Tata Group iPhone Manufacturing in India : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સ્માર્ટફોન ઉત્પાદનના હબ તરીકે ઉભરી આવ્યું છે. ગૂગલ હોય કે એપલ, શાઓમી હોય કે સેમસંગ – મોટાભાગની મોટી સ્માર્ટફોન કંપનીઓ દેશમાં મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપી રહી છે. એપલ આઈફોન પ્રોડક્શનની વાત કરીએ તો, દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોનનું વેચાણ થઈ રહ્યું છે. હવે ટાટા ગ્રુપ દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે iPhonesનું ઉત્પાદન શરૂ કરવા માટે તૈયાર છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે (27 ઓક્ટોબર) કહ્યું કે, આ પ્રોજેક્ટ અઢી વર્ષમાં પૂરો થઈ જશે, અને સરકાર ટાટા ગ્રૂપ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરવાના તેમના પ્રયાસોમાં ટેકો આપશે.
રાજીવ ચંદ્રશેખરે એક પોસ્ટમાં જણાવ્યું હતું ભારતને વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ પાવર બનાવવાનો આ PM મોદીનો ઉદ્દેશ્ય છે.
તમને જણાવી દઈએ કે, તાઈવાનની વિસ્ટ્રોન કોર્પોરેશન ફેક્ટરીના અધિગ્રહણ બાદ આ ડીલ ફાઈનલ થઈ હતી. Vistro એ Apple માટે કરાર ઉત્પાદક છે. વિસ્ટ્રોએ 125 બિલિયન ડોલરના સોદામાં ટાટા ગ્રુપને તેનું ભારત એકમ વેચ્યું છે. બોર્ડની મંજૂરી પછી, વિસ્ટ્રોન ઇન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (WMMI) ની 100 ટકા માલિકી હવે ટાટા ગ્રૂપ પાસે રહેશે.
તમને જણાવી દઈએ કે, એપલની રણનીતિમાં આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી, Apple iPhones ના ઉત્પાદન માટે મોટાભાગે ચીની ફેક્ટરીઓ પર નિર્ભર છે અને વિશ્વમાં મોટાભાગના નવા iPhones નું શિપિંગ અને ઉત્પાદન ચીનથી થાય છે.





