scorecardresearch

ટાટા અને એરબસ વડોદરામાં IAF માટે C-295MW એરક્રાફ્ટ બનાવશે, વાંચો મહત્વની વિગતો

tata Airbus C295 aircraft production vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વડોદરામાં આ પ્રોજેક્ટનું આધારશિલા રાખશે. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ટાટા અને એરબસ વડોદરામાં IAF માટે C-295MW એરક્રાફ્ટ બનાવશે, વાંચો મહત્વની વિગતો
સી 295 વિમાનની ફાઈલ તસવીર

પ્રતિસ્પર્ધી વિમાનન ઉદ્યોગમાં એક મીલ સ્ટોન હાંસલ કરવા અને પોતાના મેક-ઇન-ઇન્ડિયા રક્ષા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતીય વાયુ સેના માટે એક પરિવહન વિમાન નિર્માણ પ્રોજેક્ટ વડોદરામાં આવશે. શરુઆતમાં એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ એસએ, સ્પેન પાસેથી ખરીદવામાં આવતા 56 C 295 MWમાંથી 40 વિમાનોનું નિર્ણાય વડોદરમાં કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વડોદરામાં આ પ્રોજેક્ટનું આધારશિલા રાખશે. આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

સપ્ટેમ્બર 2021માં સુરક્ષા ઉપર કેબિનેટ સમિતિએ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ એસસેએ 56 C-295MW પરિવહન વિમાનની ખરીદીને મંજૂરી આપ્યા બાદ, રક્ષા મંત્રાલયના સંબંધિત ઉપકરણો સાથે વિમાનને અધિગ્રહણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ગુરુવારે પ્રેસકોન્ફરન્સને સંબોધિત કરતા રક્ષા સચિવ અજય કુમારે કહ્યું હતું કે કરાર અંતર્ગત 16 વિમાન ફ્લાઈઅવે સ્થિતિમાં વિતરિત કરવામાં આવશે જ્યારે 40નું નિર્માણ ભારતમાં ભારતીય વિમાન કોન્ટ્રાક્ટર તાતા એન્ડવાંસ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ)ના ટાટા કંસોર્ટિયમ દ્વારા કરવામાં આવશે. કુમારે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા 16 ફ્લાઈઅવે વિમાન સપ્ટેમ્બર 2023 અને ઓગસ્ટ 2025 વચ્ચે પ્રાપ્ત થશે. પહેલું મેડ ઇન ઇન્ડિયા વિમાન સપ્ટેમ્બર 2026 આવવાની આશા છે.

કેવી છે વિમાનની ખાસિયત

કુમારના જણાવ્યા પ્રમાણે વિમાન એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ (એએલજી) અને તૈયાર રનવે વગર પણ કામ કરવાની ક્ષમતા રાખે છે. આ લગભગ 40-45 પેરાટ્રૂપર્સ અથવા લગભગ 70 યાત્રીઓને લઈ જઈ શકે છે. આવું પહેલીવાર બનશે જ્યારે C-295MW વિમાન યુરોપની બહાર નિર્માણ પામશે. આ ઘરેલુ એરોસ્પેસ ક્ષેત્રમાં ખુબ જ મહત્વપૂર્ણ છે.

પ્રોજેક્ટની કેટલી છે કિંમત?

આ પહેલી પરિયોજના છે જેમાં એક ખાનગી કંપની દ્વારા ભારતમાં એક સૈન્ય વિમાનનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટનો કુલ ખર્ય 21,935 કરોડ રૂપિયા છે. વિમાનનો ઉપયોગ નાગરિક ઉદ્દેશ્યો માટે કરવામાં આવી શકે છે.

5-10 ટન ક્ષમતાનું એક પરિવહન વિમાન

C-295MW સમકાલીન ટેક્નોલોજીની સાથે 5-10 ટન ક્ષમતાનું એક પરિવહન વિમાન છે. જે ભારતીય વાયુસેનાના જૂના એવરો વિમાનની જગ્યા લેશે. આમાં ઝડપી પ્રતિક્રિયા અને સૌનિકો અને કાર્ગોના પેરા ડ્રોપિંગની સાથે એક રિયર રેમ્પ દરવાજો છે. રક્ષા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 56 વિમાન ભારતીય ડીપીએસયુ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડના સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટથી સજ્જ હશે.

56 વિમાનોની ડિલિવરી પુરી કર્યા બાદ વિમાનોને સિવિલ ઓપરેટરોને વેચવામાં આવશે

ભારતીય વાયુસેનાને 56 વિમાનોની ડિલિવરી પુરી કર્યા બાદ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસને ભારતમાં નિર્મિત વિમાનોને સિવિલ ઓપરેટરોને વેચવા અને એ દેશોમાં નિકાસ કરવાની મંજૂરી આપી છે જેમણે ભારત સરકાર દ્વાર મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે આ પરિયોજના ભારતીય ખાનગી ક્ષેત્રના પ્રૌદ્યોગિકી ગહન અને અત્યધિક પ્રતિસ્પર્ધી વિમાનન ઉદ્યોગમાં પ્રવેશ કરવાનો એક અનોખો અવસર પ્રદાન કરે છે. આ ઘરેલુ મેન્યુફેક્ચરમાં વૃદ્ધિ કરશે. જેનાથી આતાય પર નિર્ભરતા ઓછી થશે અને નિર્યાતમાં અપેક્ષિત વૃદ્ધિ થશે.

Web Title: Tata airbus c295 aircraft production vadodara pm modi indian air force

Best of Express