tax planning tips for women: મહિલાઓ માટે સ્માર્ટ ટેક્સ પ્લાનિંગ માટેની ટિપ્સ: ટેક્સ પ્લાનિંગ એ દરેક વ્યક્તિ માટે નાણાકીય આયોજનનું એક મહત્વપૂર્ણ પાસું છે. દેશમાં મહિલાઓને કેટલાક કર લાભો અને છૂટ આપવામાં આવે છે, તેથી સાવચેતીપૂર્વક ટેક્સ પ્લાનિંગ કરીને આ લાભોનો લાભ લેવો જોઇએ. અસરકારક નાણાંકીય આયોજન મહિલાઓને આવક વધારવા, નાણાં બચાવવા અને તેમના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. અહીં મહિલાઓ ટેક્સ પ્લાનિંગ સંબંધિત કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છે
કરવેરામાં મુક્તિ અને કપાતનો લાભ ઉઠવવાની ટીપ્સ
સ્ટાન્ડર્ડ ડિડક્શનઃ મહિલાઓ તેમની આવક પર રૂ. 50,000 સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો દાવો કરી શકે છે.
કલમ 80C: મહિલાઓ આવકવેરાની કલમ 80C હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) જેવા ટેક્સ- સેવિંગ્સ સંશાધનોમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકે છે.
કલમ 80D: આવકવેરાની કલમ 80D હેઠળ, વ્યક્તિને પોતાના અથવા તેના પરિવારના સભ્યો – પતિ, બાળકો, માતાપિતા માટે સ્વાસ્થ્ય વીમા પર કર મુક્તિ મેળવવાનો અધિકાર મળે છે. તેની મદદથી મહિલાઓને દર વર્ષે 25 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળી શકે છે.
કલમ 80G: આવકવેરાની કલમ 80G હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા ચેરિટી અથવા દાનમાં આપવામાં આવેલી મદદ પર કર મુક્તિનો દાવો કરવા માટે હકદાર છે. મહિલાઓ સામાજિક સેવા અથવા જાહેર કલ્યાણ સંસ્થાઓને આપેલા દાન પર કર મુક્તિ મેળવી શકે છે. આ નિયમની મદદથી સરકાર દ્વારા બનાવવામાં આવેલા રાહત ફંડમાં આપવામાં આવતા દાન પર પણ ટેક્સમાં છૂટ મળી શકે છે.
ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો
મહત્તમ ટેક્સ બચાવવા અને નાણાં બચાવવા માટે મહિલાઓ અહીં જણાવેલા તમામ રોકાણના વિકલ્પોનો વિચાર કરી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): જો તમારી પુત્રીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી છે, તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. આમ કરવાથી તમે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી તેના નામે વાર્ષિક રોકાણ કરી શકો છો. તમારા બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની આ એક સરસ રીત છે કારણ કે આ યોજના ઉંચા વ્યાજદરનો લાભ આપે છે અને કલમ 80C હેઠળ કર મુક્તિનો પણ લાભ આપે છે.
ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS): ELSS કલમ 80C હેઠળ કર લાભો મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ કરી શકે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF): PPF કરમુક્ત વ્યાજ અને લાંબા ગાળાના સંપત્તિ સર્જનની તક આપે છે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS): NPS કલમ 80CCD(1B) હેઠળ રૂ. 50,000 સુધીની વધારાની કર કપાત પ્રદાન કરે છે.
હોમ લોનમાંથી કરો ટેક્સ સેવિંગ્સ
હોમ લોન લેનાર મહિલાઓ વધારાના ટેક્સ- બેનેફિટ્સનો ફાયદો મેળવી શકે છે.
કરદાતાઓને આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર કપાતનો દાવો કરવાની તક મળે છે.આવકવેરાની કલમ 80EEA હેઠળ, દેશમાં પહેલીવાર ઘર ખરીદનાર કોઈપણ વ્યક્તિ 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. નોંધનિય છે કે, તે સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત છે.
ટેક્સ-ફ્રી બોન્ડમાં રોકાણ કરવાનું વિચારો
ટેક્સ-ફ્રી બોન્ડ એ એક વિશિષ્ટ પ્રકારનો રોકાણ વિકલ્પ છે કારણ કે તેમાંથી વળતરને આવકવેરામાંથી મુક્તિ મળે છે. આ બોન્ડ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તે ઓછા જોખમ સાથે નિયમિત આવક પ્રદાન કરે છે.
રિટાયરમેન્ટ પ્લાનિંગના વિકલ્પોનું મૂલ્યાંકન કરો
મહિલાઓએ 60 વર્ષની ઉંમર પછી જીવન માટે નાણાકીય સુરક્ષાની ખાતરી કરવા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) જેવા વિકલ્પો આકર્ષક કર લાભો આપે છે અને આ યોજના તેમની રિટાયરમેન્ટ ફંડ એટલે કે નિવૃત્ત બાદનું નાણાંકીય ભંડોળ ઉભું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ પણ વાંચોઃ રિકરિંગ ડિપોઝિટમાં 6 લાખના રોકાણ સામે મળશે 8.45 લાખ, આવી રીતે કરો ગણતરી
મહિલાઓ માટે તેમની આવકને વધારવા, નાણાં બચાવવા અને નાણાકીય લક્ષ્યાંકો પૂરા કરવા માટે સ્માર્ટ ટેક્સ-સેવિંગ પ્લાનિંગ મહત્ત્વપૂર્ણ છે. કરમુક્તિ અને કર કપાતનો લાભ લઈને અને કર વિભાગમાં રોકાણના વિવિધ વિકલ્પોની શોધ કરીને નાણાં કમાવવાની સાથે મહિલાઓ અસરકારક રીતે ટેક્સ પ્લાનિંગ કરી શકે છે. વ્યક્તિએ હંમેશા નવીનતમ ટેક્સ નિયમો સાથે અપડેટ રહેવું જોઈએ અને વ્યક્તિગત સલાહ લેવાને બદલે અનુભવી નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ. આવી વ્યૂહરચના અપનાવીને મહિલાઓ આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધી શકે છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





