Tata Motors: ટાટા મોટર્સ કાર ખરીદવાની સુવર્ણ તક, 1.40 લાખ સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ

Tata Motors Cars Price Cuts: ટાટા મોટર્સ King Of SUVs ફેસ્ટિવલ ઓફર હેઠળ લોકપ્રિય એસયુવી પર 1.40 લાખ સુધીનું જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Tata Motors Cars Price Cuts: ટાટા મોટર્સ King Of SUVs ફેસ્ટિવલ ઓફર હેઠળ લોકપ્રિય એસયુવી પર 1.40 લાખ સુધીનું જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tata Group Companies: ટાટા ગ્રૂપની કેટલી કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે, જુઓ સંપૂર્ણ યાદી

Tata Motors: ટાટા મોટર્સ શેરબજારમાં લિસ્ટેડ ટાટા ગ્રૂપની લિસ્ટેડ ઓટો કંપની છે. (Express File)

Tata Motors SUV Price Cut: ટાટા મોટર્સ દ્વારા લોકપ્રિય એસયુવી કાર ખરીદવી સસ્તી થઇ છે. તહેવારની સીઝન પહેલા જ ટાટા મોટર્સે King Of SUVs ફેસ્ટિવલની ઘોષણા કરી છે. જે હેઠળ કંપની દમદાર એસયુવી ટાટા સફારી અને ટાટા હેરિયર પર જબરદસ્ત જંગી ડિસ્કાઉન્ટ આપી રહી છે. આટલું જ નહીં કંપની પોતાની તમામ એસયુવી પર ધમાકેદાર ઓફર અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ ટાટા હેરિયર અને ટાટા સફારીની આરંભિક કિંમતમાં ફેરફાર કરાયો છે. આ ઓફરમાં લોકોને લાખો રૂપિયાની બચત થશે.

Advertisment

ટાટા મોટર્સની દમદાર એસયુવી હેરિયર અને સફારીની આરંભિક કિંમતમાં આકર્ષક ફેરફાર કરાયો છે. ટાટા મોટર્સ હેરિયર અને સફારી પર 1.40 લાખ રૂપિયા સુધીનું જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ટાટા હેરિયરની આરંભિક કિંમત 14.99 રૂપિયા અને ટાટા સફારીની કિંમત 15.49 લાખ રૂપિયા એક્સ શો રૂમ કરી દીધી છે.

ઉપરાંત ટાટા નેક્સનની આરંભિક કિંમત 7.99 લાખ રૂપિયા અને ટાટા પંચની કિંમત 6.12 લાખ રૂપિયા કરવામાં આવી છે. તમને જણાવી દઇયે કે, આ આ ડિસ્કાઉન્ટ ઓફર 31 જુલાઇ, 2024 સુધી ઉપલબ્ધ છે.

Tata Punch | Tata Mototrs Car
Tata Punch: ટાટા પંચ ટાટા મોટર્સ કંપનીની લોકપ્રિય કાર છે. (Photo - Tata Motors)
Advertisment

આ પણ વાંચો | ટાટા કર્વ ઈવી ની પહેલી ઝલક, લોન્ચ પહેલા ટિઝર રિલીઝ, સિટ્રોએન બેસાલ્ટ સાથે ટકરાશે

ટાટા મોટર્સ 20 લાખ એસયુવી વેચી

ઓટો કંપની ટાટા મોટર્સ એસયુવી કાર વેચાણનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કરવાની ઉજવણી કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 20 લાખ એસયુવી કાર વેચવામાં આવી છે. આ માઈલસ્ટોન હાંસલ કર્યા બાદ કંપની એ પોતાની એસયુવી પર આ ડિસ્કાઉન્ટની ઘોષણા કરી છે.

ટાટા ગ્રુપ Auto news બિઝનેસ