મહિન્દ્રા થારને ટક્કર આપવા ટાટા મોટર્સે 4 ડાર્ક એડિશન એસયુવી લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ

Tata Motors Dark Edition Price Design And Features : ટાટા મોટર્સે નેક્સન, નેક્સન ઇવી, હેરિયર અને સફારી કારના ડાર્ક એડિશન લોન્ચ કર્યા છે. આકર્ષક ડિઝાઇન અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ આ ડાર્ક એડિશન એસયુવી કારના શોખિનોને અદભૂત રોમાંચ કરાવશે.

Tata Motors Dark Edition Price Design And Features : ટાટા મોટર્સે નેક્સન, નેક્સન ઇવી, હેરિયર અને સફારી કારના ડાર્ક એડિશન લોન્ચ કર્યા છે. આકર્ષક ડિઝાઇન અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ આ ડાર્ક એડિશન એસયુવી કારના શોખિનોને અદભૂત રોમાંચ કરાવશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ટાટા મોટર્સના એક નિર્ણયથી શેર રોકેટની જેમ ઉડ્યો, જાણો શેર ખરીદવો કે નહીં?

ટાટા મોટર્સે ટાટા મોટર્સે નેક્સન, નેક્સન ઇવી, હેરિયર અને સફારી કારના ડાર્ક એડિશનમાં લોન્ચ કર્યા છે. (Photo - @TataMotors_Cars)

Tata Motors Dark Edition Price Design And Features : ટાટા મોટર્સ એ તેની ફેસલિફ્ટેડ નેક્સન, નેક્સન ઇવી, હેરિયર અને સફારી કારના ડાર્ક એડિશનમાં લોન્ચ કર્યા છે. ભારતીય કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા મોટર્સની SUV લાઇનઅપમાં સામેલ આ તમામ કાર હવે ડાર્ક એડિશનમાં પણ ઉપલબ્ધ છે.

Advertisment

તમને જણાવી દઈએ કે Tata Nexon, Nexon EV, Harrier અને Safari ની પ્રી-ફેસલિફ્ટ વર્ઝન કાર બ્લેક વેરિએન્ટમાં ઉપલબ્ધ હતી, પરંતુ ગયા વર્ષે જ્યારે આ તમામ મોડલને ઘણા અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા, ત્યારે તે બધા ડાર્ક એડિશનમાં ઉપલબ્ધ નહોતા. જોકે, હવે કંપનીએ તેને ડાર્ક એડિશનમાં રજૂ કર્યું છે.

ટાટા મોટર્સ ડાર્ક એડિશન મોડેલની કિંમત (Tata Motors Dark Edition Price)

ટાટા મોટર્સના નેક્સન, નેક્સન ઇવી, હેરિયર અને સફારીના ડાર્ક એડિશન લોન્ચ કર્યા છે. જો તેમની પ્રાઇસની વાત કરીયે તો ડાર્ક એડિશન નેક્સનની કિંમત 11.45 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તો ડાર્ક એડિશન ઇવી નેક્સનની કિંમત રૂ. 19.49 લાખ (એક્સ-શોરૂમ) છે. હેરિયર ડાર્ક એડિશનની કિંમત 19.99 લાખ રૂપિયા અને ડાર્ક એડિશન સફારીની કિંમત 26.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ફેસલિફ્ટેડ Nexon, ev Nexon, Harrier અને Safariની ડાર્ક એડિશન લોન્ચ કરવામાં આવ્યા છે. અદભૂત એક્સટીરીયર ડીઝાઈન અને ફીચર રિચ ઈન્ટીરીયર ધરાવતી આ કાર પહેલા કરતા વધુ આકર્ષક બની છે. તેમણે ઉમેર્યું કે, ડાર્ક એડિશનનું નવી પેઢીમાં આકર્ષણ વધી રહ્યું છે, જે તેમની પસંદગીને પ્રતિબિંબિત કરે છે.

Advertisment

ટાટા નેક્સન ડાર્ક, નેક્સન ઇવી ડાર્ક : ડિઝાઇન અને ફીચર્સ (Tata Motors Dark Edition Nexon, Nexon EV - Design And Features)

નેક્સન ડાર્ક અને નેક્સોન ઇવી ડાર્કની બાહ્ય ડિઝાઇન બોલ્ડ અને આક્રમક એસયુવી સ્ટાઇલ સાથે આવે છે, જેમાં ચીસેલ્ડ હૂડ, આકર્ષક LED લેમ્પ્સ અને ડાયનેમિક સ્ટેન્સ છે. એક્સક્લુઝિવ ડાર્ક બ્રાંડિંગ અને ઓલ-બ્લેક એક્સટીરીયર ટ્રીટમેન્ટ દ્વારા કારને વધુ આકર્ષક લૂક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

tata motors dark Edition | tata Nexon dark Edition | tata Nexon ev dark Edition | tata Harrier dark Edition | tata Safari dark Edition | tata dark Edition suv
Tata Nexon EV Dark Edition : ટાટા મોટર્સનું નેક્સન ડાર્ક એડિશન (Photo - tatamotors.com)

ઓલ-બ્લેક ટ્રીટમેન્ટને કેબિનની અંદર તેમજ હેડરેસ્ટ પર ડાર્ક બેજિંગ એમ્બ્રોઇડરીથી ડેકોરેટ લેધર સીટ સાથે વધુ આકર્ષક બનાવે છે. ફીચર્સની વાત કરીયે તો બંને SUVs હરમનની 12-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી આપે છે, અને એમેઝોન એલેક્સા અને ટાટા વોઇસ આસિસ્ટન્ટ છ ભાષાઓમાં 200 થી વધુ વૉઇસ કમાન્ડ ધરાવે છે.

અન્ય ફીચર્સમાં ફૂલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઇલેક્ટ્રિક સનરૂફ, જેબીએલ ઑડિયો સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર વગેરેનો સમાવેશ થાય છે.

ટાટા હેરિયર ડાર્ક, સફારી ડાર્ક : ડિઝાઇન અને ફીચર્સ (Tata Motors Harrier Dark, Safari Dark Edition - Design And Features)

હેરિયર ડાર્ક અને સફારી ડાર્ક નેક્સોન ડાર્ક અને નેક્સોન ઇવી ડાર્ક રેન્જની જેમ જ ઓલ-બ્લેક એક્સટીરિયર ટ્રીટમેન્ટ મળે છે. કોમ્પેક્ટ એસયુવીની જેમ, ટાટા મોટર્સની મીડ સાઇઝની એસયુવીને 'ડાર્ક' બ્રાંડિંગ મળે છે, જે પોતાને તેમના રેગ્યુલર મોડલ્સથી અલગ પાડે છે. ઓટો કંપની ટાટા મોટર્સની આ બંને SUVમાં બોલ્ડ પિયાનો બ્લેક ગ્રિલ મળે છે અને એરો ઇન્સર્ટ દર્શાવતા R19 એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

tata motors dark Edition | tata Nexon dark Edition | tata Nexon ev dark Edition | tata Harrier dark Edition | tata Safari dark Edition | tata dark Edition suv
Tata Safari Dark Edition : ટાટા મોટર્સનું સફારી ડાર્ક એડિશન (Photo - tatamotors.com)

કારની કેબિનને બોલ્ડ ઓબેરોન પેઇન્ટ સ્કીમ, બ્લેકસ્ટોન ઇન્ટિરિયર થીમ અને પિયાનો બ્લેક એક્સેન્ટ્સ જેવા સિગ્નેચર ડાર્ક સ્ટાઇલ એલિમેન્ટ્સ સાથે સમાન એક્સટીરિયર લૂક આપવામાં આવ્યો છે. બંને મોડલ ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ, મલ્ટીફંક્શન સાથે ટચ-બેઝ્ડ સેન્ટ્રલ કંટ્રોલ પેનલ અને હેડરેસ્ટ પર 'ડાર્ક' લોગોથી શણગારેલી લેથરેટ સીટ જેવા ફીચર્સ છે.

tata motors dark Edition | tata Nexon dark Edition | tata Nexon ev dark Edition | tata Harrier dark Edition | tata Safari dark Edition | tata dark Edition suv
Tata Harrier Dark Edition : ટાટા મોટર્સનું હેરિયર ડાર્ડ એડિશન (Photo - tatamotors.com)

આ પણ વાંચો | દેશમાં વેચાતી 5 સૌથી સસ્તી ઓટોમેટિક એસયુવી કાર, કિંમત 6.60 લાખ રૂપિયાથી શરૂ

અન્ય ફીચર્સની વાત કરીયે તો સફારી ડાર્ક પાછળની સીટમાં આરામ અને સગવડતા વધારવા માટે ટુજી રોની વેન્ટિલેટેડ સીટ સાથે, લાંબી મુસાફરી દરમિયાન વધારાના આરામ માટે કમ્ફર્ટ હેડરેસ્ટ આપે છે.

electric vehicles Auto news બિઝનેસ