Tata નેક્સન VS Nissan મેગ્નાઇટ કઇ SUV કાર દમદાર છે? કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સ જાણો

Tata Bexon VS Nissan Magnite Comparison : ટાટા નેક્સન અને નિસાન મેગ્નાઇટ બંને મિડ સાઇઝ એસયુવી કાર 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. જો કે મેગ્નાઇટની કિંમત નેક્સન કરતા ઓછી છે. અહીં Tata Nexon અને Nissan Magnite કારની કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સની સંપૂર્ણ વિગત આપી છે.

Tata Bexon VS Nissan Magnite Comparison : ટાટા નેક્સન અને નિસાન મેગ્નાઇટ બંને મિડ સાઇઝ એસયુવી કાર 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. જો કે મેગ્નાઇટની કિંમત નેક્સન કરતા ઓછી છે. અહીં Tata Nexon અને Nissan Magnite કારની કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સની સંપૂર્ણ વિગત આપી છે.

author-image
Ajay Saroya
New Update
Nissan Magnite | Tata Nexon  | Nissan Magnite vs Tata Nexon in Gujarati

Comparison Nissan Magnite vs Tata Nexon : ટાટા નેક્સન અને નિસાન મેગ્નાઇટ મિડ સાઇઝ એસયુવી કાર છે. Photograph: (Tata/ Nissan)

Tata Bexon VS Nissan Magnite Comparison : ભારતમાં એસયુવી કાર લોકપ્રિય થઇ રહી છે. મિડ સાઇઝ એસયુવી માર્કેટમાં ટાટા નેક્સન અને નિસાન મેગ્નાઇટ લોકપ્રિય કાર છે. આ બંને કાર આકર્ષક લુક, પાવરફુલ એન્જિન અને એડવાન્સ સેફ્ટી ફીચર્સથી સજ્જ છે. ટાટા નેક્સન અને નિસાન મેગ્નાઇટ બંને માંથી કઇ એસયુવી કાર એન્જિન માઇલેજ મામલે શ્રેષ્ઠ છે? તે અંગે મૂંઝવણી અનુભવી રહ્યા છો, તો આ લેખ તમારી મુશ્કેલી દૂર કરવામાં મદદ કરશે. જો તમે નવી એસયુવી ખરીદવાનો વિચારી રહ્યા છો તો ટાટા પેક 

Advertisment

Tata Nexon VS Nissan Magnite Price : ટાટા નેક્સન વિ નિસાન મેગ્નાઇટ કિંમત

ટાટા નેક્સનની તુલનામાં નિસાન મેગ્નાઇટની કિંમત ઓછી છે. તેનું બેઝ વેરિયન્ટ 1.7 લાખ રૂપિયા સુધી અને ટોપ મોડલ લગભગ 3.4 લાખ રૂપિયા સુધી સસ્તું છે. કુલ કિંમત મામલે ટાટા નેક્સન કાર મોંઘી છે, જેમા વધારે એન્જિન અને વેરિયન્ટ વિકલ્પ ઉપલબ્ધ છે, જેનાથી ગ્રાહકોને પસંદ કરવામાં ઘણા વિકલ્પો મળે છે. બંને એસયુવી કારના સ્પેશિયલ એડિશન મોડલ પણ ઉપલબ્ધ છે. 

ટાટા નેક્સન કારની કિંમત 7.32 લાખ રૂપિયા એક્સ શો રૂમ થી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટની કિંમત 14.15 લાખ રૂપિયા સુધી પહોંચે છે. તો નિસાન મેગ્નાઇટની કિંમત 5.62 લાખ થી 10.78 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે.

Advertisment

Tata Nexon VS Nissan Magnite Features : ટાટા નેક્સન વિ નિસાન મેગ્નાઇટ કિંમત

ટાટા નેક્સન અને નિસાન મેગ્નાઇટ બંને કારની લંબાઇ એક સમાન છે, પરંતુ નેક્સન વધારે ઉંચી અને પહોંળી છે. બંને કારના વ્હીલબેઝ એક સમાન છે, જેનો અર્થ એ છે કે, કેબિનની અંદર પણ લગભગ સમાન સ્પેસ મળશે.

સ્લીક લાઇટિંગ એલિમેન્ટ્સ, કનેક્ટેડ ટેલ લેમ્પ અને એરોડાયનામિક એલોય વ્હીલના લીધે નેક્સન કાર વધારે મોર્ડન દેખાય છે. આગળથી શાર્પ અને પાતળી ગ્રિલ તેને ક્લિન લુક આપે છે.

તો નિસાન મેગ્નાઇટ કારમાં એલિમેન્ટ સિમ્પલ છે જ્યારે તેની ડિઝાઇન આકર્ષક છે, જે ગ્રાહકોને વધારે પસંદ આવે છે.

Tata Nexon VS Nissan Magnite : કેબિન અને સ્પેસ

ટાટા નેક્સનના ડેશબોર્ડની ડિઝાઇન સિમ્પલ છે અને કેબિનની પહોળાઇ સુધી ક્લિન હોરિઝોન્ટલ લાઇન થી હાઇલાઇટ કરવામાં આવી છે. કેબિનને વધારે પ્રીમિયમ લુક આપવા માટે ઘણા બદા ગ્લોસ બ્લેક એલિમેન્ટ્સનો ઉપયોગ કરાયો છે. જો કે આ એલિમેન્ટ પર વધારે ધૂળ, ફિંગરપ્રિન્ટ અને ઘસારો લાગી શકે છે. 

નિશાન મેગ્નાઇટનું કેબિન પણ આકર્ષક દેખાય છે અને તેના એસી વેન્ટ્સ જેવા એલિમેન્ટ ધ્યાન ખેંચે છે. જો કે તેમા બહુ વધારે ગ્લોસ બ્લેક કે બ્રશ્ડ એલ્યુમિનિયમ ફિનિસ આપવામાં આવ્યું નથી, પરંતુ તમને ડેશબોર્ડ અને ડોર પર સોફ્ટ ટચ પેન્ડિંગ મળે છે, સ્ટિયરિંગ વ્હીલ કે એસી વેન્ટ્સ આસપાસ અમુક ક્રોમ ઇનસર્ટ મળે છે.

ટાટા નેક્સન વધારે ફીચર્સથી સજ્જ છે. તેમા મોટી ટચસ્ક્રીન, ફુલ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, એક પેનોરમિક સનરૂફ અને આગળનું સીટ વેન્ટિલેશન મળે છે. આ તમામ ફીચર નિસાન મેગ્નાઇટમાં ઉપલબ્ધ નથી. અલબત્ત મેગ્નાઇટમાં એક વાયલેસ ફોન ચાર્જ, એક જેબીએલ સાઉન્ડ સિસ્ટમ, એર પ્યુરીફાયર, મૂડ લાઇટિંગ અને ડેશકેમજેવા ફીચર્સ સત્તાવાર એસેસરીઝ તરીકે મળે છે.

ટાટા નેક્સનમાં લેવલ 1 ADAS આવે છે, તેમજ તેને ગ્લોબલ NCAP અને ભારત NCAP બંને તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તો મેડ ઇન ઈન્ડિયા નિસાન મેગ્નાઇટને પણ 5 સ્ટર રેટિંગ મળ્યું છે, જો કે ગ્લોબલ NCAP એ દક્ષિણ આફ્રિકામાં વેચાતા મોડલર આ ટેસ્ટ થયું છે.

Tata Nexon VS Nissan Magnite એન્જિન 

વિગતટાટા નેક્સન પેટ્રોલટાટ નેક્સન CNGટાટ નેક્સન ડીઝલનિસાન મેગ્નાઇટ પેટ્રોલ
નિસાન મેગ્નાઇટ પેટ્રોલ
એન્જિન1.2 લીટર ટર્બો પેટ્રોલ1.2 લીટર ટર્બો પેટ્રોલ + સીએનજી 1.2 લીટર ડીઝલ1 લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ1.2 લીટર ટર્બો ડીઝલ
પાવર120 PS100 PS115 PS72 PS100 PS
ટોર્ક170 nm170 nm260 nm96 nm160 nm
ગિયરબોક્સ5MT, 6MT, 6AMT, 7DSA6MT6MT, 6AMT5MT, 5AMT5MT, CVT

આ પણ વાંચો | Renault Duster નવા અવતારમાં લોન્ચ, ક્રેટા અને કિયાને આપશે ટક્કર, માત્ર ₹ 21000માં બુકિંગ કરાવો

નિસાન મેગ્નાઇટમાં માત્ર પેટ્રોલ એન્જિન આવે છે, જ્યારે ટાટા નેક્સન કારમાં પેટ્રોલ અને ડીઝલ બંને મોડલ ઉપલબ્ધ છે. ટાટા એ ઉત્કૃષ્ઠ ડ્રાઇવિંગ કોસ્ટ માટે એન્જિન સાથે ફેક્ટરી ફિટેડ CNG કિટ પણ આપી છે.

Auto news બિઝનેસ