Tata Curvv Launch: લોન્ચ પહેલા ટાટા કર્વ ના ફીચર્સ લીક, જાણો સેફ્ટી થી લઇ ડ્રાઇવિંગ રેન્જ સહિત તમામ ખાસિયતો

Tata Curvv Price Features: ટાટા મોટર્સ પેટ્રોલ, ડીઝલ ઉપરાંત પોતાની લેટેસ્ટ એસયુવી કર્વ ફુલ ઇલેક્ટ્રિક વેરિએન્ટમાં લોન્ચ કરશે, જેમા 7 ઓગસ્ટના રોજ ટાટા કર્વ ઇવીના રૂપમાં પ્રથમ લોન્ચ કરવામાં આવશે.

Written by Ajay Saroya
July 30, 2024 21:49 IST
Tata Curvv Launch: લોન્ચ પહેલા ટાટા કર્વ ના ફીચર્સ લીક, જાણો સેફ્ટી થી લઇ ડ્રાઇવિંગ રેન્જ સહિત તમામ ખાસિયતો
Tata Curvv Price: ટાટા કર્વ (Image: @TataMotors_Cars)

Tata Curvv Launch, Price: ટાટા મોટર્સ 7 ઓગસ્ટ, 2024 ના રોજ તેની નવી એસયુવી ટાટા કર્વ સત્તાવાર રીતે લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલા ટાટા કર્વ એસયુવી વિશે કંપની તરફથી સતત નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. ટાટા મોટર્સ આ વર્ષના અંતમાં આ કૂપ એસયુવીનું ઇલેક્ટ્રિક વર્ઝન અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન ટ્રિમ લોન્ચ કરશે. ભારતીય ઓટોમેકર કર્વ સાથે પોતાની તકોમાં વધુ વધારો કરશે કારણ કે તે ઘણી સલામતી અને ફીચર્સ પ્રદાન કરશે. જો તમે પણ ટાટા કર્વ લોન્ચ થવાની રાહ જોઇ રહ્યા છો, તો લોન્ચિંગ પહેલા અહીં જાણો આ કૂપ એસયુવી વિશે એવી વાતો જે તમારે જાણવી જરૂરી છે.

Tata Curvv : એક્સટીરિયર

એક અનોખી કૂપ ડિઝાઇન સાથે, કર્વમાં વેલકમ અને ગુડબાય ફંક્શન્સ સાથે જોડાયેલા એલઇડી ડીએલઆર જેવા તમામ એલઇડી લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે. પંચ ઇવીની જેમ જ હેડલેમ્પ્સ પણ સંકેત આપશે કે વાહન ક્યારે ચાર્જ થઈ રહ્યું છે. સ્પ્લિટ હેડલાઇટ ડિઝાઇનમાં એલઇડી પ્રોજેક્ટર લાઇટ્સ, સિક્વંશિયલ એલઇડી ઇિન્ડકેટર્સ અને ફ્રન્ટ ચાર્જિંગ લીડ આપવામાં આવી છે. કૂપ એસયુવીમાં 18 ઇંચની એલોય વ્હીલ્સ, ચારેય ડિસ્ક બ્રેક, ફ્લશ ડોર હેન્ડલ્સ અને ઇવી વર્ઝન માટે એક ફ્રંક આપવામાં આવી છે.

Tata Curvv | Tata Curvv launch date | Tata Curvv price | Tata Curvv features | Tata Curvv safety features | Tata Curvv specifications | Tata Curvv interior | Tata Curvv exterior | Tata Curvv latest update | tata Curvv driving range | Tata Curvv photo
Tata Curvv Features : ટાટા કર્વ 6 એરગેસ સાથે લોન્ચ થવા સંભવ છે. (Image: @TataMotors_Cars)

Tata Curvv : ઇન્ટિરિયર

ટાટા મોટર્સે 12.3 ઇંચની હરમન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે કર્વને પ્રીમિયમ ફીલ આપ્યું છે, જે મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં સૌથી મોટી છે, તેની સાથે નવ સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પણ છે. ટાટા મોટર્સની નવી એસયુવીમાં 6-વે પાવર એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ સાથે 6-વે મેન્યુઅલી એડજસ્ટેબલ ફ્રન્ટ પેસેન્જર સીટ આપવામાં આવી છે. ઓટોમોબાઇલ ઉત્પાદક કંપની બે સ્ટેજ રિયર સ્ટેપ રેકલાઇન, વોઇસ-એક્ટિવેટેડ પેનોરેમિક સનરૂફ, નેવિગેશન મેપ ડિસ્પ્લે અને રિજનરેટિવ બ્રેકિંગ મોડ્સ સાથે ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે ઓટો હોલ્ડ અને પેડલ શિફ્ટર્સ સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેકર ઓફર કરી રહી છે.

Tata Curvv : ટેકનોલોજી

ટાટા કર્વ એક ટેક-રિચ એસયુવી છે કારણ કે તે સેગમેન્ટની પ્રથમ એસયુવી છે જેમાં જે જેસ્ચર કન્ટ્રોલ સાથે પાવર-આસિસ્ટેડ ટેલગેટની સુવિધા ધરાવે છે. પંચ ઇવીની જેમ ઓલ-ઇલેક્ટ્રિક ઇવીમાં વ્હીકલ-ટુ-વ્હીકલ (વી2વી) ચાર્જિંગ અને વ્હીકલ-ટુ-લોડ (વી2એલ) ક્ષમતા છે.

Tata Curvv : સેફ્ટી ફીચર્સ

સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો ટાટા મોટર્સ કોઈ કસર છોડતી નથી. ટાટા કર્વમાં 12થી વધુ ફીચર્સ સાથે લેવલ 2 ADAS, ડ્રાઇવર સ્લીપી વોર્નિંગ સાથે એડવાન્સ્ડ ઇએસપી, 6 એરબેગ અને એડવાન્સ વ્હીકલ એલર્ટ સિસ્ટમ હશે.

Tata Curvv : સ્પેસિફિકેશન્સ

ટાટા મોટર્સ ઓટો કંપની પુષ્ટિ કરી છે કે ટાટા કર્વ આઇસીઇ 3 એન્જિન વિકલ્પ માં ઉપલબ્ધ થશે – ઓટો એક્સ્પો 2022 માં પ્રદર્શિત નવી 1.2-લિટર ટર્બો જીડીઆઈ અને નેક્સનમાં ઉપલબ્ધ 1.2-લિટર ટર્બો અને 1.5-લિટર ડીઝલ. નવું જીડીઆઈ એન્જિન 123 બીએચપી અને 225 એનએમ ટોર્ક જનરેટ કરે છે, જ્યારે 1.2-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ પાવરટ્રેઇન 118 બીએચપી અને 113 બીએચપી બનાવે છે. ત્રણેય એન્જિનને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવશે.

આ પણ વાંચો | મહિન્દ્રા થાર 5 ડોર થી ટાટા નેક્સન આઈસીએનજી, ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 SUV કાર

Tata Curvv : ડ્રાઇવિંગ રેન્જ કેટલી છે?

ટાટા કર્વ ઇવીના સ્પેસિફિકેશન્સ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ કંપનીએ કહ્યું છે કે સિંગલ ચાર્જ પર ડ્રાઇવિંગ રેન્જ લગભગ 500 કિમી હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ