IPOમાં કમાણીનો મોકો: ટાટા ટેક્નોલોજી સહિત 5 કંપનીના આઈપીઓ આગામી સપ્તાહે ખુલશે; શેરબજારના રોકાણકારો માટે કમાણીનો મસ્ત મોકો

Tata Tech include 5 IPOs Open Next Week: શેરબજારમાં આગામી સપ્તાહે ટાટા ટેકનોલોજી સહિત 5 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે, જેમાં રોકાણકારોને દમદાર કમાણી કરવાનો મોકો મળશે. અપકમિંગ આઈપીઓ લાવનાર કંપનીની વિગત, આઈપીઓની ઇશ્યૂ પ્રાઈઝ, સાઇઝ, પબ્લિક ઇશ્યૂ સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખથી લઇ તમામ વિગત જાણો

Written by Ajay Saroya
Updated : November 22, 2023 16:29 IST
IPOમાં કમાણીનો મોકો: ટાટા ટેક્નોલોજી સહિત 5 કંપનીના આઈપીઓ આગામી સપ્તાહે ખુલશે; શેરબજારના રોકાણકારો માટે કમાણીનો મસ્ત મોકો
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik)

Upcoming IPO Alert : શેરબજારના રોકાણકારો માટે નવા વર્ષે કમાણી કરવાનો બેસ્ટ મોકો આવ્યો છે. નવેમ્બર મહિનાના છેલ્લા 10 દિવસમાં ઘણી કંપનીઓના ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ આવી રહ્યા છે. આ આઈપીઓમાં રોકાણ કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો. આ પબ્લિક ઓફરમાં ઘણા સમયથી જેની ચર્ચા અને રા જોવાતી હતી તેવી ટાટા ગ્રૂપની એક પણ સામેલ છે.

આઈપીઓ માર્કેટમાં તેજી, 5 કંપનીના પબ્લિક ઓફર આવશે (5 IPOs Open Next Week)

નવા વર્ષે IPO માર્કેટમાં ફરી એકવાર એક્શન વધવા જઈ રહી છે. આગામી અઠવાડિયે એટલે કે 20મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી પ્રાઈમરી માર્કેટમાં ઘણી ગતિવિધિઓ થવાની છે. આ સમયગાળા દરમિયાન 5 કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે આ વર્ષે IPOમાંથી પૈસા કમાવવાનું ચૂકી ગયા છો, તો ચિંતા કરશો નહીં. આવતા અઠવાડિયે તમારી પાસે ઘણા વિકલ્પો હશે. તેમાં ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA), ગાંધાર ઓઈલ રિફાઇનરી ઈન્ડિયા, ફ્લેર રાઇટિંગ અને ટાટા ટેક્નોલોજીસના આઈપીઓનો સમાવેશ થાય છે.

bse sensex stock market
બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સે 21 જૂન, 2023ના રોજ 63,588.31નું ઇન્ટ્રા-ડે ઓલ ટાઇમ હાઇ બનાવ્યું.

(Express Photo By Ganesh Shirsekar)

ઇરેડા આઈપીઓ (IREDA IPO)

જાહેર ક્ષેત્રની રિન્યુએબલ એનર્જી સંબંધિત ફાઇનાન્સ કંપની IREDAનો IPO 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ કંપીનીના આઈપીઓ 2150 કરોડ રૂપિયાનો છે. જ્યારે IREDA એ આઈપીઓ માટે 30-32 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

IREDAના જાહેર ભરણામાં 1290 કરોડ રૂપિયાનો નવો ઇશ્યૂ અને 860 કરોડ રૂપિયાનો OFS આવશે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા 26.88 કરોડ શેર વેચવામાં આવશે. સરકાર ઓફર ફોર સેલ હેઠળ કંપનીમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. હાલમાં તેમાં કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો છે. અપર પ્રાઇસ બેન્ડના આધારે, કંપનીની વેલ્યૂએશન 8600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ગ્રે માર્કેટમાં IREDAના શેરમાં પ્રીમિયમ બોલાયું

IREDAના અનલિસ્ટેડ સ્ટોકને લઈને ગ્રે માર્કેટમાં હલચલ મચી ગઈ છે. ગ્રે માર્કેટમાં કંપનીનો શેરમાં હાલ 8 રૂપિયાનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે, જે 32 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડના સંદર્ભમાં 26 ટકા પ્રીમિયમ દેખાડે છે.

share market | stock market tips | stock investment strategy | share market return | bse sensex | nse nifty | sensex nifty | share trading strategy | share marmet news | business news
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.

ટાટા ટેક્નોલોજીસ આઈપીઓ (Tata Technologies IPO)

ટાટા ગ્રૂપ લગભગ 20 વર્ષ બાદ કોઇ કંપનીનો આઈપીઓ લાવી રહ્યું છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજીસનો IPO 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપનીએ આ માટે 475 થી 500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓમાં 60.85 મિલિયન શેરના વેચાણની ઓફર હશે. ઇક્વિટી શેર વેચનારા પ્રમોટરોમાં ટાટા મોટર્સ (46.3 મિલિયન શેર અથવા 11.41 ટકા હિસ્સો), અલ્ફા ટીસી હોલ્ડિંગ્સ (9.72 મિલિયન શેર અથવા 2.4 ટકા) અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ (4.86 મિલિયન શેર અથવા 1.2 ટકા)નો સમાવેશ થાય છે.

ટાટા ટેક્નોલોજીસના શેરનો ગ્રે માર્કેટમાં જોરદાર ક્રેઝ

ટાટા ટેક્નોલોજીના આઈપીઓને લઈને ગ્રે માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ છે. 17 નવેમ્બર, 2023ના રોજ, કંપનીના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં 350 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ પ્રીમિયમ 500 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ માટે 70 ટકા છે. તેનો અર્થ એ કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો સ્ટોક શેર મેળવનાર રોકાણકારોને 60 ટકા વળતર આપી શકે છે.

ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ આઈપીઓ (Fedbank Financial Services IPO)

નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની FedBank Financial Servicesનો પબ્લિક ઇશ્યૂ આગામી સપ્તાહે 22 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ આ માટે 133-140 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓનું કદ 1092 કરોડ રૂપિયા છે. ફેડરલ બેંકની શાખા ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસના IPOમાં રૂ. 600 કરોડ સુધીના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. તેમાં પ્રમોટરો દ્વારા રૂ. 492.26 કરોડના મૂલ્યના 3.5 કરોડ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થાય છે.

IPO | Initial public offering | IOP return | IPO share marekt | IPO Market
IPO return : શેરબજારમાં લિસ્ટેડ થવા કંપનીઓ આઇપીઓ લાવે છે.

ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરની ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ

FedBank ફાયનાન્સિયલ સર્વિસીસને લઈને ગ્રે માર્કેટમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. 17 નવેમ્બર, 2023ના રોજ, કંપનીના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં 14 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. અપર પ્રાઇસ બેન્ડ 140 રૂપિયાના સંદર્ભમાં, આ પ્રીમિયમ 10 ટકા છે. તેનો અર્થ એ કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો સ્ટોક આઈપીઓના રોકાણકારોને 60 ટકા વળતર આપી શકે છે.

ગાંધાર ઓઈલ રિફાઈનરી આઈપીઓ (Gandhar Oil Refinery IPO)

વ્હાઇટ ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપની ગંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયાનો IPO 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. ગંધાર ઓઇલે આઈપીઓ માટે રૂ. 160 થી રૂ. 169ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOમાં રૂ. 302 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 1.17 કરોડ OFS ઇક્વિટી શેરનો સમાવેશ થશે. OFS હેઠળ, પ્રમોટર્સ રમેશ બાબુલાલ પારેખ 22.5 લાખ શેર, કૈલાશ પારેખ 22.5 લાખ અને ગુલાબ પારેખ 22.5 લાખ શેર વેચશે. વધુમાં, ગ્રીન ડેઝર્ટ રિયલ એસ્ટેટ બ્રોકર્સ, ડેનવર બિલ્ડીંગ મેટ એન્ડ ડેકોર ટીઆર એલએસી, અને ફ્લીટ લાઇન શિપિંગ સર્વિસ એલએલસી OFS માં અનુક્રમે 30 લાખ શેર, 10 લાખ શેર અને 10 લાખ શેરનું સંપૂર્ણ શેરહોલ્ડિંગ વેચીને કંપનીમાંથી બહાર નીકળી જશે.

ગાંધાર ઓઈલ રિફાઈનરીના શેરનો ગ્રે માર્કેટમાં શું ભાવ બોલાય છે

ગંધાર ઓઈલ રિફાઈનરીના અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 50ના પ્રીમિયમ પર છે. અપર પ્રાઇસ બેન્ડ રૂ. 169ના સંદર્ભમાં, આ પ્રીમિયમ 30 ટકા છે.

આ પણ વાંચો | SIPમાં પહેલીવાર રોકાણ કરી રહ્યા છો; ઊંચા વળતર માટે આ પાંચ બાબતો ધ્યાનમાં રાખો

ફ્લેર રાઇટિંગ આઈપીઓ (Flair Writing IPO)

ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ 22મી નવેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો કંપનીના આઈપીઓ માટે 24 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. કંપનીએ તેના IPO માટે રૂ. 288 થી રૂ. 304ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયા પ્રતિ શેર છે.

ગ્રે માર્કેટમાં ફ્લેર રાઇટિંગના શેર પ્રીમિયમમાં બોલાયા

ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 25ના પ્રીમિયમ પર છે. અપર પ્રાઇસ બેન્ડ રૂ. 304ના સંદર્ભમાં, આ પ્રીમિયમ 8 ટકા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ