scorecardresearch

TDS return online : કમાણી પર કેમ અને કેટલો TDS કપાય છે? ઓનલાઇન રિટર્ન ફાઇલ કેવી રીતે કરશો? વાંચો તમામ પ્રશ્નોના જવાબ

TDS return online : દર મહિને ટેક્સ એટ સોર્સ / ટીડીએસ (TDS) કાપવામાં આવે છે, તો તે પછીના મહિનાની 7 તારીખે અથવા તે પહેલાં સરકારમાં જમા કરાવવો પડશે.

TDS Itr filling
TDS આવકના વિવિધ સ્ત્રોતો પર કાપવામાં આવે છે જેમ કે પગાર, કોઈપણ રોકાણ પરનું વ્યાજ, કોઈપણ વ્યાવસાયિક કમાણી અથવા કમિશન વગેરે.

TDS return online: ટેક્સ એટ સોર્સ (ટીડીએસ) જેવું કે નામથી જાણકારી મળે છે કે, એક એવો કરવેરો છે જે વ્યક્તિની આવકમાંથી કાપવામાં આવે છે. TDS આવકના વિવિધ સ્ત્રોતો પર કાપવામાં આવે છે જેમ કે પગાર, કોઈપણ રોકાણ પરનું વ્યાજ, કોઈપણ વ્યાવસાયિક કમાણી અથવા કમિશન વગેરે. ટેક્સમાંથી એકત્ર થયેલા તમામ નાણાં સરકારી તિજોરીમાં જાય છે.

જો કે, તે દરેક આવક અને ટ્રાન્ઝેક્સન પર લાગુ પડતું નથી અને આ માટે આવકવેરા વિભાગે ઘણા નિયમો બનાવ્યા છે. આ સરકારની એડવાન્સ ટેક્સ કપાતની જોગવાઈ છે. આને એક ઉદાહરણથી સમજો, ધારો કે કોઈ વ્યવસાય ભાડાના મકાનથી ચાલે છે અને તે મિલકતનું માસિક ભાડું રૂ. 50,000 છે, તો વ્યવસાયના માલિકે તેમાંથી અમુક ભાગ ટીડીએસ તરીકે કાપવો પડશે અને બાકીની રકમ તે મિલકતા માલિકીને ચૂકવવી પડશે. TDSનો અસરકારક દર 10 ટકા છે. આવા કિસ્સામાં, વેપારી 5,000 રૂપિયા ટીડીએસ તરીકે બાદ કર્યા પછી મકાન માલિકને 45,000 રૂપિયા ચૂકવશે.

TDS રિટર્ન ફાઇલ કરવાની નિર્ધારિત તારીખ કઇ છે?

જો દર મહિને TDS કાપવામાં આવે છે, તો તે પછીના મહિનાની 7 તારીખે અથવા તે પહેલાં સરકારમાં જમા કરાવવો પડશે. ઉદાહરણ તરીકે, મેમાં કાપવામાં આવેલ ટીડીએસ 7 જૂન સુધીમાં ચૂકવવાનું હોય છે. જો કે, માર્ચમાં કાપવામાં આવેલ ટીડીએસ 30 એપ્રિલ સુધી ચૂકવી શકાય છે. ઉપરાંત, મિલકતના ભાડા અને ખરીદી પર કાપવામાં આવેલ ટીડીએસ મહિનાના અંતથી 30 દિવસની અંદર ચૂકવવો જોઈએ જેમાં ટીડીએસ કાપવામાં આવ્યો હતો.

TDS રિટર્ન ઓનલાઈન કેવી રીતે ફાઈલ કરવું?

  • ઈ-ફાઈલિંગની માટે રજિસ્ટર્ડ તમારા નંબર સાથે Incometaxindiaefiling.gov.in પર લોગિન કરો
  • ત્યારબાદ તમે ઈ-ફાઈલ પર ક્લિક કરો. તમારી સામે ઇન્કમ ટેક્સ ફોર્મ ખુલશે. હવે ફાઇલ ઇનકમ ટેક્સ ફોર્મ્સ પર ક્લિક કરો.
  • આ ઓનલાઇન ફોર્મમાં તમારી વિગતો ભર્યા બાદ, ‘લેટ્સ ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો.
  • યોગ્ય રીતે રજિસ્ટ્રેશન કર્યા પછી ‘પ્રોસીડ ટુ ઈ-વેરીફાઈ’ પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. આનો ઉપયોગ કરીને તમારું વેરિફિકેશન કરો.

આ પણ વાંચોઃ સ્વ-રોજગાર અને બિન -પગારદાર વ્યક્તિઓ માટેના બેસ્ટ 11 રિટાયરમેન્ટ પ્લાન, તમારી સગવડતા અનુસાર રોકાણ કરી ભવિષ્યને સુરક્ષિત બનાવો

TDS રિટર્ન મોડું ફાઈલ કરવા પર કેટલો દંડ થાય?

જો તમે TDS રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરો છો, તેના બદલામાં તમારા પર દંડ ચૂકવવો પડશે. રિટર્ન ફાઈલ કરવા સુધી સરકાર તમારી પાસેથી દરરોજ 200 રૂપિયાનો દંડ વસૂલે છે.

Web Title: Tds return online why and how much tds deducted on your earnings last date file return

Best of Express