/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/ipo-6.jpg)
IPO Open This Week : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં નવા સપ્તાહે ઘણી હલચલ જોવા મળશે. 11 નવેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહ દરમિયાન નવા 3 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે. ઉપરાંત સ્વીગી સહિત નવી 4 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. આ સપ્તાહે પબ્લિક ઇસ્યૂ લાવનાર કંપનીઓ આઈપીઓ મારફઉતે 1173 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે, જ્યારે પાછલા સપ્તાહ 18500 કરોડ રૂપિયાના આઈપીઓ આવ્યા હતા, જેમાં 11327 કરોડ રૂપિયાનો સ્વીગીનો આઈપીઓ પણ સામેલ છે.
Zinka Logistics Solution Limited IPO | ઝિંકા લોજિસ્ટિક સોલ્યુશન લિમિટેડ આઈપીઓ
ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન લિમિટેડ કંપનીનો આઈપીઓ 13 નવેમ્બ ખુલશે અને 18 નવેમ્બર બંધ થવાનો છે. મેઈન બોર્ડ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 259 થી 273 રૂપિયા પ્રતિ શેર નક્ક કરી છે. આઈપીઓનું કદ 1114.72 કરોડ રૂપિયા છે, જેમા 550 કરોડ રૂપિયાના શેર જારી કરવામાં આવશે.
Mangal Compusolution IPO : મંગલ કોમ્પૂ સોલ્યૂશન આઈપીઓ
મંગલ કોમ્પૂ સોલ્યૂશન આઈપીઓ એસએમઇ આઈપીઓ છે. 16.23 કરોડ રૂપિયાનો આઈપીઓ 12 નવેમ્બર ખુલશે અને 14 નવેમ્બર બંધ થવનો છે. આઈપીઓ ઇસ્યૂ પ્રાઇસ 45 રૂપિયા છે.
Onyx Biotec IPO : ઓનિક્સ બાયોટેક આઈપીઓ
ઓનિક્સ બાયોટેક આઈપીઓ 13 નવેમ્બર ખુલશે અને 18 નવેમ્બર બંધ થવાનો છે. ઓનિક્સ ઘણી કંપનીઓને અનફર્લિટી સારવાર સંબંધિત પ્રો઼ડક્ટ વેચે છે. કંપની આઈપીઓ દ્વારા 29.34 કરોડ રૂપિયા એક્ત્ર કરવા ઇચ્છે છે. આઈપીઓ ઇસ્યૂ પ્રાઇ 58 થી 61 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Swiggy-IPO-GMP-.jpg)
Swiggy IPO Share Listing Date : સ્વીગી સહિત 4 શેર લિસ્ટિંગ થશે
11 નવેમ્બરથી શરૂ થનાર નવ સપ્તાહ દરમિયાન સ્ટોક એક્સચેન્જ પર નવી 4 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે, જેમા સ્વીગી પણ સામેલ છે. 12 નવેમ્બરે સેંજિલિટી ઈન્ડિયાનો શેર મેઇન બોર્ડ બીએસઇ એનએસઇ પર લિસ્ટિંગ થવાનો છે. આ આઈપીઓ 3.2 ગણો ભરાયો છે. તો 13 નવેમ્બરે સ્વીગી અને ACME સોલાર કંપનીનો શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થવાનો છે. નિવા બૂપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીનો શેર 14 નવેમ્બરે મેઈન બોર્ડ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us