Tata Capital IPO: ટાટા ટેક બાદ ટાટા ગ્રૂપની વધુ 1 કંપની લાવશે આઈપીઓ, જાણો ક્યારે શેર લિસ્ટિંગ થશે

Tata Capital IPO Share Price: ટાટા ગ્રૂપ હવે ટાટા કેપિટલનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. નોંધનિય છે કે, 19 વર્ષ બાદ ટાટા ગ્રૂપ કંપની ટાટા ટેકનોલોજીસનો આઈપીઓ નવેમ્બર 2023માં આવ્યો હતો.

Tata Capital IPO Share Price: ટાટા ગ્રૂપ હવે ટાટા કેપિટલનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. નોંધનિય છે કે, 19 વર્ષ બાદ ટાટા ગ્રૂપ કંપની ટાટા ટેકનોલોજીસનો આઈપીઓ નવેમ્બર 2023માં આવ્યો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tata Capital IPO | Tata Capital Share Price | Tata Group IPO | IPO

Tata Capital IPO: ટાટા કેપિટલ ટાટા ગ્રૂપની ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપની છે. (Photo: Freepik)

Tata Capital IPO Share Price: ટાટા ટેકનોલોજીસ શેરના બમ્પર લિસ્ટિંગ બાદ હવે ટાટા ગ્રૂપ વધુ એક કંપનીનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. ટાટા ગ્રૂપની ફાઈનાન્સિયલ સર્વિસ કંપની ટાટા કેપિટલનો આઈપીઓ લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મની કન્ટ્રોલના એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઇયે કે, નવેમ્બર 2023માં ટાટા ટેકનોલોજીસનો આઈપીઓ આવ્યા હતો, જે ટાટા ગ્રૂપ દ્વારા 19 વર્ષમાં પ્રથમ પબ્લિક ઇસ્યૂ હતો.

Advertisment

Tata Capital IPO : ટાટા કેપિટલ આઈપીઓ

ટાટા કેપિટલ આઈપીઓ વિશે એક સુત્રે જણાવ્યું કે, પ્રસ્તાવિત આઈપીઓ પર કામ શરુ થઇ ગયું છે. તે અપર લેયર એનબીએફશી માટે આરબીઆઈના માપદંડોનું પાલન કરવા માટે છે. ઉપરાંત આઈપીઓ સાઇઝ વિશે અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ આઈપીઓ 15000 કરોડ રૂપિયાથી વધુ મોટો હોવાની અપેક્ષા છે.

અન્ય એક સુત્રે જણાવ્યું કે, લો ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસ અને ઈન્વેસ્ટમેન્ટ બેંક કોટક મહિન્દ્રા કેપિટલને હાલ એડવાઇઝર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્રીજા સુત્રના મતે, અન્ય ઈન્વેસ્ટમેન્ટ બેંકોને સામેલ કરવા માટે ટુંક સમયમાં વાતચીત કરવામાં આવશે. આઈપીઓ માં નવા શેર જારી કરવાની સાથે સાથે ઓફર ફોર સેલ પણ હશે.

ipo | ipo open | ipo news | ipo investment | Share market
IPO: આઈપીઓ. (Photo: Freepik)

રિઝર્વ બેંકના નિયમ મુજબ એક અપર લેયર એનબીએફસીને નોટિફાઇ કર્યાના 3 વર્ષની અંદર શેરબજારમાં લિસ્ટિંગ કરવાની હોય છે. આરબીઆઈ એ અપર લેયર એનબીએફસી તરીકે વર્ગીકૃત કરેલી 16 કંપનીઓની યાદી સપ્ટેમ્બર 2022માં જાહેર કરી હતી, તેમા ટાટા કેપિટલનું પણ નામ હતું. તેનો અર્થ એ છે કે, ટાટા કેપિટલ કંપનીએ સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટિંગ કરવું પડશે.

Advertisment

Tata Capital AUM : ટાટા કેપિટલ એયુએમ

ક્રિસિલ રેટિંગ્સની સપ્ટેમ્બર 2024ની રિપોર્ટ મુજબ, 31 માર્ચ 2024 સુધી ટાટા કેપિટલ લિમિટેડની અંડર એસેટ મેનેજમેન્ટ (AUM) 1,58,479 કરોડ રૂપિયા હતી. 31 માર્ચ 2023 સુધી AUM 1,19,950 કરોડ રૂપિયા અને 31 માર્ચ 2022 સુધી 94,349 કરોડ રૂપિયા હતા. 31 માર્ચ, 2024 સુધી ટાટા કેપિટલ લિમિટેડમાં 92.83 ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગ ટાટા સન્સ પાસે હતું. બાકીનો શેર ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓ અને ટ્રસ્ટ પાસે હતો.

આ પણ વાંચો | વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર

ક્રિસિલ રેટિગ્સની રિપોર્ટ મુજબ, ટાટા સન્સે છેલ્લા 5 નાણાકીય વર્ષમા ટાટા કેપિટલ લિમિટેડમાં 6097 કરોડ રૂપિયાનું ભંડોળ ઠાલવ્યું છે. તેમાથી 2500 કરોડ રૂપિયા નાણાકીય 2018-19માં, 1000 કરોડ રૂપિયા નાણાં વર્ષ 2019-20માં, 594 કરોડ રૂપિયા નાણાં વર્ષ 2022-23માં અને 2003 કરોડ રૂપિયા નાણાં વર્ષ 2023-24 દરમિયાન ઠાલવ્યા હતા.

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર