મહિલાઓ માટે ટેક્સ સેવિંગ ટીપ્સ – યોગ્ય નાણાંકીય આયોજન કરી મહત્તમ ટેક્સ અને પૈસા બચાવો

Tax Planning Tips for Women : નાણાંકીય આયોજન મહિલાઓને કમાણી વધારવામાં, નાણાં બચાવવા અને તેમના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. અહીંયા મહિલાઓ માટે ટેક્સ પ્લાનિંગ ટીપ્સ રજૂ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
April 07, 2024 14:16 IST
મહિલાઓ માટે ટેક્સ સેવિંગ ટીપ્સ – યોગ્ય નાણાંકીય આયોજન કરી મહત્તમ ટેક્સ અને પૈસા બચાવો
મહિલાઓ માટે નાણાંકીય આયોજન કરવું જરૂરી છે. (Photo - Freepik)

Tax Planning Tips for Women : ટેક્સ પ્લાનિંગ એ દરેક વ્યક્તિ માટે ફાઈનાન્સિયલ મેનેજમેન્ટનું મહત્વનું પાસું છે. દેશમાં મહિલાઓને કેટલાક કર લાભ અને કર મુક્તિ આપવામાં આવી છે, તેથી સાવચેતીપૂર્વક ટેક્સ પ્લાનિંગ કરીને આ લાભનો ફાયદો ઉઠાવવો જોઇએ. અસરકારક નાણાંકીય આયોજન મહિલાઓને કમાણી વધારવામાં, નાણાં બચાવવા અને તેમના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. અહીંયા મહિલાઓ માટે ટેક્સ પ્લાનિંગ ટીપ્સ રજૂ કરવામાં આવી છે.

મહિલાઓ કર મુક્તિ અને કર કપાતનો લાભ આવી રીતે ઉઠાવે

સ્ટાન્ડર્ડ ડિડક્શન :

મહિલાઓ તેમની આવક પર 50000 રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનનો દાવો કરી શકે છે.

કલમ 80સીના કર લાભ :

મહિલાઓ આઈટી એક્ટની કલમ 80સી હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), અને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) જેવા કર-બચત સાધનોમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકે છે.

કલમ 80 ડી :

આવકવેરાની કલમ 80D હેઠળ, વ્યક્તિને પોતાના અથવા તેના પરિવારના સભ્યો – પતિ, બાળકો, માતા-પિતાના સ્વાસ્થ્ય વીમા પર કર મુક્તિ મેળવવાનો અધિકાર મળે છે. તેની મદદથી મહિલાઓને દર વર્ષે 25 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર કર મુક્તિ મળી શકે છે.

tax saving | tax Planning | itr filling | tax saving Investment tips | personal finance planning | personal finance tips
Tax Planning : ટેક્સ સેવિંગ એ ટેક્સ પ્લાનિંગનો એક હિસ્સો છે. (Photo – Freepik)

કલમ 80જી :

આવકવેરાની કલમ 80જી હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને દાન અથવા દાનના સ્વરૂપમાં આપવામાં આવતી મદદ પર કર મુક્તિ મેળવવાનો અધિકાર આપે છે. મહિલાઓ સામાજિક સેવા અથવા જાહેર કલ્યાણ સંસ્થાઓને આપેલા દાન પર કર મુક્તિ મેળવી શકે છે. આ નિયમની મદદથી સરકાર દ્વારા બનાવવામાં આવેલા રાહત ફંડમાં આપવામાં આવતા દાન અને દાન પર પણ ટેક્સમાં છૂટ મળી શકે છે.

ટેક્સ-સેવિંગ સ્કીમમાં રોકાણનો વિકલ્પ પસંદ કરો

મહત્તમ ટેક્સ અને નાણાં બચાવવા માટે, તમે અહીં દર્શાવેલ તમામ રોકાણ વિકલ્પો પર વિચાર કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) :

જો તમારી પુત્રીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી છે, તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. આમ કરવાથી, તમે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી તેના નામે વાર્ષિક રોકાણ કરી શકો છો. તમારા બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની આ એક સરસ રીત છે કારણ કે આ યોજના ઉંચા વ્યાજનો લાભ આપે છે અને કલમ 80C હેઠળ કર મુક્તિ પણ આપે છે.

saving scheme for girl child | tax free saving scheme | tax free investment scheme | ppf | sukanya samriddhi yojana | ssy
SSY vs PPF : પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના કર મુક્તિ બચત યોજના છે. (Photo – Freepik)

ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) :

તમે કલમ 80C હેઠળ કર લાભ મેળવવા માટે ઇએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) :

પીપીએફ કરમુક્ત વ્યાજ અને લાંબા ગાળાની સંપત્તિ સર્જનની તક પ્રદાન કરે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) :

એનપીએસ કલમ 80સીીડ (1B) હેઠળ રૂ. 50,000 સુધીની વધારાની કર કપાત ઓફર કરે છે.

હોમ લોન દ્વારા કર બચત

હોમ લોન લેતી મહિલાઓ વધારાના કર લાભો મેળવી શકે છે.

વકવેરાની કલમ 24 હેઠળ, કરદાતાને હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર કર કપાતનો દાવો કરવાની તક મળે છે.આવકવેરાની કલમ 80EEA હેઠળ, દેશમાં પહેલીવાર ઘર ખરીદનાર કોઈપણ વ્યક્તિ 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. કૃપા કરીને નોંધો કે આ સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત છે.

Tax Saving Tips, Tax Saving Investment Options, Income Tax Act, Section 80C deduction
Tax Saving : કરદાતા આવકવેરા કાયદાની કલમ 80સી વડે કર બચત કરી શકે છે. (Photo – Freepik)

કર મુક્ત બોન્ડમાં રોકાણ કરવાનું વિચારો (Tax Free Bond Investment)

કરમુક્ત બોન્ડ એ એક ખાસ પ્રકારનો રોકાણ વિકલ્પ છે કારણ કે તેના પરનું વળતર આવકવેરાના દાયરાની બહાર છે. આ બોન્ડ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તે ઓછા જોખમ સાથે નિયમિત આવક પ્રદાન કરે છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગના વિકલ્પનું મૂલ્યાંકન કરો

મહિલાઓએ 60 વર્ષની ઉંમર પછી જીવન માટે નાણાકીય સુરક્ષાની ખાતરી કરવા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગને અગ્રતા આપવી જોઈએ. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માં રોકાણ જેવા વિકલ્પો આકર્ષક કર લાભો પ્રદાન કરે છે અને આ યોજના તેઓ નિવૃત્તિ ભંડોળ ઉભી કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. .

દેશની મહિલાઓ માટે તેમની આવકને શ્રેષ્ઠ બનાવવા, નાણાં બચાવવા અને નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવા માટે સ્માર્ટ ટેક્સ -સેવિંગ પ્લાનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર મુક્તિ અને કર કપાતનો લાભ લઈને અને ટેક્સ સેક્શનમાં રોકાણના વિવિધ વિકલ્પોની શોધ કરીને, મહિલાઓ પૈસા કમાવવાની સાથે અસરકારક ટેક્સ પ્લાનિંગ કરી શકે છે. વ્યક્તિએ હંમેશા લેટેસ્ટ કર નિયમ સાથે અપડેટ રહેવું જોઈએ અને વ્યક્તિગત સલાહને બદલે એક્સપર્સ ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની સલાહ લેવાનું પસંદ કરવું જોઈએ. આવી વ્યૂહરચના અપનાવીને મહિલાઓ આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધી શકે છે.

આ પણ વાંચો | ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ સંપૂર્ણ કર મુક્તિ નથી, જાણો કેવી રીતે અને કેટલો ટીડીએસ કપાય છે?

(Disclaimer : આ આર્ટીકલના લેખક myITreturn ડોટ કોમના સ્થાપક અને ડિરેક્ટર સાકાર એસ. યાદવ છે. અહી રજૂ કકરેલા મંતવ્ય તેમના વ્યક્તિગત છે. નાણાંકીય બાબત સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ