/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/tata-nexon-icng-vs-maruti-suzuki-brezza-cng.jpg)
Tata Nexon iCNG vs Maruti Suzuki Brezza CNG: ટાટા નેક્સન સીએનજી વિ. મારુતિ બ્રેઝા સીએનજી
Nexon iCNG vs Brezza CNG : ટાટા મોટર્સે આખરે Nexonનું CNG વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.99 લાખ રૂપિયા છે. આ રીતે તે તેના સેગમેન્ટમાં સૌથી સસ્તી CNG કાર પણ બની ગઈ છે. કંપનીએ તેમાં 8 CNG વેરિઅન્ટનો વિકલ્પ આપ્યો છે. આ પહેલા દેશમાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં એકમાત્ર સીએનજી મોડલ મારુતિ સુઝુકી બ્રેઝા હતી. આવી સ્થિતિમાં હવે બ્રેઝા અને નેક્સન વચ્ચે સ્પર્ધા જોવા મળશે.
મારુતિ બ્રેઝા અને ટાટા નેક્સનના CNG વેરિઅન્ટની કિંમતો વિશે વાત કરીએ તો Brezza CNGની એક્સ-શોરૂમ કિંમતો 9.29 લાખ રૂપિયાથી 12.09 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે Nexon CNGની એક્સ-શોરૂમ કિંમત 8.99 લાખ રૂપિયાથી 14.59 લાખ રૂપિયા સુધી જાય છે. એટલે કે બંનેની શરૂઆતની કિંમતમાં 30,000 રૂપિયાનો તફાવત છે.
Nexon અને Brezza CNG એન્જિન અને માઇલેજ
મારુતિ સુઝુકી બ્રેઝા CNG 1.5-લિટર K15C બાય-ફ્યુઅલ એન્જિનનો ઉપયોગ કરે છે, જે પેટ્રોલ અને CNG બંનેને સપોર્ટ કરે છે. તે 88PSનો મેક્સિમમ પાવર અને 121Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. કંપનીના દાવા મુજબ Brezza CNG ની માઈલેજ 25.51 કિમી/કિલો સુધી છે.
આ પણ વાંચો - ટાટા નેક્સન આઈસીએનજી લોન્ચ, કિંમત 9 લાખથી શરૂ, જાણો ફીચર્સ અને ખાસિયત
જ્યારે Nexon CNGને 1.2-લિટર ટર્બો બાય-ફ્યુઅલ એન્જિન મળે છે, જે પેટ્રોલ અને CNG બંનેને સપોર્ટ કરે છે. તે 100PS નો મહત્તમ પાવર અને 170Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. કંપનીના દાવા મુજબ, નેક્સોન સીએનજીની માઈલેજ 24 કિમી/કિલો સુધી છે.
| ટાટા નેક્સન સીએનજી | એક્સ શો રૂમ કિંમત | મારુતિ બ્રેઝા સીએનજી | એક્સ શો રુમ કિંમત |
|---|---|---|---|
| સ્માર્ટ | 8.99 લાખ રૂપિયા | એલએક્સઆઈ (LXI) | 9.29 લાખ રૂપિયા |
| સ્માર્ટ પ્લસ | 9.69 લાખ રૂપિયા | વીએક્સઆઈ (VXI) | 10.64 લાખ રૂપિયા |
| સ્માર્ટ +S | 9.99 લાખ રૂપિયા | ઝેડએક્સઆઈ (ZXI) | 12.09 લાખ રૂપિયા |
| પ્યોર | 10.69 લાખ રૂપિયા | ||
| પ્યોર + | 10.99 લાખ રૂપિયા | ||
| ક્રિએટિવ | 11.69 લાખ રૂપિયા | ||
| ક્રિએટિવ + | 12.19 લાખ રૂપિયા | ||
| ફિયરલેસ+ | 14.59 લાખ રૂપિયા |
ટાટા મોટર્સની આ કોમ્પેક્ટ એસયુવી હવે ભારતીય બજારમાં એકમાત્ર એવી કાર છે જે 4 જુદા જુદા પાવરટ્રેન વિકલ્પો આપે છે: પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક અને સીએનજી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us