New Tata Sierra 2025 Unveiled In India : લાંબી પ્રતીક્ષાનો અંત લાવતા, ટાટા મોટર્સે તેની આઇકોનિક એસયુવી ટાટા સિએરા પરથી પડદો ઉંચકાયો છે, જેને કંપની દ્વારા 2003 માં બજારમાંથી દૂર કરવામાં આવી હતી. લગભગ 23 વર્ષ પછી ભારતીય બજારમાં પુનરાગમન કરી રહેલી ટાટા સિએરાને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે, જેની કિંમતો 25 નવેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. ટાટા સિએરાને ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણા મોટા અને નવા અપડેટ્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે, તેની વિગતો અહીં જાણો.
નવી ટાટા સિએરા : મુખ્ય ખાસિયતો
ટાટા સિએરા બોક્સી અને મોર્ડન ડિઝાઇન સાથે આવે છે, જેમાં 3-સ્ક્રીન કેબિન સેટઅપ, બે નવા 1.5-લિટર પેટ્રોલ એન્જિન અને મજબૂત 1.5-લિટર ડીઝલ એન્જિન વિકલ્પ છે.
ટાટા સિએરાના એક્સટીરિયરની વાત કરીએ તો તેની બોક્સી ડિઝાઇનમાં મોડર્ન સ્ટાઇલિંગ મળે છે, જેના કારણે નવી સિએરાની ડિઝાઇન ક્લાસિક અને મોડર્ન એલિમેન્ટ્સનું મિશ્રણ છે.
ફ્રન્ટમાં કનેક્ટેડ એલઇડી ડીઆરએલ, પ્રોજેક્ટર એલઇડી હેડલેમ્પ્સ અને ગ્લોસ-બ્લેક પેનલ્સ અને ફ્રન્ટ બમ્પર અને સિલ્વર સ્કિડ પ્લેટ મળે છે જે કઠોર દેખાવ આપે છે. પ્રોફાઇલમાં ફ્લશ ટાઇપ ડોર હેન્ડલ્સ, 19 ઇંચના એલોય વ્હીલ્સ, બી અને સી પીલર વચ્ચે બ્લેક બોડી ક્લેડિંગ બ્લેક સેક્શન છે, જે જૂના સિએરાની યાદ અપાવે છે, જેની સાથે રિયરમાં ફુલ વિડ્થ એલડીઇ ટેલલેમ્પ બાર અને ડ્યુઅલ ટોન બમ્પર ડિઝાઇન આપવામાં આવી છે.
ટાટા સિએરા ઇન્ટિરિયર
સિએરાની કેબિન સંપૂર્ણપણે મોર્ડન છે અને 3 સ્ક્રીન લેઆઉટ સાથે ટેક લોડ કરવામાં આવી છે – ડ્રાઇવર ડિસ્પ્લે + બે ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ટાટા કર્વ જેવા 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, જેમા ઇલ્યૂમિનેટેડ ટાટા લોકો, મોટી સાઇઝનું પેનોરેમિક સનરૂફ, જે સી પીલર સુધે વિસ્તૃત છે, 5 સીટર કોન્ફિગ્રેશન, ભલે સીટો પર 3 પોઇન્ટ સીટબેલ્ટ અને ડ્યૂઅલ ટોન ઇન્ટિરિયર: બ્લેક અને ગ્રે થીમ ઉમેરવામાં આવી છે.
ટાટા સિએરા મુખ્ય ફીચર્સ
નવી ટાટા સિએરામાં જોવા મળતા ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ, રિયર સનશેડ, 360 ડિગ્રી કેમેરા, લેવલ-2 એડીએએસ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક આપવામાં આવી છે.
ટાટા સિએરા પાવરટ્રેન
ટાટા સિએરા 1.5-લિટર ટર્બો પેટ્રોલ (ટાટાની ફ્લેગશિપ) સાથે બે નવા 1.5-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 170hp અને 280Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે અને તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
બીજું એન્જિન 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ છે, જે સસ્તું વિકલ્પ છે અને આક્રમક ભાવમાં મદદ કરશે. 1.5 લિટર ડીઝલ એન્જિન 118 એચપી અને 260 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે અને મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સની પસંદગી સાથે ઓફર કરવામાં આવે છે.
Tata Sierra Price | ટાટા સિએરા કિંમત શું હશે?
ટાટા મોટર્સ કંપની 25 નવેમ્બરે નવી ટાટા સિએરા કારની કિંમતો જાહેર કરશે. આ એસયુવીની અપેક્ષિત કિંમત 11 થી 15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે હોઈ શકે છે.





