Tax On IPO Profit Booking: આઈપીઓ લિસ્ટિંગ માટે વર્ષ 2023 એકંદરે જબરદસ્ત રહ્યું છે. વર્ષ 2023 દરમિયાન ઓછામાં ઓછા 15 IPO એવા છે જે 80 થી 100 ટકા સુધીના પ્રીમિયમે શેર બજારમાં લિસ્ટેડ થયા છે. તાજેતરમાં ટાટા ટેક્નોલોજીસ, IREDA થી લઈને ગંધાર ઓઈલ કંપનીના આઈપઓનું આ યાદીમાં સમાવેશ થાય છે. જેમાં ટાટા ટેકનોલોજીના આઈપીઓ એ લિસ્ટિંગના પ્રથમ દિવસ જ 140 થી 180 ટકા સુધી અને IREDA એ 100 ટકા સુધીની કમાણી કરાવી આપી છે. 6 ડિસેમ્બરે ટાટા ટેકનોલોજીનો શેર તેની 500 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 1187 રૂપિયા પર બંધ થયો હતો, જો કે તેની પહેલા લિસ્ટિંગના દિવસે 1 ડિસેમ્બરે 1,400 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બનાવ્યો હતો. તેવી જ રીતે IREDAનો શેર તેન 32 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 6 ડિસેમ્બરે 64.10 રૂપિયા પર બંધ થયો હતો.
ઘણા રોકાણકારો આને જંગી નફો કમાવાની સારી તક માનીને શેરના લિસ્ટિંગના દિવસે અથવા તેના થોડા દિવસો પછી પ્રોફિટ બુકિંગ કર્યું હશે, એટલે કે તેમના શેર નફા પર વેચ્યા હશે. પરંતુ આમ કરનારા ઘણા રોકાણકારોએ હવે તેમના નફા પર આવકવેરો ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. જો તમે લિસ્ટિંગના આગામી થોડા દિવસોમાં આઈપીઓમાં મેળવેલા શેર વેચીને પણ નફો કર્યો હોય, તો તમારે તે નફા પર કેવી રીતે ટેક્સ ચૂકવવો પડશે તે જાણવું મહત્વપૂર્ણ છે. તમે ચોક્કસપણે એ પણ જાણવા માગો છો કે શું તમે આ કર જવાબદારી કાયદેસર રીતે ઘટાડી શકો છો?
આઈપીઓ પ્રોફિટ બુકિંગ પર કેટલો ટેક્સ લાગે છે? (Tax On IPO Listing Gains)
જો તમે લિસ્ટિંગના દિવસે અથવા થોડા દિવસો પછી નફો કમાયા પછી શેરનું વેચાણ કરો છો, તો તેના પર આવકવેરો ચૂકવવાપાત્ર છે. જો કે IPO હેઠળ ફાળવવામાં આવેલા શેરના વેચાણ પર અન્ય કોઈપણ લિસ્ટેડ શેરની આવકની જેમ જ કર લાદવામાં આવે છે, શેર ખરીદવા સંબંધિત કેટલીક બાબતો છે જે તમારી કર જવાબદારીને અસર કરી શકે છે. જો તમે ટેક્સ પ્લાનિંગ યોગ્ય રીતે કરો છો, તો તમે આ ટેક્સ જવાબદારી પણ ઘટાડી શકો છો.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ તે મુજબ વસૂલવામાં આવશે (STCG On Equity Share)
જો આઈપીઓ શેર એલોટમેન્ટ થયાના એક વર્ષની અંદર તમારા શેર વેચી નાંખો છો તો તમારેશેરના વેચાણથી થતા નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) ટેક્સ ચૂકવવો પડશે. ઇક્વિટી સેગમેન્ટમાં એસટીસીજી ટેક્સ15 ટકા છે. ઉપરાંત આ એસટીસીજી પર તમારે 2 ટકા એજ્યુકેશન સેસ અને 1 ટકા હાયર એજ્યુકેશન સેસ પણ ચૂકવવો પડશે. જો તમે આ શેરોને વહેલા વેચવાને બદલે એક વર્ષ કે તેથી વધુ સમય સુધી હોલ્ડ કર્યા પછી વેચો છો, તો તમારે નફા પર માત્ર 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ ચૂકવવો પડશે.
અલબત્ત, જો કોઇ એક નાણાકીય વર્ષ દરમિયાન શેર વેચાણથી થયેલો નફો 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તમારેકોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો કે શેર વહેલા વેચવાને કારણે તમે આ કર મુક્તિનો લાભ મેળવી શકશો નહીં.
આ લોકોને મળે છે કર મુક્તિનો લાભ (Tax Deduction)
જો કોઈ વ્યક્તિની વાર્ષિક કરપાત્ર આવક શેરના વેચાણની આવકનો સમાવેશ કર્યા પછી પણ મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં ઓછી હોય, તો તેણે કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આવકવેરાના નિયમો હેઠળ, સામાન્ય નાગરિકો માટે મૂળભૂત મુક્તિ મર્યાદા રૂ. 2.5 લાખ, 60 થી 80 વર્ષની વયના સિનિયર સિટીઝન માટે રૂ. 3 લાખ અને 80 વર્ષ કે તેથી વધુ વયના સુપર સિનિયર સિટિઝન માટે વાર્ષિક 5 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો | ગૌતમ અદાણીએ એક દિવસમાં કમાણીના મામલે એલોન મસ્કને પણ પાછળ છોડ્યા, જાણો અંબાણીની નેટ વર્થ વધી કે ઘટી?
કરવેરાની જવાબદારી કેવી રીતે ઘટાડી શકાય (How To Reduce Tax Liability)
સારા સમાચાર એ છે કે, તમે તમારા નફા પર કુલ કર જવાબદારીને ઘટાડવા માટે તેમાંથી કેટલીક ફી અને નુકસાનને એડજસ્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે આઈપીઓમાં ફાળવણી માટે બ્રોકરેજ ચાર્જ ચૂકવ્યો હોય, તો તમે તેને એડજસ્ટ કરી શકો છો. તેવી જ રીતે, જો તમને અન્ય કોઈ શેર અથવા અન્ય સંપત્તિ વેચવાથી શોર્ટ ટર્મ કેપિટલ લોસ થયું હોય, તો તમે આઈપીઓ પર થયેલા નફા સામે એડજસ્ટ કરીને તમારી કર જવાબદારી ઘટાડી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમે 1 એપ્રિલ, 2023 પછી થયેલા કોઈપણ શોર્ટ ટર્મ કેપિટલ લોસ સામે જ તમારા શોર્ટ ટર્મ કેપટિલ ગેઇનની ટેક્સ જવાબદારીને એડજસ્ટેડ કરી શકો છો. તમે કોઈપણ લાંબા ગાળાના મૂડી નુકશાન સામે આને એડજસ્ટેડ કરી શકતા નથી. લોંગ ટર્મ કેપિટલ લોસને માત્ર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાંથી જ બાદ કરી શકાય છે.