TMCVL Share Listing : IPO વગર ટાટા ગ્રૂપની વધુ એક કંપની લિસ્ટેડ, TMCVL શેરધારકોને 28 ટકા વળતર

Tata Motors Commercial Vehicles Share Price Listing : ટાટા મોટર્સ ડિમર્જર બાદ ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ (TMCVL) શેર લિસ્ટિંગ 28 ટકા ઉંચા ભાવ થયું છે.

Written by Ajay Saroya
Updated : November 12, 2025 10:46 IST
TMCVL Share Listing : IPO વગર ટાટા ગ્રૂપની વધુ એક કંપની લિસ્ટેડ, TMCVL શેરધારકોને 28 ટકા વળતર
Tata Motors Demerger : ટાટા મોટર્સનું બે કંપનીમાં ડીમર્જર થયું છે. (Photo: Tata Motors)

Tata Motors Commercial Vehicles Share Price Listing : ટાટા મોટર્સ ડિમર્જર બાદ ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ (TMCVL) કંપનીનું શેર લિસ્ટિંગ 28 ટકા ઉંચા ભાવે છે. એનએસઇ પર ટાટા મોટર્સ CVનો શેર 335 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે, જે તેની ડિસ્કવરી પ્રાઇસ 260.75 રૂપિયાની તુલનામાં 28 ટકા પ્રીમિયમ દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ટાટા મોટર્સ લિમિટેડનું ડિમર્જર બે અલગ અલગ કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ (TMPVL) અને ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડમાં (TMCVL) થયું છે.

TMCVL શેર 28 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ (TMCVL)નું શેર લિસ્ટિંગ 28 ટકા પ્રીમિયમે થયું છે. એનએસઇ પર TMCVL શેર ડિસ્કવરી પ્રાઇસ 260.75 રૂપિયાની તુલનામાં 335 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. તો બીએસઇ પર TMCVLનો શેર 261.90 રૂપિયાની ડિસ્કવરી પ્રાઇસ સામે 330.25 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. શેર વધીને ઉપરમાં 346 રૂપિયા સુધી ગયો હતો.

TMPVL શેર નરમ

ટાટા મોટર્સના ડિમર્જર બાદ અસ્તિત્વમાં આવેલી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ (TMPVL) શેર આજે નરમ ટ્રેડિંગ કરી રહ્યો છે. TMPVL શેર પાછલા બંધ 407.50 સામે ફ્લેટ આજે 407.75 ખુલ્યો હતો.

Tata Motors Demerger : ટાટા મોટર્સ ડીમર્જર

આ પગલું ટાટા ગ્રૂપની તે લાંબાગાળાની યોજનાનો ભાગ છે, જે હેઠળ કંપની પોતાના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને અલગ અલગ કંપનીમાં વિભાજન કરવામાં છે. હવે પેસેન્જર વ્હીકલ, એસયુવી, ઇલેક્ટ્રિક વ્હીકલ અને જગુઆર લેન્ડરોવરના બિઝનેસને એક નવી કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલર લિમિટેડ (TMPVL)માં ટ્રાન્સફર કરવામાં આવશે. તો ટ્રક, બસ, પીકઅપ જેવા હેવી અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસની જવાબદારી ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ સંભાળશે. (TMCVL)

આ પણ વાંચો | Tata Motors : 80 વર્ષમાં 4 વખત નામ બદલાયું, હવે કંપનીનું બે ભાગમાં વિભાજન, જાણો શેરધારકોને શું અસર થશે?

Tata Motors Demerger Ratio : ટાટા મોટર્સ ડીમર્જર રેશિયો

ટાટા મોટર્સનું ડીમર્જર 1 ઓક્ટોબર 2025થી લાગુ થયું હતું. જેને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) મુંબઇ ખંટપીઠે મંજૂરી આપી હતી. ટાટા મોટર્સ ડીમર્જર માટે રેકોર્ડ ડેટ 14 ઓક્ટોબર, 2025 નક્કી કરવામાં આવી હતી. આ ડીમર્જર માટે શેર રેશિયો 1:1 છે. એટલે કે ટાટ મોટર્સના શેરધારકોને બંને નવી કંપનીના 1 – 1 શેર મળ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ