Current IPO GMP Today News : આઈપીઓ રોકાણકારો માટે નવું અઠવાડિયું બહુ ખાસ રહેવાનું છે. 6 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા અઠવાડિયામાં ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા સહિત નવા 5 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. આ આઈપીઓની લાંબા સમયથી રોકાણકારો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ઉપરાંત WeWork India IPO સહિત પાછલા સપ્તાહે ખુલેલા 4 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે 24 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવા જઇ રહ્યા છે. ચાલો જાણીયે વિગતવાર
Tata Capital IPO : ટાટા કેપિટલ આઈપીઓ
ટાટા કેપિટલ આઈપીઓ 6 ઓક્ટોબરે ખુલી રહ્યો છે. 15511.87 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 310 – 326 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 46 શેર રાખી છે. રોકાણખારો 8 ઓક્ટોબર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. શેર એલોટમેન્ટ બાદ 13 ઓક્ટોબરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.
LG Electronics India IPO : એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આઈપીઓ
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા કંપની 11607.01 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. રોકાણકારો આઈપીઓ 7 થી 9 ઓક્ટોબર આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. ઇશ્યુ પ્રાઇસ 1080 – 1140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 13 ઇક્વિટી શેર છે. 14 ઓક્ટોબરે BSE, NSE પર 14 ઓક્ટોબરે શેર લિસ્ટિંગ થશે.
Anantam Highways Trust InvIT IPO : અનંતમ્ હાઇવેઝ ટ્રસ્ટ ઇન્વિટ આઈપીઓ
અનંતમ હાઇવેઝ ટ્રસ્ટ ઇન્વિટ આઈપીઓ 7 થી 9 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 400 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. પ્રાઇસ બેન્ડ 98 – 100 રૂપિયા પ્રતિ શેર છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ છે. 14 ઓક્ટોબરે શેર એલોટમેન્ટ થશે ત્યાર બાદ 17 ઓક્ટોબરે BSE અને NSE પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Mittal Sections IPO : મિત્તલ સેક્શન્સ આઈપીઓ
મિત્તલ સેક્શન્સ કંપનીનો 51.91 કરોડ રૂપિયાનો આઈપીઓ 7 ઓક્ટોબરે ખુલી રહ્યો છે. રોકાણકારો 9 ઓક્ટોબર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 136 – 143 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 14 ઓક્ટોબરે BSE SME પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Rubicon Research IPO : રુબિકોન રિસર્ચ આઈપીઓ
રુબિકોન રિસર્ચ આઈપીઓ 9 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. 1377.50 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 461 – 485 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 30 શેર છે. 16 ઓક્ટોબરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.
ઉપરાં રોકાણકારો પાછલા અઠવાડિયે ખુલેલા 4 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળવાની છે. જેમા ડીએસએમ ફ્રેશ ફૂડ્સ, ગ્રીનલીફ એન્વાયરોટેક આઈપીઓ, શ્લોકા ડાયઝ આઈપીઓ, વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટ આઈપીઓ સામેલ છે.
Share Lisiting This Week : 24 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે
નવા સપ્તાહે શેરબજારમાં 24 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 6 ઓક્ટબરે મેઇનબોર્ડ BSE, NSE પર Pace ડિજિટકેનો શેર લિસ્ટિંગ થવાનો છે. આ જ દિવસે BSE SME પર ભાવિક એન્ટરપ્રાઇસ, Ameenji Rubber, એમ પી કે સ્ટીલ્સ, રુકમણી દેવી ગર્ગ ઇમ્પેક્સ અને કેવીએસ કાસ્ટિંગ્સ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. આ તારીખ જ NSE SME પર માનસ પોલિમર્સના શેર લિસ્ટેડ થવાના છે. તો 7 ઓક્ટોબર BSE, NSE પર ફેબટેક ટેકનોલોજીસ અને Glottis કંપનીના શેર લિસ્ટિંગ થઇ રહ્યા છે. આ જ દિવસે BSE SME પર દિલ્લોન ફ્રેઇટ કેરિયર, ઓમ મેટાલોજીક, સોઢાણી કેપિટલ અને NSE SME પર સુબા હોટેલ્સ, વિજયપીડી Ceutical કંપનીના શેર લિસ્ટેડ થવાના છે.
8 ઓક્ટોબરે BSE, NSE પર ઓમ ફ્રેઇટ ફોરવર્ડ્સ, એડવાન્સ એગ્રોલાઇફના શેર લિસ્ટિંગ કરવાના છે. BSE SME પર Chiraharit, સનસ્કાય લોજિસ્ટિક્સ, ઇન્ફિનિટી ઇન્ફોવે, વોલપ્લાસ્ટ ટેકનોલોજીસ અને Zelio E Mobility કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત NSE SME પર Munish Forge અને B.A.G.Convergence શેર લિસ્ટેડ થશે. 9 ઓક્ટોબરે BSE SME પર ડીએસએમ ફ્રેશ ફૂડ્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.