/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Income-Tax-Acts.jpg)
ITR filing: કરદાતાઓએ સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઇએ.
Last Minute Income Tax Saving Checklist : ટેક્સ સેવિંગ માટે ચાલુ નાણાંકીય વર્ષમાં હવે થોડા દિવસ બાકી છે. આવી સ્થિતિમાં જો આ પ્રશ્ન તમને સતાવી રહ્યો હોય તો છેલ્લી ક્ષણે કર બચત માટે બીજું શું કરવું? આથી અહીં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
જો તમે આ બાબતો પર ધ્યાન આપશો તો તમે કાયદાકીય રીતે ટેક્સ બચાવી શકો છો. આ માટે, સૌ પ્રથમ તમારે એ તપાસવું પડશે કે તમે નિયમો હેઠળ ઉપલબ્ધ તમામ ટેક્સ સેવિંગના વિકલ્પનો ઉપયોગ કરી લીધો છે કે નહીં. અહીં આપેલી ટેક્સ સેવિંગ ટીપ્સ અને ચેકલિસ્ટ તમને આ મહત્વપૂર્ણ કાર્યમાં મદદ કરી શકે છે.
એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) ચેક કરો
31 માર્ચ પહેલા શક્ય તેટલી વહેલી તકે તમારા એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) જરૂર ચેક કરો. જો તેમાં કોઈ ખામી કે ભૂલ જણાય તો તેની જાણ કરો અને સમયસર તેને સુધારી લો, જેથી ભવિષ્યમાં ઈન્કમ ટેક્સ રિટર્નમાં કોઇ વિસંગતતા ન આવે. જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નાણાંકીય વર્ષ પૂરા થતાં પહેલાં યોગ્ય પગલાં લો છો, તો તમે યોગ્ય અને કાયદાકીય રીતે કર બોજને ઘટાડવામાં ચોક્કસપણે સફળ થશો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Tax-Saving-Planing.jpg)
કર મુક્તિ માટે જરૂરી દસ્તાવેજો સમયસર સબમિટ કરો
નોકરી કરતા લોકોએ હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અથવા લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) પર કર મુક્તિનો દાવો કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજો સમયસર તેમના એમ્પ્લોયરને સબમિટ કરવા જોઈએ. તેવી જ રીતે, કલમ 80C અથવા 80D સહિત અન્ય વિવિધ જોગવાઈઓ હેઠળ કર મુક્તિ મેળવવા માટે, સમયસર જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. જો કે તમે ITR ફાઇલ કરતી વખતે 80C હેઠળ કર મુક્તિનો દાવો કરી શકો છો, તમે HRA અને LTAના કિસ્સામાં આવું કરી શકશો.
કલમ 80C અને 80D નો સંપૂર્ણ ઉપયોગ કરો
જો તમે જૂની ટેક્સ રિઝમ પસંદ કરી હોય, તો કલમ 80Cનો લાભ મેળવવા માટે તમે એક વર્ષમાં રૂ. 1.5 લાખની રોકાણ મર્યાદા પૂરી કરી છે કે કેમ તે તપાસો. જો તેમા કઇ બચ્યું હોય તો તમે તેને 31મી માર્ચ સુધી પૂર્ણ કરી શકો છો. તેવી જ રીતે, મેડિકલ ઈન્શ્યોરન્સ પર કલમ ​​80ડી હેઠળ તમે તમારા અને તમારા માતાપિતા માટે હેલ્થ ઈન્શ્યોરન્સની સંપૂર્ણ મર્યાદાનો પણ લાભ લઈ શકો છો. આ મર્યાદા 6 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે પ્રતિ વર્ષ 25 હજાર રૂપિયા અને સિનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા વાર્ષિક છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Tax-Saving-Tips.jpg)
આ પણ વાંચો | ટેક્સ સેવિંગ : ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ સંપૂર્ણ કર મુક્તિ નથી, જાણો કેવી રીતે અને કેટલો ટીડીએસ કપાય છે?
ટેક્સ-લોસ હાર્વેસ્ટિંગ દ્વારા કર બચત કરો
તમે તમારા પોર્ટફોલિયોમાં ખોટ કરનાર શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય સમાન રોકાણોનો ઉપયોગ કરીને તમારી આવકવેરાની જવાબદારી ઘટાડી શકો છો. ટેક્સ બચાવવાની આ વ્યૂહરચનાને ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે. ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ (Tax loss harvesting) એ એક વ્યૂહરચના છે જેનો ઉપયોગ નફા સામે નુકસાનને સમાયોજિત કરવા માટે થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us