Tata Motors Car Festival Discount Offer: ટાટા મોટર્સની કાર ખરીદવાનો શ્રેષ્ઠ મોકો આવ્યો છે. જીએસટી રિફોર્મ્સ બાદ ટાટા મોટર્સે તેના પેસેન્જર વ્હીકલની કિંમતમાં ઘટાડો કરીને તમામ કાર મોડલ્સ પર સ્પેશિયલ ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરી છે. આ ફેસ્ટિવલ ઓફરમા કાર ઉપર 45 હજારથી 1.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ઓફર્સ MY24 અને MY25 બંને મોડેલો પર લાગુ પડશે અને ઓફરની કુલ લાભની રકમ મોડેલ, વેરિઅન્ટ અને ફ્યુઅલ પ્રકાર અનુસાર બદલાય છે. ટાટા કાર ડિસ્કાઉન્ટ ઓફર સ્ટોકની ઉપલબ્ધતાના આધારે 3 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે.
MY24 મોડલ માટે ટાટા મોટર્સ ફેસ્ટિવલ ઓફર
Tiago (ટિયાગો) અને Tigor (ટીગોર) (પેટ્રોલ / સીએનજી) – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹20,000 અને ₹30,000. એક્સચેન્જ / સ્ક્રેપેજ બોનસ ₹15,000. કુલ નફો ₹35,000 અને ₹45,000.
Altroz (અલ્ટ્રોઝ) (પેટ્રોલ / સીએનજી, ડીઝલ) – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹50,000 અને એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹50,000. કુલ નફો ₹1,00,000.
Altroz Racer (અલ્ટ્રોઝ રેસર) પેટ્રોલ – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹85,000 અને એક્સચેન્જ / સ્ક્રેપેજ ₹50,000. કુલ નફો ₹1,35,000.
Punch (પંચ) કાર પેટ્રોલ / સીએનજી મોડલ – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹25,000. કોઈ એક્સચેન્જ / સ્ક્રેપેજ બોનસ નથી.
Nexon (નેક્સન) પેટ્રોલ/સીએનજી અને ડીઝલ મોડલ – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹35,000 અને એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹10,000. કુલ નફો ₹45,000.
Harrier (હેરિયર) અને સફારી (Safari) ડીઝલ મોડલ – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹50,000 અને એક્સચેન્જ / સ્ક્રેપેજ ₹25,000. કુલ નફો ₹75,000.
Curvv (કર્વ) પેટ્રોલ / ડીઝલ – ગ્રાહક ડિસ્કાઉન્ટ ₹30,000. કોઈ એક્સચેન્જ / સ્ક્રેપેજ બોનસ નથી.
MY25 મોડલ્સ માટે ટાટા ફેસ્ટિવ ઓફર્સ
Tiago (ટિયાગો) (ઓલ વેરિઅન્ટ્સ, XE) – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹10,000 અને એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹15,000. ટિયાગો એક્સઇ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.
Tigor (ટિગોર) (તમામ વેરિઅન્ટ્સ) – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹15,000 અને એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹15,000.
Altroz (અલ્ટ્રોઝ) (આઉટગોઇંગ વેરિઅન્ટ્સ) – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹40,000 અને એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹25,000. કુલ નફો ₹ 65,000. નવા વેરિઅન્ટ્સ પર કોઈ ઓફર નથી.
Punch (પંચ) પેટ્રોલ / સીએનજી મોડલ – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹5,000, એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹15,000 અને લોયલ્ટી બોનસ ₹20,000. કુલ બચત ₹40,000.
Nexon (નેક્સન) પેટ્રોલ / સીએનજી / ડીઝલ કાર – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹10,000, એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹15,000, લોયલ્ટી બોનસ ₹20,000. કુલ નફો ₹45,000.
Curvv (કર્વ) (ઓલ વેરિઅન્ટ્સ) – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹20,000 અને એક્સચેન્જ/સ્ક્રેપેજ ₹20,000.
Harrier ફિયરલેસ એક્સ + અને સફારી એક્સમટેડ એક્સ + – કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ ₹25,000 અને એક્સચેન્જ / સ્ક્રેપેજ ₹25,000. કુલ નફો ₹50,000.
Harrier (હેરિયર) અને Safari સફારીના અન્ય નવા વેરિઅન્ટ્સ – એક્સચેન્જ / સ્ક્રેપેજ બોનસ ફક્ત ₹25,000.
ટાટા મોટર્સ ફેસ્ટિવલ કાર ડિસ્કાઉન્ટ ઓફર હેઠળ કાર ખરીદતા પહેલા, ગ્રાહકોએ આ ઓફર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ અથવા તેમની નજીકની ટાટા મોટર્સ ડીલરશીપની મુલાકાત લેવી આવશ્યક છે.