Tata Sierra vs Hyundai Creta : ટાટા સિએરા કે હ્યુન્ડાઇ ક્રેટા કઇ SUV કાર કિંમત, સેફ્ટી ફીચર્સ અને એન્જિન મામલે દમદાર છે?

Tata Sierra vs Hyundai Creta Comparison: ટાટા સિએરા હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપી રહી છે. અહીં બંને એસયુવી કારની કિંમત, સેફ્ટી ફીચર્સ અને એન્જિન માઇલેજ વિશે જાણકારી આપી છે. જેનાથી ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટા માંથી કઇ કાર શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં તમને સરળતા રહેશે.

Written by Ajay Saroya
Updated : November 26, 2025 12:45 IST
Tata Sierra vs Hyundai Creta : ટાટા સિએરા કે હ્યુન્ડાઇ ક્રેટા કઇ SUV કાર કિંમત, સેફ્ટી ફીચર્સ અને એન્જિન મામલે દમદાર છે?
Tata Sierra vs Hyundai Creta Comparison : ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટાની સરખામણી.

Tata Sierra VS Hyundai Creta Comparison In Gujarati : ટાટા મોટર્સે નવી એસયુવી કાર ટાટા સિએરા લોન્ચ કરી છે. નવી ટાટા સિએરા લોન્ચ થવાની સાથે જ એસયુવી કાર માર્કેટમાં ધમાલ મચી ગઇ છે. ટાટા મોટર્સે નવી ટાટા સિએરા કાર એડવાન્સ ફીચર્સ અને ઘણા અપડેટ સાથે લોન્ચ કરી છે. ટાટા સિએરાની ટક્કર હ્યુન્ડાઇ ક્રેટા સાથે છે. અહીં ટાટા સિએરા અને હ્યુન્ડાઇ ક્રેટાની કિંમત, સેફ્ટી ફીચર્સ અને એન્જિન માઇલેજ વિશે જાણકારી આપી છે. જો તમે નવી એસયુવી કાર ખરીદવાનો છો આ બંને માંથી કઇ એસયુવી કાર શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં તમને સરળતા રહેશે.

Tata Sierra VS Hyundai Creta : કિંમત

સૌથી પહેલા વાત કરીયે બંને એસયુવી કારની કિંમત વિશે. ટાટા સિએરાની આરંભિક એક્સ શો રૂમ કિંમત 11.49 લાખ રૂપિયા છે. ટોપ વેરિયન્ટ મોડલની કિંમત વધી શકે છે. બીજી બાજુ હ્યુન્ડાઇ ક્રેટાની આરંભિક કિંમત 10.73 લાખ રૂપિયા છે અને ટોપ વેરિયન્ટની કિંમત 20.20 લાખ રૂપિયા સુધી પહોંચે છે.

Tata Sierra VS Hyundai Creta : કઇ કાર મોટી છે?

કારના કદ વિશે વાત કરીયે તો ટાટા સિએરા હ્યુન્ડાઇ ક્રેટા કરતા મોટી છે. સાથે જ ટાટા સિએરાની કેબિન સ્પેસ વધારે છે. ટાટા સિએરાની લંબાઇ 4340 mm, પહોળાઇ 1841 mm અને ઉંચાઈ 1715 mm છે. ટાટા સિએરાનું વ્હીલબેસ 2730 mm છે એમા તમને 205 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. તો હ્યુન્ડાઇ ક્રેટાની લંબાઇ 4330 mm, પહોળાઇ 1790 mm અને ઉંચાઇ 1635 mm છે. હ્યુન્ડઇ ક્રેટાનું વ્હીલબેઝ 2610 mm છે અને 190 mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.

Tata Sierra VS Hyundai Creta : ફીચર્સ

બંને એસયુવી કાર એડવાન્સ ફીચર્સથી સજ્જ છે અને ઘણી હાઇ ટેકનોલોજી આવે છે. ટાટા સિએરામાં 3 સ્ક્રીન, ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જ પેસેન્જર ઇન્ટરટેનમેન્ટ મળે છે. આ કારમાં પ્રીમિયમ ઇન્ટરિયર, સોફ્ટ ટચ મટીરિયલ, પેનોરમિક સનરૂફ, એલઇડી લાઇટ્સ, મૂડ લાઇટિંગ, આકર્ષક ફ્રન્ટ રિયર ડિઝાઇન, ડ્યુઅલ જોન ક્લાઇમેટ કન્ટ્રોલ જેવા ઘણા ફીચર્સ આવે છે. સિએરાના બધા વર્ઝનમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટિંગ પોઈન્ટ્સ સાથે આવે છે.

તો હ્યુન્ડાઇ ક્રેટામાં સ્પ્લિટ હેડલાઇટ ડિઝાઇન, મોટું કેસ્કેડિંગ ગ્રિલ, સ્પોર્ટી એલોય વ્હીલ્સ, પ્રીમિયમ કેબિન, પેનોરમિક સનરૂફ, વેંટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 10.25 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લેસ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, બ્લૂલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી, 6 એરબેગ જેવા ઘણા ફીચર્સ આવે છે.

Tata Sierra VS Hyundai Creta : એન્જિન

ટાટા સિએરા કારમાં 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આવે છે, જે 106 PS પાવર અને 145 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમા 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ બંને સાથે આવે છે. તેની સાથે તેમા નવું 1.5 લીટર ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જિનઅને 1.5 લીટર ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે.

તો હ્યુન્ડાઇ ક્રેટામાં 115 bhp નું 1.5 લીટર પેટ્રોલ એન્જિન, 116 bhp નં 1.5 લીટર ડીઝલ અને 160 bhp નું 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આવે છે. 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન 160 PS પાવર અને 253 Nm ટોર્ક ઉત્પન્ન કરે છ. તેમા 7 સ્પીડ DCT ટ્રાન્સમિશન આવે છે. તો 1.5 લીટર ડીઝલ એન્જિનમાં 116 PS પાવર, 250 Nm ટોર્ક અને 6 સ્પીડ મેન્યુઅલ , 6 સ્પીડ AT આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ