/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Tata-Group.jpg)
ટાટા ગ્રૂપ ભારતનું અગ્રણી કોર્પોરેટ સમૂગ છે. (Express Photo)
Tata Coffee Merger With Tata Consumer TCPL: 1 જાન્યુઆરી, 2024ના રોજ ટાટા ગ્રૂપની બે લિસ્ટેડ કંપનીઓનું મર્જર થશે. ટાટા કોફીનું ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) અને ટીસીપીએલ બેવરેજીસ - ફૂડ કંપની સાથે મર્જર થશે. કંપનીએ શેરબજારને આ વિશે જાણકારી આપી છે. મર્જર બાદ ટાટા કોફી લિમિટેડ 1 જાન્યુઆરી, 2024થી અસ્તિત્વમાં રહેશે નહીં.
ઉપરાંત શેરબજારને કરેલી અન્ય એક ફાઈલિંગમાં ટાટા કોફીએ જણાવ્યુ છે કે, ક્લોઝ 13.1 અને ક્લોઝ 20.1ની અનુરૂપ ડિમર્જર અને અમાલગેશન અનુસાર ટીસીપીએલના ઇક્વિટી શેર, ટાટા કોફીના ક્યા શેરધારકોને એલોટ કરવામાં આવશે, તે નક્કી કરવા હેતુ કંપનીએ 15 જાન્યુઆરી, 2024ની રેકોર્ડ ડેટ નિર્ધારિત કરી છે.
ટાટા ગ્રૂપની કંપનીઓના મર્જરને મંજૂરી (Tata Group Companies Merger Deal)
વર્ષ 2022માં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, ટાટા કોફી અને ટીસીપીએલ બેવરેજીસ એન્ડ ફૂડ્સના શેરધારકોએ 12 નવેમ્બરે થયેલા મતદાનમાં ત્રણ કંપનીઓના રિઓર્ગેનાઇઝેશન પ્લાનને મંજૂરી આપી હતી. આ મર્જર હેઠળ ટાટા કોફીનુંટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ અને ટીસીપીએલ બેવરેજીસ એન્ડ ફૂડ્સમાં મર્જર કરવાનું નક્કી કરાયુ હતુ.
ટાટા ગ્રૂપના રિઓર્ગેનાઇજેશન પ્લાન હેઠળ ટાટા કોફીના ગાર્ડન બિઝનેસને ટીસીપીએલ બેવરેજીસ એન્ડ ફૂડ્સમાં મર્જર કરાશે,જે ટીસીપીએલની પૂર્ણ માલિકીની પેટાકંપની છે. આ મર્જરના બદલામાં ટીસીપીએલ, ટાટા કોફીના શેરધારકોને ટાટા કોફીના પ્રત્યેક 22 ઇક્વિટી શેર સામે 1 ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે.
આ પણ વાંચો | ચાંદી કરતા સોનામાં બમણું રિટર્ન; રોકાણકારોને વર્ષ 2023માં શેર – ગોલ્ડમાં કેટલું વળતર મળ્યું? જાણો
તો ટાટા કોફીના અન્ય બિઝનેસને ટીસીપીએલમાં મર્જર કરવામાં આવશે. ત્યારબાદ ટાટા કોફીના શેરધારકોને પ્રત્યેક 55 ઇક્વિટી શેરસામે ટીસીપીએલના 14 ઇક્વિટી શેર મળશે. મર્જર બાદ ટાટા કોફીના હાલના શેરધારકોને રેકોર્ડ ડેટ સુધી હોલ્ડ કરાયેલા દરેક 10 શેર ર ટીસીપીએલના 3 ઇક્વિટી શેર મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us