Tax On Fixed Deposit Interest Income : ટેક્સ સેવિંગ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં ફિક્સ ડિપોઝિટ સૌથી લોકપ્રિય વિકલ્પ છે. ફિક્સ ડિપોઝિટમાં તમે તમારી કરપાત્ર આવકમાંથી રૂ. 1.5 લાખ સુધીની કપાત માટે આવકવેરા કાયદાની કલમ 80સી નો લાભ ઉઠાવી શકો છો. આ વિકલ્પમાં, જ્યારે તમારી મહેનતની કમાણી સુરક્ષિત રહે છે, ત્યારે તમને તેના પર નિશ્ચિત વ્યાજ મુજબ વળતર મળે છે. જો કે, એક તરફ તમને 1.50 રૂપિયા સુધીની થાપણો પર કર લાભ મળે છે, જ્યારે બીજી તરફ તેના પર મળતું વ્યાજ કર મુક્ત નથી તે બાબત તરફ ધ્યાન જતું નથી. તમને ખબર હોવી જોઈએ કે તમે તમારી એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ પર ટેક્સ) પર ટેક્સ કેવી રીતે ચૂકવો છો.
એફડી પર કેવી રીતે ટેક્સ લાગે છે?
નિશ્ચિત આવકમાંથી વ્યાજની આવક સંપૂર્ણપણે કરપાત્ર છે. એફડી માંથી મળતું વાર્ષિક વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને પછી ટેક્સ સ્લેબ મુજબ વ્યાજ ચૂકવવું પડે છે. આ તમારા આવકવેરા રિટર્નમાં ‘અન્ય સ્ત્રોતોમાંથી આવક’ એટલે કે ટીડીએસ હેઠળ નોંધાયેલ છે.
જો સીનિયર સિટીઝન સિવાયના રોકાણકારો માટે એફડી માંથી વ્યાજની આવક રૂ. 40,000 કરતાં વધુ હોય, તો બેન્કો તમારા ખાતામાં વ્યાજ જમા કરતી વખતે ટીડીએસ કાપે છે. સીનિયર સિટીઝનના કિસ્સામાં આ મર્યાદા 50,000 રૂપિયા છે. ધ્યાનમાં રાખો કે વ્યાજ જમા કરાવતી વખતે ટીડીએસ કાપવામાં આવે છે અને એફડી પાકતી વખતે નહીં. એટલે કે, જો 5 વર્ષની એફડી છે, તો TDS 5 વખત કાપવામાં આવશે.
TDS શું છે
ટેક્સ ડિડક્શન એટ સોર્સ એટલે કે ટીડીએસ વિશે વાત કરીએ, તો તે કરચોરીને રોકવા માટે લાગુ કરવામાં આવે છે. TDS માં, પગાર, વ્યાજ, ભાડું, વ્યાવસાયિક ફી ચૂકવતી વખતે, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને ચુકવણી પહેલાં નિર્ધારિત ટેક્સ પર્સેન્ટેજ કાપવાની ફરજ પાડવામાં આવે છે. કપાતની રકમ તાત્કાલિક સરકારને મોકલવામાં આવે છે. ટીડીએસ ટેક્સ કલેક્શન સિસ્ટમને સરળ બનાવે છે અને કરચોરીને અટકાવે છે.
ITRમાં વ્યાજ આવકની જાણ કરતી વખતે, તમારે તમારા ઈન્કમ ટેક્સ રિટર્નમાં કમાયેલા સમગ્ર વ્યાજની જાણ કરવી પડશે અને બાકીની જવાબદારીમાંથી ટીડીએસ રિફંડ અથવા ટેક્સ ક્રેડિટ તરીકે બેંક દ્વારા કાપવામાં આવેલા ટીડીએસ ક્લેમ દાવો કરવો પડશે.
કેટલો TDS કાપવામાં આવે છે?
આવકવેરા કાયદાની કલમ 194A અનુસાર, એફડીના વ્યાજ પર TDS કાપવામાં આવે છે. જો કોઇ એક નાણાકીય વર્ષમાં એફડી રોકાણ માંથી વ્યાજની આવક 40,000 રૂપિયા છે. જો તે રૂ. 50,000 (સિનિયર સીટીઝન માટે) કરતાં વધી જાય, તો 10 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે. પરંતુ, જો PAN વિગતો આપવામાં ન આવે તો વ્યાજની આવકમાંથી 20 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે.
જો આવક કરપાત્ર નથી
થાપણદારો જેમની આવક કરપાત્ર નથી તેઓ ફોર્મ 15G અને ફોર્મ 15H (60 અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે) માં ઘોષણા ડિક્લરેશન પ્રદાન કરી શકે છે. આમ કરવાથી, બેંક એફડી વ્યાજ પર ટીડીએસ કાપી શકશે નહીં અને આ રીતે થાપણદારને વધુ અસરકારક કેશ ફ્લો મેનેજમેન્ટમાં મદદ કરશે.
આ પણ વાંચો | એનપીએસ : નેશનલ પેન્શન યોજના માટે 1 એપ્રિલથી નવા નિયમ લાગુ, રોકાણ વધુ સુરક્ષિત બનશે
ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે એફડી વ્યાજની આવક થાપણદારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે. થાપણદારો કે જેમણે ફોર્મ 15G અથવા 15H ફાઇલ કર્યું છે પરંતુ કરપાત્ર આવક ધરાવે છે તેઓએ આઈટીઆર ફાઇલ કરતી વખતે તેમના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે.(Source: clear tax, paisabazaar.com)