Swiggy IPO : કોના માટે કેટલા શેર રિઝર્વ
સ્વીગીના IPOમાં રિટેલ રોકાણકારો માટે 35% શેર અનામત રાખવામાં આવ્યા છે. આમાંથી 50% શેર QIB માટે અને 15% હિસ્સો NII માટે અનામત રાખવામાં આવ્યો છે.
Swiggy IPO ના પૈસા ક્યાં વપારશે?
IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી સ્વીગી તેની પેટાકંપની Scootsy માં આશરે 982 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને તેની ક્વિક કોમર્સ પેટાકંપની Instamart માટે ડાર્ક સ્ટોર નેટવર્કનું વિસ્તરણ કરશે. કંપની ટેક્નોલોજી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 586 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત કંપની બ્રાન્ડ માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશનમાં રૂ. 929 કરોડનું રોકાણ કરશે. કંપની દેવું ઘટાડવા માટે લગભગ 137 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
Zomato સાથે સ્વીગીની સીધી સ્પર્ધા
સ્વીગીનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે અને તે 580 થી વધુ શહેરોમાં કાર્યરત છે. સમગ્ર ભારતમાં તેના 200,000 રેસ્ટોરન્ટ ભાગીદારો છે; સ્વિગીની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. કંપનીના પ્લેટફોર્મ પર દેશભરમાં 1,50,000 થી વધુ રેસ્ટોરન્ટ્સ છે. ફૂડ ડિલિવરી ઉપરાંત, કંપની ઝડપી કોમર્શિયલ બિઝનેસમાં પણ છે. તે ઈન્સ્ટામાર્ટના નામથી ક્વિક કોમર્સનો બિઝનેસ કરે છે.
આ પણ વાંચો | આવા IPO માં રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો, સેબી એ રોકાણકારોને ચેતવ્યા
સ્વીગી કંપનીની સીધી સ્પર્ધા Zomato સાથે છે. ઇન્સ્ટામાર્ટના બિઝનેસમાં, તે ઝોમેટોની પેટાકંપનીઓ બ્લિંકિટ અને ઝેપ્ટો સાથે સ્પર્ધા કરે છે. આ ઉપરાંત કંપનીને એમેઝોન, ટાટા ગ્રુપની બિગબાસ્કેટ અને ફ્લિપકાર્ટથી પણ સ્પર્ધા છે. Zomato એ તેનો IPO જુલાઈ 2021 માં રૂ. 9375 કરોડના ઇશ્યૂ કદ સાથે લોન્ચ કર્યો હતો અને તે 35 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us