/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Surat-Diamond-Bourse-5-1.jpg)
Tata Altroz XM,XMS: ટાટા અલ્ટ્રોઝ કાર (photo: @TataMotors_Cars)
Tata Altroz XM and XMS Launched in India: Tata Altroz ​​XM અને XM S ભારતમાં લૉન્ચ: ટાટા મોટર્સની નવી કાર લોન્ચ થઇ છે. Tata Motors એ તેના Altroz ​​મૉડલનું વિસ્તરણ કરતા ભારતીય બજારમાં વધુ બે નવા વેરિઅન્ટ અલ્ટ્રોઝ એક્સએમ (Altroz ​​XM) અને અલ્ટ્રોઝ એસ (Altroz ​​S) લોન્ચ કર્યા છે. નવી અલ્ટ્રોઝ કારની કિંમત 6.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ નવી કારએ XE અને XM+ વેરિઅન્ટની વચ્ચે આવે છે. આમાં ઘણા નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ લેટેસ્ટ Tata Altroz ​​XM અને XM (S), બંને વેરિઅન્ટમાં માત્ર પેટ્રોલ મેન્યુઅલ એન્જિન છે.
Tata Altroz ​​XM અને XM-Sના ફીચર
ટાટા મોટરની નવી કારના ફીચરની વિશે વાત કરીએ તો અલ્ટ્રોઝ XM વેરિઅન્ટમાં સ્ટિયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, ઊંચાઈ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઇલેક્ટ્રિકલી-એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ ORVM અને કવરની સાથે 16-ઇંચના વ્હીલ્સ આવે છે. Tata Altroz​​ના XM (S) વેરિયન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફ પણ આવે છે.
આ ઉપરાંત અલ્ટ્રોઝને ખરીદનાર પાસે કંપનીના એક્સેસરીઝ કેટેલોગમાંથી તેમની પસંદગીની મોટી સાઇઝની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ પણ હશે. નવા વેરિઅન્ટ્સ ઉપરાંત ટાટા મોટર્સ હવે અલ્ટ્રોઝના તમામ મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટ્સમાં 4 પાવર વિન્ડો અને ફોલો મી હોમ લેમ્પની સાથે રિમોટ કી-લેસ એન્ટ્રી જેવા સ્ટાન્ડર્ડ ફીચર આવશે. કેટલાક વધારાના ફીચરોમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, ક્રૂઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. અલ્ટ્રોઝના XM અને XM(S) વેરિયન્ટ્સને ટોપ-એન્ડ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. ટાટા અલ્ટ્રોઝના ટોપ-સ્પેક XT વેરિઅન્ટમાં R16 હાઇપરસ્ટાઇલ વ્હીલ્સ પણ છે અને તેમાં ડ્રાઇવર સીટ હાઇટ એડજસ્ટરની સાથે રિયર ડિફોગર પણ આવે છે. અલ્ટ્રોઝ લાઇનઅપમાં અન્ય ફીચરો યથાવત છે.
Introducing Tata ALTROZ XM and XM(S) variants, now with high-end features at an entry-level price. Accessorize the variants as per your choice!
Visit https://t.co/u8pVKNNCPi to book yours today!#ALTROZXM#ALTROZXMS#ALTROZ#TheGoldStandard#PremiumHatchback#TataMotorspic.twitter.com/nDmIYV5vSS— Tata Motors Cars (@TataMotors_Cars) July 20, 2023
Tata Altroz ​​XM અને XM (S)નું એન્જિન
Tata Altrozના બંને લેટેસ્ટ વેરિઅન્ટમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 87bhpનો પાવર અને 115Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પ મર્યાદિત છે. નવી કારમાં ફીટ કરાયેલ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ચોમાસામાં ઈલેક્ટ્રિક કારની સંભાળની છે ચિંતા? આ 4 સરળ રીતોથી તમારા EVની કરો જાળવણી
Tata Altroz ​​XM અને XM-Sની કિંમત
જો નવી કારની પ્રાઇસની વાત કરીયે તો Tata Altroz ​​XM વેરિઅન્ટની એક્સ-શોરૂમ પ્રાઇસ 6.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Altroz ​​XM-S વેરિઅન્ટની કિંમત 7.35 લાખ રૂપિયા છે. ટાટાની આ નવી કાર બજારમાં ઉપલબ્ધ Maruti Suzuki Baleno અને હ્યુન્ડાઇ આઇ20 (Hyundai i20) જેવા વ્હિકલની ટક્કર આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us