Tata Curvv EV : ટાટા કર્વ ઈવી ની પહેલી ઝલક, લોન્ચ પહેલા ટિઝર રિલીઝ, સિટ્રોએન બેસાલ્ટ સાથે ટકરાશે

Tata Curvv EV Teaser Release: ટાટા કાર્વ ઇવી લોન્ચ થવાની પહેલા ટીઝર રિલીઝ થયું છે. ટાટા મોટર્સ કંપનીએ કહ્યું, નવી એસયુવી કૂપ ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક બંને વર્ઝનમાં રજૂ થશે.

Written by Ajay Saroya
July 07, 2024 18:31 IST
Tata Curvv EV : ટાટા કર્વ ઈવી ની પહેલી ઝલક, લોન્ચ પહેલા ટિઝર રિલીઝ, સિટ્રોએન બેસાલ્ટ સાથે ટકરાશે
Tata Curvv EV Teaser Release: ટાટા કર્વ ટીઝર રિલીઝ થયું છે. (image: @TataMotors_Cars)

Tata Curvv SUV Coupe Officially Teased Release: ટાટા મોટર્સ તેની આગામી કાર Tata Curvvને પ્રથમ વખત ટીઝ કરી છે. ભારતીય કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટાટાએ શનિવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ટાટા મોટર્સ ટૂંક સમયમાં એક નવું પેસેન્જર વ્હીકલ રજૂ કરશે. પંચ અને નેક્સન જેમ, Tata Curvv પણ ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક વર્ઝન બંનેમાં રજૂ કરવામાં આવશે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટાટા કર્વ, જે નવા આઇકોન અને સિલુએટ સાથે આવે છે, તે એક SUV કૂપ છે.

ટાટા કર્વ ટેસ્ટ દરમિયાન ઘણી વખત જોવા મળી

Tata Curvv ને છેલ્લા દોઢ વર્ષમાં અનેક વખત ટેસ્ટ દરમિયાન જોવા મળી છે. ટાટા મોટર્સને આશા છે કે નવી કાર કંપની માટે ગેમ ચેન્જર સાબિત થશે. Tata Curvvનું કોન્સેપ્ટ મોડલ ગયા વર્ષની શરૂઆતમાં યોજાયેલા દેશના સૌથી મોટા મોટર શો દિલ્હી-ગ્રેટર નોઈડા ઓટો એક્સ્પો (2023 ઓટો એક્સ્પો) દરમિયાન એક્સપોઝ કરવામાં આવી હતી. આ અગાઉ જુલાઈ 2022માં ટાટા મોટર્સે ટાટા કર્વનું કોન્સેપ્ટ મોડલ પ્રદર્શિત કર્યું હતું. Tata Curvv ને લઈને ઈન્ટરનેટ પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ શનિવારે કાર નિર્માતા દ્વારા સત્તાવાર રીતે ટીઝ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે Tata Curvv ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ થઇ રહી છે.

Tata Curvv: બાહ્ય ડિઝાઇન

ટાટા કર્વ ની બાહ્ય ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં લૉન્ચ થયેલી SUV જેવી કે Harrier, Safari, Nexon અને Punch.EV પર આધારિત હશે. હકીકતમાં તાજેતરમાં લૉન્ચ કરાયેલા વાહનો બ્રાન્ડની નવી ડિઝાઇન ફિલસૂફી પર આધારિત છે. Tata Curvy ના આગળના ભાગમાં ટોચ પર આકર્ષક LED સ્ટ્રીપ અને નીચે ત્રિકોણાકાર ક્લસ્ટરની અંદર ડબલ પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ હશે. એ જ રીતે, નવી કારના પાછળના ભાગમાં કનેક્ટેડ LED સ્ટ્રીપ મળવાની સંભાવના છે.

લેટેસ્ટ ટીઝરમાં નવી કાર આંશિક રીતે કૂપ જેવી સાઇડ પ્રોફાઇલ સાથે જોવા મળે છે. તેમાં અદભૂત રૂફલાઈન પણ જોવા મળે છે. ટાટા કર્વી ખૂબ જ ખાસ લુક આપી રહી હોય તેવું લાગે છે. સિલુએટ ઉપરાંત ટીઝર ક્રોસઓવરના બોડી પેનલ્સની પણ ઝલક આપે છે. અન્ય વિઝ્યુઅલ હાઇલાઇટ્સમાં વિશાળ ટ્રેક, શાર્ક ફિન એન્ટેના, પાવરફુલ વ્હીલ કમાનો અને બુટ લિડ સ્પોઇલરનો સમાવેશ થાય છે.

Tata Curvv: ઈન્ટીરિયર અને ફીચર્સ

કોન્સેપ્ટ મોડલ ઈમેજીસ મુજબ, Tata Curvy ના કેબિન ઈન્ટીરીયર ઓછામાં ઓછા લેઆઉટ સાથે આવવાની અપેક્ષા છે. એટલે કે ડેશબોર્ડ અને કન્સોલ ઓછા બટનો સાથે આવી શકે છે અને ટચ પેનલ દ્વારા વધુ કન્ટ્રોલ કરી શકાય છે. નોંધનીય છે કે આ કાર ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ટચ પેનલ સાથે ટાટાના નવા ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને ટચ-આધારિત HVAC નિયંત્રણો સાથે જોઈ શકાય છે.

અન્ય ફીચર્સમાં ORVMs, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ઓટો-ડિમિંગ IRVM, 360-ડિગ્રી કેમેરા, સબવૂફર સાથે JBL સાઉન્ડ સિસ્ટમ, પુશ-બટન સ્ટાર્ટ અને વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ જેવી અન્ય મુખ્ય ફીચર્સ ઉપલબ્ધ થવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાટા કર્વીમાં પેનોરેમિક સનરૂફ મળશે. સુરક્ષા માટે તેમાં લેવલ 2 ADAS જેવા ફીચર્સ મળી શકે છે.

Tata Curvv: પાવરટ્રેન સ્પેસિફિકેશન

લેટેસ્ટ પોસ્ટમાં, ટાટા મોટર્સે કહ્યું છે કે ટાટા કર્વ ફ્યુઅલ એન્જિન અને ઇલેક્ટ્રિક વર્ઝન બંનેમાં ઉપલબ્ધ હશે. અપકમિંગ કારના ઇલેક્ટ્રિક વર્ઝનમાં સિંગલ અને ડ્યુઅલ મોટર સેટઅપ ઉપલબ્ધ થવાની શક્યતા છે. સિંગલ મોટર ટાટા કર્વ ઇલેક્ટ્રિક ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ લેઆઉટ મેળવી શકે છે જ્યારે ડ્યુઅલ મોટર વર્ઝન ઓલ-વ્હીલ ડ્રાઇવ લેઆઉટ સાથે આવી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્વ ઇલેક્ટ્રિક સિંગલ ફુલ ચાર્જ પર લગભગ 400 થી 500 કિમીની રેન્જ આપી શકશે. નેક્સનની જેમ, કર્વ ફ્યુઅલ વર્ઝનમાં 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિન વિકલ્પો મળી શકે છે. ટ્રાન્સમિશન માટે, એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ AMT વિકલ્પ સાથે જોડી શકાય છે. આ સિવાય તેમાં 7-સ્પીડ DCT પણ મળી શકે છે.

આ પણ વાંચો | બજાજ CNG બાઈક ફ્રીડમ 125 લોન્ચ, જાણો 1 કિમી CNGમાં કેટલી માઈલેજ આપશે?

ઓટો કંપની ટાટા મોટર્સની અપકમિંગ કાર ટાટા કર્વ ફ્યુઅલ તેના સેગમેન્ટમાં સિટ્રોએન બેસાલ્ટ જેવી કાર સાથે સ્પર્ધા કરશે. ઉપરાંત ટાટા કાર્વ હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, મારુતિ ગ્રાન્ડ વિટારા, ફોક્સવેગન તાઈગુન, સ્કોડા કુશક જેવા વાહનો સાથે સ્પર્ધા કરતી જોઈ શકાય છે. Citroenની આ કાર ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહી છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં, કાર્વને હ્યુન્ડાઇ ક્રેટા, મારુતિ સુઝુકી eVX જેવી કાર તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે. તાજેતરમાં હ્યુન્ડાઇ ક્રેટા અને Maruti eVX ના ઇલેક્ટ્રિક વર્ઝન પર કામગીરી ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ