Tax Saving Investment 31 March 2025: માર્ચ મહિનામાં ઘણા મહત્વના નાણાકીય કામકાજ માટે છેલ્લી ડેડલાઇન હોય છે. કરદાતાએ ટેક્સ સેવિંગ માટે 31 માર્ચ પહેલા રોકાણ કરવું જરૂરી હોય છે. ઉપરાંત એવા ઘણા કામકાજ છે જે કરદાતા અને નોકરી કરનાર વ્યક્તિએ સમયસર પતાવવાના હોય છે. ઇપીએફ સભ્યને વીમા લાભ મેળવવા માટે 15 માર્ચ 2025 સુધી UAN એક્ટિવ કરવું પડશે. મ્યુચ્યુઅલ ફંડ ડિમેટ એકાઉન્ટમાં નોમિની બનાવવાા નવા નિયમ લાગુ થયા છે. અહીં મહત્વપૂર્ણ 5 કામની વિગત આપી છે, જે તમારે 31 માર્ચ, 2025 પહેલા પતાવવાના રહેશે.
Tax Saving Investment Options : ટેક્સ સેવિંગ માટે રોકાણ
કરદાતા પાસે 31 માર્ચ 2025 સુધી કર બચત કરવાની છેલ્લી તક છે. જે કરદાતા જુની કર વ્યવસ્થા હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે તેમને અમુક બચત યોજનાઓમાં રોકાણ કરવા પર કર મુક્તિ અને કર કપાતનો લાભ મળે છે. જેમ કે
કલમ 80C: પીપીએફ, ઇએલએસએસ, એનએસસી અને જીવન વીમા પ્રીમિયમમાં રોકાણ પર 1.5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી કર કપાત મળે છે.
કલમ 80D: હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર ટેક્સ ડિડક્શનનો લાભ મેળવી શકાય છે.
કલમ 24(b): હોમ લોન પર ચૂકવેલા વ્યાજ પર કર કપાતનો ફાયદો ઉઠાવી તમારી કુલ કર જવાબદારી ઘટાડી શકાય છે.
સેક્શન 80CCD(1B): નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં રોકાણ પર 50,000 રૂપિયા સુધીની કર કપાતનો લાભ મેળવી શકાય છે.
જો કોઇ કરદાતા 31 માર્ચ સુધી બચત યોજનામાં રોકાણ નહીં કરે, તો તેને કદાચ વધારે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
EPFO સભ્ય માટે UAN એક્ટિવેશન
જે કર્મચારી EPFO સભ્ય છે , તેમણે 15 માર્ચ 2025 સુધી પોતાનું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરવું જરૂરી છે. UAN એક્ટિવ નહીં હોય તો કર્મચારીને એમ્પલોઇ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) યોજનાનો લાભ મળશે નહીં. આ યોજના ઇપીએફ સભ્યને 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે. જો કર્મચારીનું 15 માર્ચ, 2025 સુધી UAN એક્ટિવ નહીં થાય તો, તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
મ્યુ્ચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ નોમિની
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટમાં નોમિની એટલે કે વારસદાર માટે નિયમ જાહેર કર્યા છે. જે મુજબ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટ માટે 10 વ્યક્તિને વારસદાર બનાવી શકે છે. સિંગલ હોલ્ડર એકાઉન્ટ માટે નોમિની ફરજિયાત છે, જેથી અનક્લેમ્ડ સંપત્તિની સમસ્યા ઉકેલી શકાય. નોમિની માટે પાન કાર્ડ, આધાર કાર્ડ નંબર કે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર આપવું જરૂરી છે. એકાઉન્ટ હોલ્ડરે વારસદારનું નામ, સંબંધ અને જો વારસદાર સગીર છે તો જન્મ તારીખીની જાણકારી આપવી પડશે. જોઇન્ટ એકાઉન્ટના હિસ્સામાં એક ખાતેદારના મૃત્યુ બાદ તેની સંપત્તિ સહ ખાતેદારન ટ્રાન્સફર થઇ જાય છે.
ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ માટે UPI નિયમમાં ફેરફાર
યુપીઆઈ થી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ કરવા માટે નિયમ બદલાયા છે. 1 માર્ચ 2025 થી વીમા ASBA સર્વિસ હેઠળ ઈન્સ્યોરન્સ પ્રીમિયમનું પેમેન્ટ કરી શકાય છે.





