Tata Motors Demerger Share Split : ટાટા મોટર્સ ભારતની પ્રખ્યાત ઓટો કંપની છે. હવે Tata Motorsના 80 વર્ષના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. 13 ઓક્ટોબર, 2025ના રોજ Tata Motors નું નામ બદલીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ (TMPVL) કરવામાં આવ્યું છે. માત્ર ફેરફારથી માત્ર નામ જ નથી બદલાયું, પરંતુ કંપનીની ભવિષ્યની દિશા નક્કી કરનાર ઐતિહાસિક પગલું છે.
Tata Motors Demerger : ટાટા મોટર્સ ડીમર્જર
આ પગલું ટાટા ગ્રૂપની તે લાંબાગાળાની યોજનાનો ભાગ છે, જે હેઠળ કંપની પોતાના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને અલગ અલગ કંપનીમાં વિભાજન કરવામાં છે. હવે પેસેન્જર વ્હીકલ, એસયુવી, ઇલેક્ટ્રિક વ્હીકલ અને જગુઆર લેન્ડરોવરના બિઝનેસને એક નવી કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલર લિમિટેડ (TMPVL)માં ટ્રાન્સફર કરવામાં આવશે. તો ટ્રક, બસ, પીકઅપ જેવા હેવી અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસની જવાબદારી ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ સંભાળશે. (TMCVL)
Tata Motors Demerger Ratio : ટાટા મોટર્સ ડીમર્જર રેશિયો
ટાટા મોટર્સનું ડીમર્જર 1 ઓક્ટોબર 2025થી લાગુ થયું હતું. જેને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) મુંબઇ ખંટપીઠે મંજૂરી આપી હતી. ટાટા મોટર્સ ડીમર્જર માટે રેકોર્ડ ડેટ 14 ઓક્ટોબર, 2025 નક્કી કરવામાં આવી હતી. આ ડીમર્જર માટે શેર રેશિયો 1:1 છે. એટલે કે ટાટ મોટર્સના શેરધારકોને બંને નવી કંપનીના 1 – 1 શેર મળશે.
Tata Motors Name Change : ટાટા મોટર્સનું નામ 80 વર્ષમાં 4 વખત બદલાયું
ટાટા મોટર્સનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે અને દરેક વખત નામ બદલવા પાછળ એક નવો વિચાર રહ્યો છે. સમય સાથે કંપનીના બિઝનેસની દિશાને સ્પષ્ટપણે પરિભાષિત કરવાનો હેતુ રહ્યો છે.
1945 : જેઆરડી ટાટા દ્વારા વર્ષ 1945માં ટાટા લોકોમોટિવ અને એન્જિનિયરિંગ કંપની લિમિટેડ નામ કંપનીની શરૂઆત કરી હતી. એક એવી કંપની જે ભારતના ઔદ્યોગિક ભવિષ્યનું સપનું જોઇ રહી હતી.
1960 : ત્યાર પછી નામ બદલીને ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની લિમિટેડ (TELCO) થયું. આ તે સમય હતો જ્યારે ભારતમાં ઔદ્યોગિક કાંતિની શરૂઆત થઇ રહી હતી.
2000 : કંપની એ એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી નામ ટાટા એન્જિનિયરિંગ લિમિટેડ કર્યું.
2003 : એક નિર્ધાયક વળાંક, જ્યારે TELCO નું નામ બદલીને ટાટા મોટર્સ લિમિટેડ થયું. તે સમયે રતન ટાટા કહ્યું હતું કે, ટાટા મોટર્સ તે કામને વ્યાખ્યાયિત કરે છે, જે હકીકતમાં અમે કરીયે છીએ.
હવે વર્ષ 2025માં ટાટા મોટર્સ લિમિટેડનું બે ભાગમાં વિભાજન થયું છે – (1) ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને (2) ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ.
ટાટા મોટર્સ ડીમર્જરથી શેરધારકોને શું અસર થશે?
ટાટા મોટર્સ લિમિટેડના ડીમર્જરથી શેરધારકોને પણ અસર થશે. ડીમર્જરથી ટાટા મોટર્સ લિમિટેડ કંપનીના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસનું બે કંપનીમાં વિભાજન થયું છે – (1) ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને (2) ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ. આ ડીમર્જર હેઠળ ટાટા મોટર્સ લિમિટેડ કંપનીનું શેર વિભાજન થયું છે, જે અંતર્ગત શેરધારકોને બંને કંપનીના 1-1 શેર મળશે.
ટાટા મોટર્સ શેર ઘટ્યો, ડિમર્જરની અસર!
ટાટા મોટર્સનો શેર ઘટીને સેન્સેક્સનો ટોપ લુઝર સ્ટોક બન્યો હતો. બીએસઇ પર આજે ટાટા મોટર્સનો શેર 1.2 ટકા ઘટીને 390,75 બંધ થયો હતો. આમ તો ટાટા મોટર્સનો શેર પાછલા બંધ ભાવ 395 રૂપિયા સામે આજે વધીને 404.95 રૂપિયા ખુલ્યો હતો. જો કે ત્યારબાદ ભારે વેચવાલીથી શેર ઘટીને 388 રૂપિયા સુધી ગયો હતો. સેશનના અંતે શેર 1.2 ટકા ઘટી 390.75 રૂપિયા બંધ થયો છે. કંપનીની માર્કેટકેપ 1,43,887 કરોડ રૂપિયા થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ટાટા મોટર્સ લિમિટેડનું ડિમર્જર થયું છે, જે અંતર્ગત કંપનીના પેસેન્જર વ્હીલર બિઝનેસની અલગ એન્ટિટી બનાવાઇ છે. હવે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ (TMPVL) અને ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ (TMCVL) એમ બે કંપની રહેશે. TMCVLનો શેર નવેમ્બરમાં સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવા સંભવ છે.