/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/jubliee-diamond.jpg)
દોરાબજી ટાટા અને તેમના પત્ની
દક્ષિણ આફ્રિકાના ધ જૈગર્સફોટીન માઈન (The Jagersfontein mine) પોતાના સર્વશ્રેષ્ઠ હીરા માટે જાણિતી છે. આ ખાણમાં અત્યાર સુધી 96 લાખ કેરેટથી વધારે ખૂબસૂરત હીરા નીકળી ચૂક્યા છે. વર્ષ 1895માં આ ખાણમાંથી એક હીરો નીકળ્યો હતો જે કોહિનૂરથી પણ બે ગણો મોટો હતો. 245.35 કેરેટનો આ ચમકદાર હીરો ખૂબજ ખૂબસૂર હતો. આની શુદ્ધતા અકલ્પનીય હતી. વર્ષ 1896માં આ હીરાને તરાશવા માટે એમ્સટર્ડમ મોકલવામાં આવ્યો હતો.
કેવી રીતે પડ્યું હીરાનું નામ જુબલી?
હીરો મળ્યાના બીજા વર્ષે એટલે કે 1897માં બ્રિટનની મહારાણી ક્વિન વિક્ટોરિયાની ડાયમંડ જુબલી હતી. અને તેના સમ્માનમાં હીરાનું નામ જુબલી આપવામાં આવ્યું હતું. એ સમયે આ હીરાના માલિક લંડનના ત્રીજા વેારી હતા. તેઓ આ હીરાને મહારાણીને ગિફ્ટમાં આપવાનું વિચારી રહ્યા હતા. પરંતુ નિયતિએ કંઇક અલગ લખ્યું હતું. વર્ષ 1900માં આ હીરાને પેરિષની એક એક્ઝીબિશન રાખવામાં આવી હતી. ટાટા ગ્રૂપના સંસ્થાપક જમશેદજી ટાટાના મોટા પુત્ર સર દોરાબજી ટાટા પણ આ પ્રદર્શનમાં ગયા હતા.
ટાટાએ એક લાખ પાઉન્ડમાં ખરીદ્યો હતો આ હીરો
દોરાબજી ટાટાએ 2 વર્ષ પહેલા જ 1898માં વેલેન્ટાઈન ડે ઉપર મેહેરબાઈ સાથે લગ્ન કર્યા હતા. અને તેમને પોતાની પત્નીને જુબલી હીરાને ગિફ્ટમાં આપવાનો નિર્ણય કર્યો હતો. હરીશ ભટ, પેંગુઈનથી પ્રકાશિત પોતાની પુસ્તક ટાટા સ્ટોરીઝમાં લખ્યું છે કે દોરાબજીએ લંડના વેપારી પાસેથી એક લાખ પાઉન્ડમાં હીરો ખરીદ્યો હતો. મેહેરબાઈ ટાટાએ આ હીરાને પ્લેટિનમ ચેનની સાથે પ્લેટિનમ લોકેટમાં ગળાનો હાર બનાવી દીધો હતો. જ્યારે તેઓ પારસી સાડી સાથે આ હીરાને પહેરતા હતા ત્યારે તેમની ખૂબસૂરતી બેગણી થઈ જતી હતી.
લંડનમાં રાખતા હતા હીરો
ભટ લખે છે કે દોરાબજી ટાટાએ આ હીરાનો ભારે ભરખમ વીમો પણ કરાવ્યો હતો. હીરાને લંડનમાં સેફ ડિપોઝિટ વોસ્ટમાં રાખવામાં આવતો હતો. મેહેરબાઈ જ્યારે કાઢતી હતી ત્યારે વીમા કંપની તેને 200 પાઉન્ડનો દંડ પણ લગાવતી હતી.
ટાટા સ્ટીલને બચાવવા માટે હીરો ગીરવી રાખ્યો હતો
હરીશ ભટે લખ્યું છે કે આ સમયમાં દોરાબજી ટાટા, ટાટા ગ્રૂપના ચેરમેન બન્યા હતા. 1923 આવતા આવતા નાણાંકિય સંકટ આવી ગયું હતું. અને ટાટા ગ્રૂપ ડગમગી ગયું હતું. 1924માં જમશેદપુરથી ટેલીગ્રામ મળ્યો કે સ્ટીલ કંપનીના કર્મચારીઓને આપવા માટે નાણાં સુદ્ધા બચ્યા નથી. બધાને લાગવા લાગ્યું કે કંપની બંધ થઈ જશે. દોરાબજી ટાટા અને તેની પત્ની મેહેરબાઈએ નક્કી કરી લીધું કે પોતાની બધી પ્રોપર્ટી ઈંપીરિયલ બેન્કમાં ગિરવી રાખી દે. જેથી કરીને સ્ટીલ માટે ભંડોળની વ્યવસ્થા કરી શકાય. તેમની સંપત્તી આશરે એક કરોડ રૂપિયાની હતી. જે એ સમયે ખુબ જ વધારે રકમ હતી. આ સંપત્તિમાં મેહેરબાઈના આભૂષણ અને જુબલી હીરાનો પણ સમાવેશ થતો હતો.
1937માં વેચી દીધો હતો
ઇમ્પીરિયલ બેંકે ટાટાને આ સંપતીના બદલે એક કરોડ રૂપિયાની લોન આપી હતી ટાટા સ્ટીલની હાલત સુધરવા લાગી હતી. 1930 આવતા આવતા ટાટા સ્ટીલ ફરીથી સમુદ્ધ થવા લાગી હતી. જોકે 1931માં મેહેરબાઈ ટાટાનું નધન થયું હતું. એના બીજા વર્ષમાં દોરાબજી ટાટાનું પણ નિધન થયું હતું.
તેમણે પોતાની વસીયતમાં ખાનગી કંપની દોરાબજી ટાટા ચેરિટેબલ ટ્રસ્ટને સોંપી દીધી હતી. જેમાં જુબલી હીરાનો પણ સમાવેશ થયો હતો. વર્ષ 1937માં જુબલી હીરા કાર્ટિયર થકી વેચવામાં આવ્યો અને તેનાથી મળેલી રકમ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us