Cars Become Cheaper After GST Down : કાર ખરીદવાનો ઉત્તમ સમય આવ્યો છે. સરકારે કાર પર જીએસટી રેટ ઘટાડ્યા બાદ ટાટા મોટર્સ થી મારૂતિ સુઝુકી, મહિન્દ્રા અને હ્યુન્ડાઇ સહિત ઘણા કંપનીઓએ તેમના વાહનોની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. જો તમે નવી કાર ખરીદનારને 40,000 થી 2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો થશે. નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થઇ રહ્યા છે. નવરાત્રી અને દિવાળી પર વેચાણ વધારવા માટે કંપનીઓ અત્યારથી જ કારની કિંમત ઘટાડી બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. ચાલો જાણીયે વિવિધ ઓટો કંપનીઓની કઇ કાર કેટલી સસ્તી થઇ છે.
મારૂતિ સુઝુકી કાર સસ્તી થઇ
મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવે સરકારના તાજેતરના GST સુધારાઓનું સ્વાગત કર્યું છે અને તેને ઓટો ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ રાહત પગલું ગણાવ્યું છે. ભાર્ગવે કહ્યું કે આ પગલું દિવાળી પહેલા લાગુ કરવામાં આવ્યું હતું અને તે નાની કારના વેચાણ અને ગ્રાહકોની પ્લેટમાં “બટર” પાછું લાવશે.
એક મીડિયા પ્લેટફોર્મ સાથે વાત કરતા ભાર્ગવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં માંગમાં ઘટાડો અને વધતા ખર્ચને કારણે ઓટો ઉદ્યોગ દબાણ હેઠળ છે. તેમણે કહ્યું, “આ સુધારણા ફક્ત એક કે બે મહિના માટે નથી, પરંતુ લાંબા સમય સુધી અર્થતંત્ર અને ઉદ્યોગને અસર કરશે. નાની કાર સેગમેન્ટ, જે મારુતિના કુલ વેચાણમાં લગભગ 70% હિસ્સો ધરાવે છે, તે હવે વાર્ષિક 10% વૃદ્ધિ પામી શકે છે, અને સમગ્ર ઓટો સેક્ટરનો વિકાસ દર વાર્ષિક 7-8% સુધી પહોંચી શકે છે.”
આરસી ભાર્ગવે કિંમતોમાં સંભવિત ઘટાડા વિશે પણ માહિતી આપી. તેમના મતે, મારૂતિ સુઝુકી અલ્ટોની કિંમતમાં 40,000 થી 50,000 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, તો વેગનઆરના એન્ટ્રી-લેવલ મોડેલમાં 60,000 – 67,000 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
મારુતિ સુઝુકી નવી કાર કિંમત (અંદાજી)
કાર મોડલ GST ઘટાટ્યા બાદ કિંમત (સંભવિત) નવી કિંમત (સંભવિત) ઘટાડો અલ્ટો કે10 4.09 લાખ 3.79 લાખ 40,000 રૂપિયા S-Presso 4.26 લાખ 3.88 લાખ 38,000 રૂપિયા Ignis 5.84 લા 5.32 લાખ 52,000 રૂપિયા વેગનઆર 5.79 લાખ 5.19 લાખ 57,000 રૂપિયા સ્વિફ્ટ 6.49 લાખ 5.91 લાખ 58,000 રૂપિયા ડિઝાયર 6.84 લાખ 6.15 લાખ 61,000 રૂપિયા બલેનો 6.74 લાખ 6.14 લાખ 60,000 રૂપિયા Fronx 7.58 લાખ 6.9 લાખ 68,000 રૂપિયા બ્રેઝા 8.69 લાખ 7.91 લાખ 78,000 રૂપિયા ઇકો 5.70 લાખ 5.19 લાખ 51,000 રૂપિયા અર્ટિગા 9.12 લાખ 8.71 લાખ 41,000 રૂપિયા સેલેરિયો 5.64 લાખ 5.14 લાખ 50,000 રૂપિયા મારૂતિ સુઝીકી Suzuki (પેટ્રોલ) 11.42 લાખ 11.08 લાખ 34,000 રૂપિયા XL6 11.94 લાખ 11.59 લાખ 35,000 રૂપિયા Jimny 12.74 લાખ 11.60 લાખ 1.14 લાખ રૂપિયા Invicto 25.51 લાખ 22.75 લાખ 2.25 લાખ રૂપિયા
મહિન્દ્ર મહિન્દ્રા કાર કિંમતમાં ઘટાડો (સંભવિત)
કાર મોડેલ હાલનો જીએસટી + સેસ નવો જીએસટી દર જીએસટી ઘટાડા બાદ ફાયદો બોલેરો /નીઓ 31% 18% 1.27 લાખ રૂપિયા XUV3XO પેટ્રોલ 29% 18% 1.40 લાખ રૂપિયા XUV3XO ડીઝલ 31% 18% 1.56 લાખ રૂપિયા થાર 2WD ડીઝલ 31% 18% 1.35 લાખ રૂપિયા થાર 4WD ડીઝલ 48% 40% 1.01 લાખ રૂપિયા સ્કોર્પિયો ક્લાસિક 48% 40% 1.01 લાખ રૂપિયા સ્કોર્પિયો એન 48% 40% 1.45 લાખ રૂપિયા થાર રોક્સ 48% 40% 1.33 લાખ રૂપિયા XUV700 48% 40% 1.43 લાખ રૂપિયા
ટાટા મોટર્સની કઇ કાર કેટલી સસ્તી થશે?
કાર મોડલ કિંમતમાં ઘટાડો (સંભવિત) ટાટા ટિયાગો 75,000 રૂપિયા ટાટા ટિગોર 80,000 રૂપિયા ટાટા અલ્ટરોઝ 1.10 લાખ રૂપિયા ટાટા પંચ 85,000 રૂપિયા ટાટા નેક્સન 1.55 લાખ રૂપિયા ટાટા કર્વ 65,000 રૂપિયા ટાટા હેરિયર 1.40 લાખ રૂપિયા ટાટા સફારી 1.45 લાખ રૂપિયા
હ્યુન્ડાઇ મોટરની કારની કિંમત કેટલી ઘટશે?
કાર મોડલ કિંમતમાં ઘટાડો (અંદાજીત) Grand i10 Nios 73,808 Aura 78,465 Exter 89,209 i20 98,053 i20 N Line 1,08,116 Venue 1,23,659 Venue N Line 1,19,390 વર્ના 60,640 ક્રેટા 72,145 Creta N Line 71,762 Alcazar 75,376 Tucson 2,40,303