IPO: ટાટા કેપિટલ અને LG ઇલેક્ટ્રોનિક્સ સહિત 10 શેર લિસ્ટિંગ થશે, આ અઠવાડિયે માત્ર 1 આઈપીઓ ખુલશે

Upcoming IPO And Share Listing This Week : શેરબજારમાં નવા અઠવાડિયે ટાટા કેપિટલ અને LG ઇલેક્ટ્રોનિક્સ સહિત 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. અલબત્ત આ સપ્તાહે માત્ર એક જ મિડવેસ્ટ લિમિટેડનો આઈપીઓ ખુલી રહ્યો છે.

Written by Ajay Saroya
October 13, 2025 09:28 IST
IPO: ટાટા કેપિટલ અને LG ઇલેક્ટ્રોનિક્સ સહિત 10 શેર લિસ્ટિંગ થશે, આ અઠવાડિયે માત્ર 1 આઈપીઓ ખુલશે
IPO : આઈપીઓ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Upcoming IPO And Share Listing This Week : આઈપીઓ માર્કેટમાં નવા અઠવાડિયા દરમિયાન બહુ ખાસ હલચલ જોવા મળશે. 13 ઓક્ટોબરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં માત્ર એક જ કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 6 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળશે. જો કે શેર લિસ્ટિંગના મામલે આ અઠવાડિયું બહું ખાસ રહેવાનું છે. ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ સહિત 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Midwest IPO : મિડવેસ્ટ આઈપીઓ

મિડવેસ્ટ લિમિટેડ કંપનીનો આઈપીઓ 15 ઓક્ટોબરે ખુલશે. આ અઠવાડિયાનો એક માત્ર મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 1014 – 1065 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 14 શેર છે. કંપની આઈપીઓ દ્વારા 451 કરોડ રૂપિયા ઉભા કરવા ધારે છે, જેમા 250 કરોડનો ફ્રેશ ઇશ્યુ અને 201 કરોડનો ઓફર ફોર સેલ સામેલ છે. શેર એલોટમેન્ટ થયા બાદ 24 ઓક્ટોબરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.

નવા અઠવાડિયામાં ભલે 1 નવો આઈપીઓ ખુલી રહ્યો પણ પાછલા સપ્તાહે ખુલેલા 6 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે પણ તક મળવાની છે. જેમા શ્લોકા ડાયઝ, કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ, રુબિકોન રિસર્ચ, સિહોરા ઇન્ડસ્ટ્રીઝ, એસએક મિનરલ્સ કંપનીના આઈપીઓ સામેલ છે.

ટાટા કેપિટલ અને LG ઇલેક્ટ્રોનિક્સ સહિત 10 શેર લિસ્ટિંગ થશે

નવા અઠવાડિયા દરમિયાન સ્ટોક એક્સચેન્જ પર 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 13 ઓક્ટોબરે BSE, NSE પર ટાટ કેપિટલનો શેર લિસ્ટિંગ થશે. ત્યાર પછી 14 ઓક્ટોબરે BSE, NSE પર એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાનો શેર લિસ્ટેડ થવાનો છે. આ જ દિવસે BSE SME પર મિત્તલ સેક્શન્સનો શેર પણ લિસ્ટેડ થશે. 16 ઓક્ટોબરે BSE, NSE પર કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કુ. અને રુબિકોન રિસર્ચ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે.

તો 17 ઓક્ટોબરે BSE, NSE પર કેનેરા HSBC લાઇફ ઇન્શ્યુરન્સ અને અનંતમ્ હાઇવેઝ ઇન્વિટ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. આ જ તારીખે BSE SME પર શ્લોકા ડાયઝ, એસકે મિનરલ્સ & Additives અને સિહોરા ઇન્ડસ્ટ્રસ્ટ્રીઝના શેર લિસટેડ થવાના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ