Tata Motors DVR: ટાટા મોટર્સના શેર ઐતિહાસિક ટોચે, ટાટા મોટર્સ ડીવીઆર શેર કેન્સલ થવાથી રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે

Tata Motors share all time high: ટાટા મોટર્સ કંપનીના બોર્ડે ડીવીઆર શેર કેન્સલ કરીને તેને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે, તેનાથી રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે જાણો...

Tata Motors share all time high: ટાટા મોટર્સ કંપનીના બોર્ડે ડીવીઆર શેર કેન્સલ કરીને તેને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે, તેનાથી રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે જાણો...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tata Tech IPO: ટાટા ટેક્નોલોજી આઈપીઓમાં થશે બમ્પર કમાણી, IPO પહેલા ગ્રે માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ, આ તારીખે ખુલશે ટાટા ગ્રૂપની કંપનીનો આઈપીઓ

Tata Motors: ટાટા મોટર્સનો લોગો (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Tata Motors DVR share cancelled : ટાટા મોટર્સના રોકાણકારો માટે એક સાથે બે-બે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. શેર બજારમાં ટાટા મોટર્સનો શેર સર્વોચ્ચ ઉંચી સપાટીએ પહોંચવાની સાથે સાથે કંપનીના બોર્ડે ડિફરેન્શિયલ વેટિગ રાઇટ્સ (ડીવીઆર/DVR) શેરને કેન્સલ કરીને તેને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ ડીવીઆર બંનેમાં તેજી જોવા મળી છે. નોંધનિય છે કે, ટાટા મોટર્સે જૂન ક્વાર્ટર 2023ના એકંદરે પ્રોત્સાહક પરિણામ જાહેર કર્યા છે.

Advertisment

ટાટા મોટર્સનો શેર ઓલટાઇમ હાઇ

ટાટા ગ્રૂપની ફ્લેગશિપ ઓટો કંપની ટાટા મોટર્સનો શેર બુધવારે, 26 જુલાઇ 2023ના રોજ ઇન્ટ્રા-ડેમાં બે ટકાની તેજીમાં 665 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે ઉંચા સ્તરે પ્રોફિટ બુકિંગના દબાણથી શેર કામકાજના અંતે માત્ર 0.18 ટકાના સુધારે 640.60 રૂપિયા બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 2,12,798 કરોડ રૂપિયા થઇ હતી.

ટાટા મોટર્સ ડીવીઆર શેરનો ભાવ પણ ઐતિહાસિક ઉંચાઇએ

ટાટા મોટર્સની સાથે સાથે ટાટા મોટર્સ ડીવીઆરના શેર પણ મોટા ઉછાળે ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા હતા. ટાટા મોટર્સ ડીવીઆરનો શેર ઇન્ટ્રા-ડે 22 ટકા જેટલો ઉછળીને 440 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સેશનના અંતે ડીવીઆર શેર 12.4 ટકાની તેજી સાથે 419 રૂપિયા બંધ થયો હતો. ડીવીઆર શેરની માર્કેટકેપ 21,329 કરોડ રૂપિયા છે.

ઓર્ડિનરી શેરની તુલનાએ ડીવીઆર શેર 35 ટકા સસ્તા

ટાટા મોટર્સ ઓર્ડિનરી અને ટાટા મોટર્સ ડીવીઆર શેર બંને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. બુધવારે ટાટા મોટર્સના શેરનો છેલ્લો બંધ ભાવ 640 રૂપિયા અને ડીવીઆર શેરનો ભાવ 419 રૂપિયા હતો. આમ બંને કંપનીના શેર વચ્ચેનો ભાવ તફાવત પ્રત્યેક શેર દીઠ 221 રૂપિયા છે. જો સરળ શબ્દોમાં કહેવુ હોય તો ઓર્ડિનરી શેર કરતા ડીવીઆર શેર હાલ 35 ટકા જેટલા સસ્તા ભાવે મળી રહ્યા છે.

Advertisment

ટાટા મોટર્સ ડીવીઆર શેરનો સ્વેપ પ્રસ્તાવ

ટાટા મોટર્સ કંપનીએ 25 જુલાઇના રોજ જૂન ક્વાર્ટર 2023ના નાણાંકીય પરિણામ જાહેર કરવાની સાથે સાથે કંપનીના ડીવીઆર શેરને કેન્સલ કરી તેને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ કંપની તેના ડીવીઆર શેરને કેન્સલ કરશે અને ડીવીઆર શેરધારકને પ્રત્યેક 10 ડીવીઆર શેરની સામે 7 ઓર્ડિનરી શેર ઇશ્યૂ કરવામાં આવશે. તમને જણાવી દઇયે કે ડીવીઆર શેરધારકો ઓર્ડિનરી સ્ટોકના વોટિંગ રાઇટ્સનો 1/10 ટકા હિસ્સો ધરાવે છે અને 5 ટકા વધારે ડિવિડન્ટ પેમેન્ટના હકદાર હોય છે.

ટાટા મોટર્સ ઓર્ડિનરી અને ડીવીઆર શેર વચ્ચેનો ભાવ તફાવત ઘટ્યો

ટાટા મોટર્સના કંપની બોર્ડે લીધેલા આ નિર્ણયથી ઓર્ડિનરી શેર અને ડીવીઆર શેર વચ્ચેનો ભાવ તફાવત ઘટ્યો છે. પ્રસ્તાવ અનુસાર કંપની તેના ડીવીઆર શેરને કેન્સલ કરશે અને ડીવીઆર શેરધારકને પ્રત્યેક 10 ડીવીઆર શેરની સામે 7 ઓર્ડિનરી શેર ઇશ્યૂ કરવામાં આવશે. આજના છેલ્લા બંધ ભાવ અનુસાર ટાટા મોટર્સના 7 ઓર્ડિનરી શેરનુ મૂલ્ય 4480 રૂપિયા અને 10 ડીવીઆર શેરનું મૂલ્ય 4,190 રૂપિયા થાય છે. આમ આજે બંને શેર વચ્ચેનો ભાવ તફાવત ઘટીને 290 રૂપિયા કે 8 ટકા જેટલો થયો જે અગાઉ 20 ટકાથી પણ વધારે હતો.

ડીવીઆર શેર એટલે શું? તેમાં રોકાણકારોને શું ફાયદો થાય છે?

ડીવીઆરનું પુરું નામ ડિફરેન્શિયલ વેટિગ રાઇટ્સ છે અને તે એક સામાન્ય શેરની જેમ જ હોય છે, પરંતુ શેરધારકોને તેમાં વોટિંગ રાઇટ્સ ઓછો મળે છે. વોટિંગ રાઇટ્સ ઓછો હોવાના કારણે કંપની વોટિંગ રાઇટ્સ ગુમાવ્યા વગર આવા ડીવીઆર શેર ઇશ્યૂ કરીને સરળતાપૂર્વક બજારમાંથી નાણાં એક્ત્ર કરી શકે છે.

ડીવીઆર શેરમાં વોટિંગ રાઇટ્સ ઓર્ડિનરી શેરની તુલનાએ 10 ટકા હોય છે. પરંતુ ડીવીઆર શેરધારક રોકાણકારો 5 ટકા વધારે ડિવિડન્ડ મેળવવા હકદાર હોય છે. ટાટા મોટર્સે પહેલીવાર 2008માં ડીવીઆર શેર ઇશ્યૂ કર્યા હતા. ત્યારબાદ કંપનીએ વર્ષ 2010માં ક્યુઆઇપી અને વર્ષ 2015માં રાઇટ્સ ઇશ્યૂ મારફતે ડીવીઆર શેર ઇશ્યૂ કર્યા હતા. કંપનીના ડીવીઆર સ્ટોક કેન્સલ કરવાથી કંપનીના ઇક્વિટી શેરમાં 4.2 ટકાનો ઘટાડો થશે, તેનાથી તમામ શેરધારકોને ફાયદો થશે, શેરની વેલ્યૂએશન વધશે.

ડીવીઆર શેરને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયામાં લગભગ 12થી 15 મહિના જેટલો સમય લાગશે. તેમજ આ શેર ઉપર કેપિટલ ગેઇન ટેક્સ પણ લાગુ થશે.

આ પણ વાંચો- શેર-સટ્ટાના નફા પર ટેક્સ કેવી રીતે બચાવી શકાય? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સથી બચવાની ટીપ્સ

ટાટા મોટર્સ ડીવીઆરમાં રાકેશ ઝૂનઝૂનવાલાનો પણ હિસ્સો

એક નિર્ણયથી ટાટા મોટર્સ ડીવીઆર શેર ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો. જો શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીયે તો ટાટા મોટર્સ ડીવીઆરમાં મ્યુચ્યુઅલ ફંડ્સની 28.82 ટકા હિસ્સેદારી છે. ઉપરાંત આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ પણ 19.35 ટકા હિસ્સો ધરાવે છે. ઉપરાંત ફ્રેન્કલિન ટેમ્પલ્ટન, સિંગાપોર સરકાર અને વાનગાર્ડ જેવા વિદેશી રોકાણકારો પાસે પણ શેર છે. તેમજ ભારતના આઇશ ઇન્વેસ્ટર્સ ગણાતા રેખા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં પણ ટાટા મોટર્સ ડીવીઆર સામેલછે. જૂન અંત સુધીમાં તેમનું શેરહોલ્ડિંગ 1.92 ટકા હતું.

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર