7,000 રુપિયાથી ઓછી કિંમતે સેલમાં ખરીદી શકો છો 32 ઇંચનું સ્માર્ટ ટીવી, જુઓ બેસ્ટ ઓપ્શન

technology news : જો તમે ફેસ્ટિવલ સેલમાં 32 ઇંચનું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 7000 રૂપિયાથી ઓછું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમને કેટલાક ઓપ્શન જણાવવા જઈ રહ્યા છીએ.

Written by Ashish Goyal
Updated : September 30, 2025 16:29 IST
7,000 રુપિયાથી ઓછી કિંમતે સેલમાં ખરીદી શકો છો 32 ઇંચનું સ્માર્ટ ટીવી, જુઓ બેસ્ટ ઓપ્શન
તમે ફેસ્ટિવલ સેલમાં 32 ઇંચનું સ્માર્ટ ટીવી સસ્તામાં ખરીદી શકો છો (તસવીર - સોશિયલ મીડિયા)

technology news : જો તમે ફેસ્ટિવલ સેલમાં 32 ઇંચનું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 7000 રૂપિયાથી ઓછું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે, આજે અમે તમને કેટલાક ઓપ્શન જણાવવા જઈ રહ્યા છીએ. આ ટીવીમાં તમને સ્માર્ટ કનેક્ટિવિટી, એચડી ડિસ્પ્લે અને શાનદાર સાઉન્ડ જેવા ફીચર્સ મળે છે.

VW 80 cm Playwall Frameless Series VW32F5

આ ટીવી HD Ready ડિસ્પ્લે, 24W સ્ટીરિયો સાઉન્ડ અને ફ્રેમલેસ ડિઝાઇન સાથે આવે છે. આ ટીવીમાં એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટ ફીચર્સ અને OTT એપ્લિકેશન્સ સપોર્ટેડ છે. તે એમેઝોન પર ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. તેની કિંમત 6,999 રૂપિયા છે.

Infinix Y1 80 cm (32 inch) HD Ready LED Smart TV

આ ટીવી હાલમાં ફ્લિપકાર્ટ પર 5,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે 32 ઇંચની સ્ક્રીન સાઇઝ સાથે આવે છે. તેમાં 20W સ્પીકર પણ છે. ICICI અથવા SBI કાર્ડ સાથે, તમને આ ટીવી પર 500 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

Samsung 80 cm (32 inch) HD Ready LED Smart Tizen TV

આ ટીવી પર તમને 2 વર્ષની વોરંટી મળે છે અને પેનલ પર 1 વર્ષની વોરંટી અલગથી મળે છે. સેમસંગનું આ 32 ઇંચનું ટીવી 6 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ટીવી 60Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ટીવીને ફ્લિપકાર્ટ પર 4.4 સ્ટારનું સુપર રેટિંગ પણ મળેલું છે.

આ પણ વાંચો – 2,000 રૂપિયાથી ઓછી કિંમતમાં 5 બેસ્ટ TWS ઇયરબડ્સ, મળશે ANC અને દમદાર ફિચર્સ

KODAK Special Edition 80 cm (32 inch) HD Ready LED Smart

આ સ્માર્ટ ટીવીની કિંમત 7,999 રૂપિયા છે. આ સ્માર્ટ ટીવી 60Hz ના રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરે છે. આ ટીવી 20W સ્પીકર સાથે આવે છે. આ ટીવી પર એસબીઆઈ કાર્ડ સાથે 4000 રૂપિયા સુધીની અલગ છૂટ પણ મળી શકે છે. આ રીતે તેની કિંમત 7 હજારથી પણ ઓછી થઇ જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ