Tax Saving Tips: ઈન્કમ ટેક્સ બચાવવા આ 7 બચત યોજનામાં કરો રોકાણ, કર બચત સાથે ઉંચા વળતરની ખાતરી

Tax Saving Scheme Investment Option: ઈન્કમ ટેક્સ બચવવામાં આ 7 બચત યોજનાઓ મદદ કરી શકે છે. આવકવેરા કાયદાની 80સી હેઠળ કર કપાતનો લાભ મળે છે. સૌથી ખાસ આ બચત યોજનામાં રોકાણ સુરક્ષિત રહે છે અને ચોક્કસ વળતરની ગેરંટી મળે છે.

Written by Ajay Saroya
February 10, 2025 12:38 IST
Tax Saving Tips: ઈન્કમ ટેક્સ બચાવવા આ 7 બચત યોજનામાં કરો રોકાણ, કર બચત સાથે ઉંચા વળતરની ખાતરી
Tax Saving Scheme Investment Option: બચત યોજનાઓમાં રોકાણ કરીને આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કર કપાસનો લાભ ઉઠાવી ઇન્કમ ટેક્સ બચાવી શકાય છે. (Photo: Canva)

7 Best Tax Saving Scheme Investment Option In India: ઈન્કમ ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે. નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હવે 2 મહિના બાકી છે. આવી સ્થિતિમાં પોતાની મહેનતની કમાણી પણ ઓછો આવકવેરો ચૂકવવો પડે તેની માટે લોકો વિકલ્પો શોધી રહ્યા છે. વિવિધ બચત યોજનાઓ પણ ટેક્સ બચાવવામાં મદદરૂપ થાય છે. અહીં ભારતમાં લોકપ્રિય 7 ટેક્સ સેવિંગ બચત યોજનાઓ વિશે જાણકારી આપી છે. આ બચત યોજનાઓમાં રોકાણ સારું વળતર આપે છે સાથે સાથે ઈન્કમ ટેક્સ સેવિંગમાં પણ મદદરૂપ થાય છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)

ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ઈએલએસએસ ફંડ્સ એક ઉત્તમ ટેક્સ સેવિંગ વિકલ્પ છે. તેમા આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો લાભ મળે છે. તમે 500 રૂપિયા જેટલી મામૂલી મૂડીથી રોકાણ શરૂ કરી શકાય છો. ઇએલએસએસ ફંડમાં 3 વર્ષનો લોક-ઇન પિરિયડ છે, જે અન્ય ટેક્સ સેવિંગ સ્કીમની તુલનાએ સૌથી ઓછો છે.

નેશનલ પેન્શન સ્કીમ ( NPS)

નેશનલ પેન્શન સ્કીમ પણ નિવૃત્ત લોકો માટે એક સારો વિકલ્પ છે. તેમા ઈન્કમ ટેક્સ ટેક્સની કલમ 80સીસીડી (1બી) હેઠળ 50000 રૂપિયા અને 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાત મળે છે. નોકરી માંથી નિવૃત્ત લોકો માટે બચત સાથે રોકાણ પર ચોક્કસ વ્યાજ રૂપી કમાણી મેળવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉપરાંત રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ પર કર કપાતનો લાભ ઉઠાવી ઉંચો ઈન્કમ ટેક્સ ચૂકવવાથી બચી શકાય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પીપીએફ / પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સુરક્ષિત અને કર મુક્ત રોકાણનો વિકલ્પ છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણ પર કર મુક્તિ મળે છે. ઉપરાંત આ યોજનામાં વ્યાજ અને પાકતી મુદતની રકમ પણ કર મુક્ત છે. જેઓ લોકો લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગે છે તેમના માટે આ ઉત્તમ બચત યોજના છે.

યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (યુલિપ)

યૂલિપમાં લાઇફ ઈન્સ્યોરન્સ કવચ સાથે રોકાણનો લાભ મળે છે. યુલિપમાં 5 વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે. યુલિમમાં રોકાણના પ્રીમિયમ પર કર છૂટ મળે છે અને પાકતી મુદ્દતે મળથી રકમ પણ કોઇ ટેક્સ લાગતો નથી.

બેંક એફડી

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ ભારતમાં બચત સાથે રોકાણનો લોકપ્રિય પરંપરાગત વિકલ્પ છે. બેંક એફડી ઓછા જોખમ સાથે રોકાણનો ઉત્તમ વિકલ્પ છે. બેંક એફડીમાં ચોક્કસ સમય ગાળાનો મૂડી લોક ઇન પિરિયડ હોય છે. ટેકસ સેવર એફડીમાં રોકાણ પર આવકવેરા કાયદાની 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર છૂટ આપે છે. જો બેંક એફડીમાં મેચ્યોરિટી પીરિયડ પહેલા પૈસા ઉપાડી શકતા નથી.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ ખાસ વરિષ્ઠ નાગરિકો માટેની ઉત્તમ બચત રોકાણ યોજના છે. SCSS યોજાનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ અને 30 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજના નાની બાળકીઓ માટે એક ઉત્તમ બચત રોકાણ યોજના છે. 10 વર્ષથી ઓછી ઉંમરની કન્યાના નામ તેના માતા પિતા કે વાલી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. તેમા ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર છૂટ મળે છે અને તેમા મેચ્યોરિટી પર મળતી રકમ પણ ટેક્સ ફ્રી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ