Tax On Credit card EMI : ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ પર કેટલો ટેક્સ વસૂલાય છે? શું નો કોસ્ટ EMI ખરેખર ફ્રી હોય છે? જાણો તમારા પ્રશ્નોના જવાબ

Tax And Charges On Credit Card EMI : જો તમે ક્રેડિટ કાર્ડથી કરાયેલા ખર્ચને ઇએમઆઈમાં કન્વર્ટ કરવા વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તેના પર વસૂલવામાં આવેલા વિવિધ ટેક્સ વિશે જાણકારી હોવી જરૂરી છે. નો કોસ્ટ ઈએમઆઈ સ્કીમની લાલચમાં ફસાવવું નહી.

Tax And Charges On Credit Card EMI : જો તમે ક્રેડિટ કાર્ડથી કરાયેલા ખર્ચને ઇએમઆઈમાં કન્વર્ટ કરવા વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તેના પર વસૂલવામાં આવેલા વિવિધ ટેક્સ વિશે જાણકારી હોવી જરૂરી છે. નો કોસ્ટ ઈએમઆઈ સ્કીમની લાલચમાં ફસાવવું નહી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Credit Cards: ક્રેડિટ કાર્ડ પર વધુ કેશ બેક બેનેફિટ્સ કેવી રીતે મેળવી શકાય? આ 7 બાબત ધ્યાનમાં રાખો ફાયદો ઉઠાવો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી ઉંચા બિલ પેમેન્ટથી બચી શકાય છે. (Photo : Canva)

Understand charges linked to your Credit card EMI: તમારા ક્રેડિટ કાર્ડ EMI સાથે જોડાયેલા શુલ્કને સમજો: સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણે છે કે જો ક્રેડિટ કાર્ડની બાકી રકમ નિર્ધારિત તારીખ સુધીમાં સંપૂર્ણ ચૂકવવામાં ન આવે, તો ભારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. કેટલીકવાર આ વ્યાજ વાર્ષિક 42 ટકા સુધી હોઈ શકે છે. ઉપરાંત કેટલીકવાર તમારે લેટ પેમેન્ટ પેનલ્ટી તરીકે મોટી રકમ ચૂકવવી પડી શકે છે. પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડ વડે મોટી ખરીદી કરી હોય અને નક્કી તારીખ સુધીમાં સંપૂર્ણ રકમ ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવ, તો એક ઉપાય છે કે સમગ્ર ચુકવણીને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવી. આવી ઇએમઆઈ પર વસૂલવામાં આવતું વ્યાજ એ વ્યાજ કરતાં ઓછું હોય છે,જે સંપૂર્ણ રકમનું પેમેન્ટ ન થાય ત્યારે વસૂલાય છે. પરંતુ શું તમે જાણો છો, ક્રેડિટ કાર્ડ ઇએમઆઈમાં દર્શાવેલ વ્યાજ ઉપરાંત તેની સાથે 18 ટકા વધારાનો ચાર્જ પણ જોડવામાં આવે છે.

Advertisment

'નો કોસ્ટ ઈએમઆઈ'માં કઇ મફત મળતુ નથી (No Cost EMI)

ઘણી વખત તમને ક્રેડિટ કાર્ડ કંપની/રિટેલર તરફથી સમગ્ર રકમને 'નો કોસ્ટ ઇએમઆઈ' (NO Cost EMI)માં કન્વર્ટ કરવાની ઑફર પણ મળે છે. સામાન્ય રીતે લોકો આનાથી ખૂબ જ આકર્ષિત થાય છે. તેઓ વિચારે છે કે 'નો કોસ્ટ ઈએમઆઈ'નો અર્થ એ છે કે તમારે જેટલા પૈસા ખરીદ્યા છે તેટલા જ પૈસા આપવા પડશે. ઉપરાતં કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. પરંતુ સામાન્ય રીતે આવું થતું નથી. ઘણીવાર 'નો કોસ્ટ EMI'માં પણ ચાર્જ હોય છે. જો તમે તેનો લાભ લેવાનું નક્કી કરો ત્યારે તમને આ સુવિધા વિશે જાણ ન હોય, તો ક્રેડિટ કાર્ડ EMI ચૂકવતી વખતે તમને મોટો આંચકો લાગી શકે છે. ચાલો સમજીએ આવું શા માટે થાય છે.

Credit Card | Credit Card bill payments | Credit Card tips | Credit Card charges
ક્રેડિટ કાર્ડ નાણાંકીય કટોકટીમાં તાત્કાલિક ભંડોળની જરૂરિયાત પૂરી પાડે છે. (Photo Canva)

ક્રેડિટ કાર્ડના વ્યાજ પર વસૂલાય છે 18 ટકા જીએસટી (Tax On Credit Card EMI)

Advertisment

તમારે જાણવું જોઈએ કે તમારે ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર વસૂલવામાં આવતા વ્યાજ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પણ ચૂકવવો પડી શકે છે. વાસ્તવમાં, ઘણી સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના ચાર્જ જીએસટીના દાયરામાં આવે છે, જેનો બોજ આખરે ગ્રાહકો પર પડે છે. ક્રેડિટ કાર્ડ પર વસૂલવામાં આવતા વ્યાજનો પણ આ કેટેગરીમાં સમાવેશ થાય છે, જેના પર 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડે છે. આ GST ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પરના વ્યાજ પર લાદવામાં આવે છે. સ્વાભાવિક રીતે, જો તમે ક્રેડિટ કાર્ડના ખર્ચને ઇએમઆઈમાં કન્વર્ટ કરો છો, તો જ્યારે બિલ આવશે તો તેમાં 18 ટકા જીએસટી સામેલ થઇને આવશે. ઉદાહરણ તરીકે, જો તમે ઇએમઆઈ માટે 20 ટકા વ્યાજ ચૂકવી રહ્યાં છો, તો તેના પર 18 ટકા GST ઉમેર્યા બાદ કુલ વ્યાજ બોજ 23.6 ટકા થઇ જશે.

'નો કોસ્ટ EMI' પર GST શા માટે? (GST On Credit Card EMI)

ઉપર આપણે ક્રેડિટ કાર્ડના સામાન્ય ઇએમઆઈ પર લાગુ GST વિશે વાત કરી. પરંતુ તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે જો આપણી ઇએણઆઈ 'નો કોસ્ટ' છે, તો તેના પર GST શા માટે વસૂલવામાં આવશે? હકીકતમાં, નો-કોસ્ટ EMIના કિસ્સામાં પણ સામાન્ય રીતે એવું નથી થતું કે ક્રેડિટ કાર્ડ કંપની વ્યાજ વસૂલતી નથી.

Credit Cards | Credit Cards Offers | Credit Cards Biil Payments | Tax On Credit Cards | Credit Card tax calculation
ક્રેડિટ કાર્ડથી કરેલી શોપિંગના બીલના પેમેન્ટ પર વિવિધ ટેક્સ લાગુ પડે છે. (Photo - Canva)

હકીકતમાં ક્રેડિટ કાર્ડ જારી કરતી બેંક વ્યાજ વસૂલ કરે છે, પરંતુ સામાન વેચનાર રિટેલ વેપારી ઇએમઆઈના સમગ્ર સમયગાળા દરમિયાન વસૂલવામાં આવેલા વ્યાજ જેટલી રકમ તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટના સ્વરૂપે ઓફર કરે છે. આથી તે એવો દાવો કરે છે કે આ ઇએમઆઈ માટે તમારે કોઇ ખર્ચ કરવો પડશે નથી.

આ પણ વાંચો | IPO લિસ્ટિંગમાં પ્રોફિંટ બુકિંગ કર્યુ છે? નફા પર કેટલો ટેક્સ લાગશે, કર જવાબદારી કેવી રીતે ઘટાડવી? જાણો

પરંતુ જે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે તેમાં સામાન્ય રીતે માત્ર ઇએમઆઈ વ્યાજનો સમાવેશ થાય છે નહીં કે તે વ્યાજ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતા GSTનો! ઉદાહરણ તરીકે, જો ક્રેડિટ કાર્ડ EMI પર વાર્ષિક 20 ટકા વ્યાજ છે, તો તમારે તેના પર 18 ટકા GST ચૂકવવો પડશે, જે EMIની કુલ રકમના 23.6 ટકા જેટલો હશે. એટલે કે તમારે નો કોસ્ટ EMIમાં પણ આટલી કિંમત ચૂકવવી પડશે. ઉપરાંત તમારે પ્રોસેસિંગ ફી અથવા અન્ય કોઈ ચાર્જના રૂપમાં અમુક વધારે પૈસા પણ ચૂકવવા પડી શકે છે. તેથી, જો તમે ક્રેડિટ કાર્ડની ખરીદીને ઈએમઆઈ અથવા નો કોસ્ટ EMIમાં કન્વર્ટ કરવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા આ બધા વધારાના ખર્ચ ઉમેરીને તેના ખર્ચની ગણતરી કરો અને પછી જ નિર્ણય લો.

બેંક બિઝનેસ Investment