Tata Motors Share: ટાટા ગ્રૂપનો આ શેર તૂટશે – બ્રોકેરજ હાઉસની ચેતવણી, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટોક

Tata Motors Share Outlook: ટાટા મોટર્સ શેરમાં વૃદ્ધિનો અંદાજ ટૂંકા ગાળા માટે બહુ મજબૂત દેખાતો નથી. બ્રોકરેજ હાઉસના અનુસાર મુજબ આગામી દિવસોમાં અમુક કારણોસર ટાટા મોટર્સના બિઝનેસ પર દબાણના કારણે શેરનું પ્રદર્શન નબળું પડી શકે છે.

Written by Ajay Saroya
June 12, 2024 16:01 IST
Tata Motors Share: ટાટા ગ્રૂપનો આ શેર તૂટશે – બ્રોકેરજ હાઉસની ચેતવણી, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટોક
Tata Motors: ટાટા મોટર્સ શેરબજારમાં લિસ્ટેડ ટાટા ગ્રૂપની લિસ્ટેડ ઓટો કંપની છે. (Express File)

Tata Motors Stock Outlook : ટાટા ગ્રૂપના અગ્રણી શેર ટાટા મોટર્સના શેરમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ટાટા મોટર્સનો શેર લગભગ 77 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 506 ટકા વધઅયો છે. જોકે, આગામી દિવસોમાં આ શેર દબાણ હેઠળ જોવા મળી રહ્યો છે.

બ્રોકરેજ હાઉસ પણ માની રહ્યા છે કે ટૂંકા ગાળામાં કંપનીનો ગ્રોથ આઉટલૂક બહુ મજબૂત દેખાતો નથી. આગામી દિવસોમાં અમુક કારણોસર કંપનીના બિઝનેસ પર દબાણના કારણે શેરનું પર્ફોર્મન્સ પણ નબળું પડી શકે છે. સ્ટોક રેટિંગ ઉપરાંત અગ્રણી બ્રોકરેજ હાઉસે પણ ટાર્ગેટ પ્રાઇસમાં ભાવમાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ શેર હાલની બજાર કિંમતની સરખામણીમાં 7 થી 8 ટકા સુધી ઘટી શકે છે.

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ટાટા મોટર્સના શેરને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને 955 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે કરન્ટ માર્કેટ પ્રાઇસ 995 રૂપિયા કરતા 40 રૂપિયા ઓછા છે. બ્રોકરેજ હાઉસ કહે છે, FY24-26 દરમિયાન JLR માર્જિન સ્થિર રહેવાની અપેક્ષા છે. કારણ કે 1) તે ડિમાન્ડ જનરેશનમાં રોકાણ કરે છે તેથી ખર્ચનું દબાણ વધી રહ્યું છે. 2) મિશ્રણનું સામાન્યીકરણ અને 3) EV રેમ્પ-અપ, જેનાથી માર્જિન ડાઇલ્યૂટ થઇ શકે છે.

જો આપણે સ્થાનિક કારોબારની વાત કરીએ તો પણ કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ બંનેની માંગ ધીમી પડી છે. ભારતના બિઝનેસનું માર્જિન ફ્લેટ રહેવાની અપેક્ષા છે. જો કે, ટાટા મોટર્સે FY24માં તેના તમામ સેગમેન્ટમાં મજબૂત કામગીરી દર્શાવી છે.

બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝ

બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે ટાટા મોટર્સના શેર વિશે રિડ્યૂસ રેટિંગ આપ્યું છે અને રૂ. 915નો ટાર્ગેટ આપ્યો છે. જે અનુસાર શેરના હાલના બજાર ભાવ 995 રૂપિયાની તુલનામાં 80 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કંપનીએ ભારતીય બિઝનેસ માટે માળખાકીય રીતે નફાકારક અને સ્થિર વૃદ્ધિનું લક્ષ્ય નક્કી કર્યું છે.

1) કંપની નાણાકીય વર્ષ 24-29 દરમિયાન કોમર્શિયલ વ્હીકલમાં 4-5% TIV CAGR ટાર્ગેટ રાખી રહી છે જેમાં ધીમે ધીમે બજાર હિસ્સામાં સુધારો, 10 ટકાથી ઉપર EBITDAM, 2 ટકા થી 4 ટકા પર કેપેક્સ/સેલ્સ અને સતત FCF જનરેશનનો સમાવેશ થાય છે.

2) કંપનીનું લક્ષ્ય સાણંદ પ્લાન્ટ-2નું વિસ્તરણ કર્યા પછી પેસેન્જર વ્હીકલ ક્ષમતાને 10 લાખ યુનિટ સુધી લઈ જવા અને વર્તમાન 14% થી નાણાકીય વર્ષ 2030 સુધીમાં પેસેન્જર વ્હીકલમાં બજાર હિસ્સો વધારીને 20% કરવાનો છે. આગામી નવા મોડલ્સ દ્વારા EV પોર્ટફોલિયો TTMTને વ્યાપક PV માર્કેટ બેઝને અનુસરવામાં મદદ કરશે.

3) કંપની PV માં 10% EBITDAM સુધી પહોંચવાનું અને FY 2026 સુધીમાં EV માં EBITDA તટસ્થ રહેવાનું લક્ષ્ય રાખે છે.

Tata Punch | Tata Mototrs Car
Tata Punch: ટાટા પંચ ટાટા મોટર્સ કંપનીની લોકપ્રિય કાર છે. (Photo – Tata Motors)

કંપનીના ત્રિમાસિક પરિણામ

અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સે ગયા નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં એટલે કે માર્ચ મહિનામાં રૂ. 17529 કરોડનો નફો (PAT) કર્યો છે, જે વાર્ષિક ધોરણે આ 46 ટકા વૃદ્ધિ દર્શાવે છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 12,033 કરોડનો નફો કર્યો હતો. આ દરમિયાન ટાટા મોટર્સ કંપનીની આવક સમાન સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ. 119,986 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 105,932 કરોડ હતી.

ટાટા મોટર્સના જગુઆર લેન્ડ રોવર યુનિટે નાણાકીય વર્ષમાં મજબૂત નાણાકીય કામગીરીનું વલણ ચાલુ રાખ્યું હતું. સમગ્ર નાણાકીય વર્ષ 2024 વિશે વાત કરીએ તો, ટાટા મોટર્સનો નફો વાર્ષિક ધોરણે રૂ. 29,117 કરોડથી વધીને રૂ. 31,807 કરોડ થયો છે.

આ પણ વાંચો | મોદી 3.0 સરકારમાં આ શેર બનશે રોકેટ, બજેટ 2024માં થઇ શકે છે મોટી જાહેરાત

(Disclaimer: શેરમાં રોકાણ કે વેચવાની સલાહ માર્કેટ એક્સપર્ટ્સ અને બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસના અંગત મંતવ્ય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ