/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/personal-finance-tips.jpg)
Personal Finance Tips : પર્સનલ ફાઈનાન્સ ટીપ્સ (Photo - Freepik)
Tax Saving And Paytm Payment Bank Deadlines : માર્ચ મહિનો નાણાંકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે. નાણાકીય દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં ઘણી નાણાકીય બાબતોનું સમાધાન કરવું મહત્વપૂર્ણ છે. તેને અવગણવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. માર્ચમાં, ફ્રી આધાર અપડેટ, પેટીએમ ડિજિટલ પેમેન્ટ બેંક વગેરે જેવી નાણાકીય બાબતોને લગતા આવા ઘણા કાર્યો છે જેની ડેડલાઇન નજીક આવી રહી છે.
જો તમે આ કામગીરી સમયસર પૂરી નહીં કરો તો તમારે પાછળથી દંડ તરીકે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. આવી સ્થિતિમાં, અમે અહીં એવા આવશ્યક અને જરૂરી કામગીરીની યાદી આપી રહ્યા છીએ જેની અંતિમ તારીખ માર્ચ 2024 માં સમાપ્ત થઈ રહી છે. આવો જાણીએ વિગતવાર
14 માર્ચ મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ
આધાર કાર્ડ હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જેનો ઉપયોગ મોટાભાગના સરકારી કામો માટે જરૂરી બની ગયો છે. માય આધાર (myAadhaar) વેબસાઇટ પર તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 14, 2024 છે. આ તારીખ પછી તમારે આધાર કાર્ડ માટે તમારા ઓળખના પુરાવા અને સરનામાના દસ્તાવેજને અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. 11 ડિસેમ્બર, 2023ના રોજ UIDAI દ્વારા જારી કરાયેલા સૂચના અનુસાર, આ સુવિધાને 3 મહિના માટે એટલે કે 15.12.2023 થી 14.03.2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આધાર ધારકો 14 માર્ચ સુધી myaadhaar.uidai.gov.in પર પોર્ટલ દ્વારા તેમની વિગતો મફતમાં અપડેટ કરી શકે છે.
Paytm પેમેન્ટ બેંક 15 માર્ચ પછી કામ કરશે નહીં
પેટીએમ યુઝર્સ માટે માર્ચ મહિનો મહત્વપૂર્ણ રહેશે. 16 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ બેંકો સાથે સંબંધિત કેટલીક સેવાઓની ડેડલાઇન 15 દિવસ સુધી લંબાવી હતી. અગાઉ, સેન્ટ્રલ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી, 2024 થી નિયમ ઉલ્લંઘનની ચિંતાઓ ટાંકી નવી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ત્યારબાદ રિઝર્વ બેંક પેટીએમ પેમેન્ટ બેંકને રાહત આપતા ડેડલાઇન 15 દિવસ વધારીને 15 માર્ચ 2024 સુધી લંબાવી છે. આરબીઆઈની પ્રેસ રિલીઝ મુજબ, 15 માર્ચ પછી, કેશબેક અને રિફંડ સિવાય અન્ય કોઈ ડિપોઝિટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ-અપ્સને મંજૂરી આપવામાં આવશે નહીં.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/paytm.jpg)
SBIની સ્પેશિયલ એફડીમાં 31 માર્ચ સુધી રોકાણ થઇ શકશે
ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે. આ મહિને, 31 માર્ચ, 2024 સુધી રોકાણકારો પાસે SBI અમૃત કલશ યોજનામાં તેમના નાણાંનું રોકાણ કરવાની તક છે. આ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી સ્કીમ છે. SBIની વેબસાઈટ અનુસાર, 400 દિવસની મુદત સાથે અમૃત કલશ FD પર 7.10% વ્યાજ મળે છે. આ વ્યાજ દર 12 એપ્રિલ 2023થી લાગુ થશે. આ એફડી યોજનામાં સિનિયર સિટીઝનને 7.60 ટકાના દરે વ્યાજ મળે છે. SBI અમૃત કલશ FD સ્કીમ 31 માર્ચ, 2024 સુધી રોકાણ માટે ઉપલબ્ધ છે.
SBI WeCare માં રોકાણ કરવાની છેલ્લી તક
SBI Wecare સિનિયર સિટીઝન એફડી FD 7.50 ટકા વ્યાજ ઓફર કરે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે આ બેંક એફડીમાં 31 માર્ચ, 2024 સુધી રોકાણ કરવાની તક છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/tax-saving-tips-1.jpg)
હોમ લોન પર છુટ 31 માર્ચ સુધી ઉપલબ્ધ
SBI હોમ લોન પર વિશેષ અભિયાન હેઠળ, આ મહિને 31 માર્ચ, 2024 સુધી ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ ફ્લેક્સીપે, NRI, નોન-સેલેરી, પ્રિવિલેજ અને અપોન ઔર હોમ લોન સહિતની તમામ હોમ લોન માટે ઉપલબ્ધ છે. હોમ લોન પર વ્યાજ દર CIBIL સ્કોર પર અલગ - અલગ હશે.
આ પણ વાંચો | કરદાતાને થશે 1.50 લાખની બચત, આઈટી રિટર્ન ફાઈલ કરવાની પહેલા ફટાફટ કરો આ કામ
31 માર્ચ કર લાભ માટે રોકાણની છેલ્લી તારીખ
નાણાકીય વર્ષ 2023-2024 માટે ટેક્સ બચાવવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2024 છે. ઉપરાંત કર્મચારીએ એપ્રિલ 2023 પહેલા ટેક્સ રિજીમ પસંદ ન કરી હોય તો કંપનીઓ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ આવકવેરા સ્લેબ મુજબ પગાર પર ટેક્સ (TDS) કાપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us