Tata Motors: ટાટા મોટર્સના Punch EVની પહેલી ઝલક, માત્ર 21000માં ઇલેક્ટ્રિક કાર બુક કરાવો

Tata Motors Punch.ev: ટાટા મોટર્સના ઇલેકટ્રિક યુનિટ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી (TPEM)એ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પંચ (Punch.ev)ની પહેલી ઝલક દેખાડી છે.

Tata Motors Punch.ev: ટાટા મોટર્સના ઇલેકટ્રિક યુનિટ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી (TPEM)એ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પંચ (Punch.ev)ની પહેલી ઝલક દેખાડી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tata Motors Punch ev | Tata Punch ev | Punch ev | Tata Electric Vehicle | Electric Vehicle | Ecar

ટાટા મોટર્સની નવું ઇલેક્ટ્રિક વ્હીકલ Punch ev. (Photo - @Tataev)

Tata Motors Punch EV: ટાટા મોટર્સની શાનદાર ઇલેક્ટ્રિક કાર લોન્ચ થવાની તૈયારીમાં છે. ટાટા મોટર્સના ઇલેકટ્રિક યુનિટ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી (TPEM)એ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પંચ (Punch.ev)ની પહેલી ઝલક દેખાડી છે. આ ઇલેક્ટ્રિક કાર તેના નવા પ્યોર ઇવી આર્કિટેક્ચર acti.ev પર આધારિત છે. કાર કંપનીએ જણાવ્યું કે, acti.evનું કોમ્પેક્ટ વ્હીકલ આર્કિટેક્ચર તરીકે રજૂ કરવામાં આવ્યુ છે અને તે આર્કિટેક્ચર કંપનીના અમુક નવા ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Advertisment

ટાટા કંપનીએ જણાવ્યું કે, acti.ev (Active)નો અર્થ એડવાન્સ્ડ કનેક્ટેડ ટેક ઇન્ટેલિજેન્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ છે અને તે TPEM પોર્ટફોલિયોના ભવિષ્યની પ્રોડક્ટ્સને મજબૂત બનાવશે. કંપનીના મતે acti.ev પર્ફોર્મન્સ, ટેક્નોલોજી, સ્પેસ અને એફિશિયન્ટ પર આધારિત છે.

કંપનીના ચીફ પ્રોડક્ટ્સ ઓફિસર આનંદ કુલકર્ણીએ જણાવ્યુ કે, આ આર્કિટેક્ચર એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે તેમાં વધુમાં વધુ સ્પેસ મળશે, તેની બેટરી ક્ષમતા સારી હોય અને કુલ મળીને ડ્રાઇવિંગના અનુભવને ઉત્કૃષ્ઠ બનાવે. acti.ev ગ્લોલ સ્ટાન્ડર્ડ વાળું એવુ ઇલેક્ટ્રિક વ્હીકલ આર્કિટેક્ચર છે, જે સોફ્ટવેર આધારિત ફીચર્સના ઉપયોગની ખાતરી કરે છે. તેનાથી એ વાતની પણ ખાતરી થશે કે આપણા વાહન ન માત્ર ટેકનોલોજીના મામલે એડવાન્સ હોય સાથે સાથે ભવિષ્યની માટે પણ બેસ્ટ હોય.

Advertisment

આ પણ વાંચો |  શાઓમીએ લોન્ચ કરી Xiaomi SU7 કાર, એક ચાર્જિંગમાં 800 કિમી દોડશે; પોર્શે અને ટેસ્લાને આપશે ટક્કર

કસ્ટમર્સ હવે 21,000 રૂપિયાની ટોકન એમાઉન્ટ આપીને પંચ.ઇવીનું બુકિંગ કરાવી શકે છે. આ ઇવીની કિંમતની ઘોષણા કારના લોન્ચિંગ સમયે કરવામાં આવશે. આ ઓટો વ્હીકલ ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કુલકર્ણાએ જણાવ્યું કે, Punch.ev નેક્સ્ટ જનરેશનનું ઇલેક્ટ્રિક વ્હીકલ છે. અમને વિશ્વાસ છે કે, acti.evના આર્કિટેક્ચરથી બનેલી અમારી આ કાર લોકોને પસંદ આવશે.

electric vehicles ટાટા ગ્રુપ Auto news બિઝનેસ