Tax saving investment tips : ફક્ત ટેક્સ સેવિંગ માટે રોકાણ કરવું કેટલું યોગ્ય છે? પર્સનલ ફાઇનાન્સ પ્લાનિંગમાં આ બાબતો ધ્યાનમાં રાખી મેળવો મહત્તમ નફો

Tax saving investment tips : માત્ર કર મુક્તિનો લાભ મેળવવા માટે રોકાણ કરવાનું ટાળો. શા માટે આમ કરવાની સલાહ આપવામાં આવે છે તે અહીં જાણો.

Tax saving investment tips : માત્ર કર મુક્તિનો લાભ મેળવવા માટે રોકાણ કરવાનું ટાળો. શા માટે આમ કરવાની સલાહ આપવામાં આવે છે તે અહીં જાણો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Tax saving investment tips

કર બચત ચોક્કસપણે નાણાકીય આયોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમ છતાં, રોકાણનો પ્રથમ ઉદ્દેશ્ય નાણાકીય ધ્યેય હાંસલ કરવાનો હોવો જોઈએ અને માત્ર કર બચાવવા માટે નહીં. જો તમને તમારા રોકાણ સાથે કર મુક્તિનો લાભ મળે છે, તો આમાં કોઈ નુકસાન નથી. માત્ર ટેક્સ સેવિંગ માટે કરવામાં આવેલ રોકાણ નાણાકીય લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ઘણી વિસંગતતાઓ તરફ દોરી શકે છે. શા માટે તમારે રૂઢીગત રોકાણનો અભિગમ અપનાવવો જોઈએ અને માત્ર ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અત્રે આવી બાબતો સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ કારણો જણાવવામાં આવ્યા છે. તમે નાણાકીય આયોજન કરતા પહેલા તેમના વિશે જોઈ શકો છો.

Advertisment

કર બચત સંશાધનો શરતોને આધિન હોય છે

જ્યારે તમે કર બચતના હેતુથી કોઈપણ યોજનામાં રોકાણ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે રોકાણ માટે તમારા દ્વારા પસંદ કરાયેલ સ્ત્રોત અથવા યોજના ઘણી શરતો સાથે આવે છે. આ સ્ત્રોત અથવા યોજનાઓ સાથે રોકાણનું કદ, લોક-ઇન પિરિયડ, ચોક્કસ વળતર જેવી ઘણી શરતો છે. સામાન્ય રીતે, ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર કોઇ એક નાણાકીય વર્ષમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની મહત્તમ રોકાણ મર્યાદા હોય છે. વિવિધ કર બચત સંશાધનોમાં અલગ-અલગ લોક-ઇન પિરિયડ હોય છે. ઉદાહરણ તરીકે ELSSમાં 3 વર્ષનો લૉક-ઇન હોય છે, ULIPનો લૉક-ઇન પિરિયડ 5 વર્ષનો હોય છે અને તેવી જ રીતે ટેક્સ સેવિંગ બૅન્ક FDનો લૉક-ઇન પિરિયડ 5 વર્ષનો હોય છે. BankBazaarના CEO આદિલ શેટ્ટી કહે છે કે ઘણા ભારતીયો રોકાણ કરે છે કારણ કે તે તેમને આવકવેરો બચાવવામાં મદદ કરે છે. અમુક રોકાણો તમને આવકવેરા અધિનિયમ, 1961ની વિવિધ કલમો હેઠળ ઇન્કમ ટેક્સની જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે.

કર બચતના માધ્યમો નાણાકીય લક્ષ્ય માટે યોગ્ય હોવા જોઈએ, તે જરૂરી નથી

ટેક્સ સેવિંગ્સ સ્કીમ ટૂંકા ગાળામાં અનલિક્વિડ હોય છે. લાંબા ગાળાના કર બચત સાધનો લોક-ઇન પિરિયડ સાથે આવે છે. બીજી તરફ, વિવિધ નાણાકીય લક્ષ્યાંકો છે જેમાં ઉંચી લિક્વિડી અને ટૂંકા ગાળાની જરૂર છે. આવી સ્થિતિમાં, તમે ટૂંકા ગાળાના લક્ષ્યો માટે ટેક્સ સેવિંગ યોજના પર વિચાર કરી શકતા નથી. તે જરૂરી નથી કે તમારી પાસે નાણાકીય લક્ષ્યાંકના સંદર્ભમાં રોકાણ માટે ઘણા ટેક્સ સેવિંગ સંશાધનોનો વિકલ્પ હોય. બીજી બાજુ નોન-ટેક્સ સેવિંગ સેગમેન્ટ હેઠળ રોકાણ માટે ઘણા સાધનો ઉપલબ્ધ છે. આ વિશે આદિલ શેટ્ટી કહે છે કે તમારી આવક જેટલી વધારે તેટલો જ તમારો ટેક્સ વધારે હશે. તેઓ સમજાવે છે કે, કર કપાત એટલે કર મુક્તિ એ રકમ છે જે તમે તમારી આવકમાંથી બાદ કરી શકો છો. કર કપાત તમારી કરપાત્ર આવક ઘટાડે છે. આમ, તમારો એકંદર કુલ કર જવાબદારી પણ ઘટી જાય છે. ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એકસાથે બે વસ્તુઓને આવરી લે છે.

personal finance
પર્સનલ ફાઇનાન્સ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે

બિન જરૂરી લાંબા ગાળા સુધી મૂડી અટવાઇ જવાની શક્યતા

કેટલાક કર બચત સંશાધનોને લાંબા સમય સુધી નિયમિત રોકાણની જરૂર પડે છે અને આવી યોજનાઓ નજીવુંં વળતર આપે છે. ઉદાહરણ તરીકે, કેટલીક પરંપરાગત જીવન વીમા પૉલિસીઓ છે જેમાં એકવાર તમે રોકાણ કરવાનું શરૂ કરી દો, તો તમે ચોક્કસપણે લૉક-ઇન સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું જોખમ લઈ શકતા નથી અને જો તમે આ સમયગાળા દરમિયાન નિયમિતપણે રોકાણ કરો છો, તો તમે સંબંધિત પોલિસી કાર્યકાળ પૂર્ણ થયા પછી નજીવા વળતરનો લાભ મેળવો છે. જો ઇન્સ્યોરન્સ કવરની વાત કરીયે તો તમારે પોલિસી સબસ્ક્રાઇબ કરવી આવશ્યક છે. પરંતુ તમારા નાણાકીય લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અલગથી રોકાણનું આયોજન કરવું જોઈએ.

Advertisment

જ્યારે તમે એક સાથે વધુ લાભ મેળવી શકો ત્યારે બાંધછોડ કેમ કરવી

ફાઇનાન્સિયલ ટાર્ગેટ માટે જોખમ લેવા અને રોકાણ પર વધુ વળતરની જરૂર પડી શકે છે. જ્યારે તમે વધુ વળતર મેળવી શકો છો અને નિયમિત રોકાણ અસ્કયામતોમાં રોકાણ કરીને તમારા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરી શકો છો ત્યારે ટેક્સ-સેવિંગ સંશાનોમાં રોકાણ કરીને ઓછા વળતર માટે શા માટે સમાધાન કરવું?

આ પણ વાંચોઃ  બેંક એફડી કે રિકરિંગ ડિપોઝિટ કરાવી છે? તાત્કાલિક ફોર્મ 15G અને 15H ભરો, ટેક્સ બચાવવામાં થશે મદદરૂપ

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેટ ફંડ્સ, શેર્સ, એસજીબી, બેંક એફડી, લિક્વિડ ફંડ્સ જેવા તમામ નિયમિત રોકાણના વિકલ્પો જોખમ ઘટાડવા અને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવાની તક આપે છે. આમ કરવાથી વધુ વળતરનો લાભ લેવાની તક છે. બીજી તરફ, જો તમે માત્ર ટેક્સ બચાવવાના હેતુસર રોકાણ કરવાનું વિચારો છો, તો તમે તમારા પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવી શકતા નથી.

બિઝનેસ Investment