/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Tata-Nexon-iCNG-launched.jpg)
Tata Nexon iCNG Launched: ટાટા નેક્સન આઈસીએનજી 8 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. (Photo: Tata Motors)
Tata Nexon iCNG Launched: ટાટા નેક્સન આઈજીએસની કાર લોન્ચ થઇ ગઇ છે. ટાટા મોટર્સની આ કોમ્પેક્ટ એસયુવી હવે ભારતીય બજારમાં એકમાત્ર એવી કાર છે જે 4 જુદા જુદા પાવરટ્રેન વિકલ્પો આપે છે: પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક અને સીએનજી. ટાટા નેક્સન આઈસીએનજી કાર 9 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં ટાટા નેક્સન આઈસીએનજી કારની સીધી ટક્કર મારુતિ સુઝુકી બ્રેઝા સાથે છે. Tata Nexon iCNGની કિંમત, એન્જિન અને ખાસિયતો જાણો
Tata Nexon iCNG : ફીચર્સ
ટાટા નેક્સન આઈસીએનજી ભારતની પ્રથમ સીએનજી કાર છે જે ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. ટાટા મોટર્સ 60 લિટર (30+30)ની કુલ ક્ષમતા સાથે ટ્વીન સીએનજી સિલિન્ડર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. તેમાં 321 લિટર સાથે સૌથી મોટી બૂટ સ્પેસ પણ છે, જે પેટ્રોલ અને ડીઝલ વર્ઝન (382 લિટર) કરતા 61 લિટર ઓછી છે.
ટાટા નેક્સન આઈસીએનજીના અન્ય વાહનોની જેમ નેક્સન પણ સીધા સીએનજી મોડમાં શરૂ કરી શકાય છે અને તે જ ECU ની મદદથી બે ફ્યુઅલ મોડ વચ્ચે સરળતાથી શિફ્ટ થઇ શકે છે. તેમાં એક મિકેનિઝમ પણ છે જે એક ઇંધણ ઓછું હોય ત્યારે ઓટોમેટિક બીજા ફ્યુઅલ ઓપ્શન પર સ્વિચ થઇ જાય છે.
ટાટા નેક્સન આઈસીએનજીના ટોપ મોડલમાં પ્રીમિયમ ઇક્વિપમેન્ટ જેવા કે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને નેવિગેશન ડિસ્પ્લે સાથેનું ઓલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ સાથે લેધરેટ અપહોલ્સ્ટ્રી રેન સેસિંગ વાઈપર, વોઇસ આસિસ્ટ પેનોરેમિક સનરૂફ, કોર્નરિંગ ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, હાઇટ એડજેસ્ટેબલ ફ્રન્ટ પેસેન્જર અને જેબીએલની 8 સ્પીકર મ્યુઝિક સિસ્ટમ જેવા બે 10.25 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. નેક્સન સીએનજીમાં હેડલાઇટ્સ, DRLs અને ટેલ લેમ્પ સહિત તમામ એલઇડી લાઇટ્સ સ્ટાન્ડર્ડ છે. ટોપ મોડેલમાં સિક્વન્શિયલ LED DRL અને વેલકમ અને ગુડબાય લાઇટ્સ સાથે ટેઇલ લેમ્પ્સ મળે છે.
Tata Nexon iCNG : સેફ્ટી ફીચર્સ
ટાટા નેક્સન આઈસીએનજીમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ISOFIX, રિવર્સ સેન્સર, હિલ હોલ્ડ કન્ટ્રોલ અને એન્ટિ-ગ્લેર IRVM આવે છે. ટોપ વેરિઅન્ટમાં હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ બેલ્ટ, 360 ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર, ઓટો ડિમિંગ આઇઆરવીએમ, ઓટો હેડલેમ્પ્સ, રિયરવ્યુ કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ મળે છે.
Introducing the New Nexon iCNG – where every drive makes you go WOW and how!
With WOW Space, WOW features, and WOW Power, you’re in for an experience like no other!
Book Now- https://t.co/EuUNjf50RF#NexonCNG#TataNexon#WayAhead#NexonCNGWowCNG#TurboCNGpic.twitter.com/jaXwAVSY6A— Tata Motors Cars (@TataMotors_Cars) September 24, 2024
Tata Nexon iCNG : એન્જિન
ટાટા નેક્સન આઈસીએનજી માં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત થાય છે જે 5500 આરપીએમ પર 99 બીએચપી અને 2000-3000 એનએમ પર 170 એનએમ જનરેટ કરે છે. ટિયાગો સીએનજી (Tiago CNG) અને ટિગોર સીએનજી (CNG) થી વિપરીત ટાટા નેક્સન આઈસીએનજી (CNG) માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન 6 સ્પીડ સાથે ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ તે AMT વિકલ્પ તરીકે પણ ઉપલબ્ધ થઇ શકે છે. ટાટા નેક્સન આઈસીએનજી 8 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત એક્સ શોરૂમ 8.99 લાખ રૂપિયાથી 14.59 લાખ રૂપિયા સુધી છે.
Tata Nexon iCNG : કિંમતો
ટાટા નેક્સન આઈસીએનજી અલગ અલગ 8 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. ટાટા નેક્સન આઈસીએનજીના 8 મોડલની કિંમત આ મુજબ છે.
| Tata Nexon iCNG | એક્સ શોરૂમ કિંમત |
|---|---|
| સ્માર્ટ | 8.99 લાખ રૂપિયા |
| સ્માર્ટ પ્લસ | 9.69 લાખ રૂપિયા |
| સ્માર્ટ +S | 9.99 લાખ રૂપિયા |
| પ્યોર | 10.69 લાખ રૂપિયા |
| પ્યોર + | 10.99 લાખ રૂપિયા |
| ક્રિએટિવ | 11.69 લાખ રૂપિયા |
| ક્રિએટિવ + | 12.19 લાખ રૂપિયા |
| ફિયરલેસ+ | 14.59 લાખ રૂપિયા |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us