/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tata-motors.jpg)
Tata Motors : ટાટા મોટર્સ ભારતની અગ્રણી ઓટો કંપની છે. (Photo - tatamotors.com)
Tata Motors Demerge, Share Price Crossed 1000 Rupee : શેર બજારમાં નરમાઇ વચ્ચે પણ ટાટા મોટર્સના સ્ટોકમાં તેજી જોવા મળી છે. ટાટા મોટર્સનો શેર ઉછળીને 1000 રૂપિયાનું લેવલ કુદાવી વર્ષની ઉંચા સપાટીએ પહોંચ્યો છે. આ તેજીનું કારણ ટાટા મોટર્સના મેનેજમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. ટાટા મોટર્સ કંપનીને ડિમર્જ કરવાનો નિણય લેવાયો છે. જાણો કંપનીના આ નિર્ણયથી શેર અને રોકાણકારોને શું અસર થશે
ટાટા મોટર્સનું ડિમર્જર થશે
ટાટા મોટર્સને બે ભાગમાં ડિમર્જ કરવાનો નિર્ણય લેવાયો છે, જે હેઠળ કંપનીના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને બે અલગ અલગ લિસ્ટેડ કંપનીમાં વિભાજીત કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે. આ નિર્ણયને શેર બજાર અને રોકાણકારોએ આવકાર્યો છે. જેની અસરે ટાટા મોટર્સના શેરમાં તેજી જોવા મળી છે.
ટાટા મોટર્સનું બે એન્ટિટીમાં વિભાજન થશે
ટાટા મોટર્સે તેના બિઝનેસ વર્ટિકલને બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત કરવાની જાહેરાત કરી છે. જેમાં (1) કોમર્શિયલ વ્હીકલ (CV) બિઝનેસ અને સંબંધિત રોકાણ એક એન્ટિટીમાં હશે. અને (2) પેસેન્જર વ્હીકલ (PV) બિઝનેસ, જેમાં પેસેન્જર વ્હીકલ (PV), ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), જગુઆર લેન્ડ રોવર (JLR) અને અન્ય એન્ટિટીમાં સંબંધિત રોકાણોનો સમાવેશ થાય છે.
બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ડિમર્જર યોગ્ય દિશામાં એક પગલું હોવાનું જણાય છે, તેથી ટાર્ગેટ પ્રાઇસ પર પુનર્વિચાર કરવાની જરૂર નથી, જે પહેલેથી જ SoTP વેલ્યૂએશન પર આધારિત છે. કંપનીએ કહ્યું કે આ બિઝનેસ ડિવિઝનને NCLT એરેન્જમેન્ટ પ્લાન દ્વારા લાગુ કરવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tata-motors-Nexon-Nexon-EV-Harrier-Safar-dark-Edition.jpg)
ટાટા મોટર્સ ડિમર્જર થી શેરધારકને શું મળશે
ટાટા મોટર્સ લિમિટેડના ડિમર્જરથી તમામ શેરધારકોની પાસે બંને લિસ્ટેડ કંપનીમાં સમાન હિસ્સેદારી રહેશે. ડિમર્જર પ્લાનને આગામી મહિનામાં મંજૂરી માટે કંપનીના બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉપરાંત ડિર્જર પ્લાનને શેરધારક, સેબી સહિત સંબંધિત રેગ્યુલેટરી મંજૂરીની જરૂર પડશે, જેમાં 12 થી 15 મહિનાનો સમય લાગશે. કંપનીના મતે બિઝનેસ વિભાજનથી કર્મચારી, ગ્રાહક અને અમારા બિઝનેસ પાર્ટનર પર કોઇ પ્રતિકુળ અસર થશે નહીં.
ટાટા મોટર્સ શેરમાં તેજી
ડિમર્જરના અહેવાલ બાદ ટાટા મોટર્સના શેરમાં આજે તેજી જોવા મળી હતી. શેર બજાર બીએસઇ પર ટાટા મોટર્સનો શેર ઉછળી 1065 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. સેશનના અંતે શેર 3.5 ટકા વધી 1022 બંધ થયો હતો. કંપનીની માર્કેટકેપ 3,39,619. કરોડ રૂપિયા થઇ હતી. તો ટાટા મોટર્સ ડીવીઆર શેર 712.90 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે 3 ટકા વધી 679.55 રૂપિયા બંધ થયો હતો. કંપનીની માર્કેટકેપ 34,481.58 કરોડ રૂપિયા હતી.
ટાટા મોટર્સ શેર ખરીદવો કે વેચવો?
ટાટા મોટર્સના શેરમાં તેજી અને બ્રોકરેજ ફર્મ પણ પોઝિટિવ આઉટલૂક ધરાવે છે. રેટિંગ એજન્સી નોમુરાએ ટાટા મોટર્સમાં બાયના રેટિંગ સાથે 1057 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. તો મોતીલાલ ઓસ્વાલે ટાટા મોટર્સની તાજેતરની કામગીરીને ધ્યાનમાં લીધી છે અને શેર દીઠ રૂ. 1,000નો ટાર્ગેટ પ્રાઇસ યથાવત રાખીને, બાય માંથી ન્યૂટ્રલ પર શેર ડાઉનગ્રેડ કર્યો છે. ટાટા મોટર્સના શેરમાં છેલ્લા 36 મહિનામાં 204 ટકાનું આકર્ષક વળતર મળ્યું છે, છતાં ઉંચા માર્જિનથી મુખ્ય સૂચકાંકોને પાછળ રાખ્યા છે પણ, બ્રોકરેજ ફર્મ શેરમાં તાજેતરના તીવ્ર ઉછાળાને પગલે મર્યાદિત વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us