Acer Nitro Lite 16 Launched: એસરે બુધવારે 30 જુલાઇના રોજ પોતાનું લેટેસ્ટ ગેમિંગ લેપટોપ લોન્ચ કર્યું હતું. આ લેપટોપમાં 13th Gen Intel Core i7 પ્રોસેસર અને 6 જીબી વીડિયો મેમરી સાથે Nvidia GeForce RTX 4050 GPU મળે છે. આ લેપટોપમાં 16 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન અને બે બિલ્ટ-ઇન સ્ટીરિયો સ્પીકર્સ છે. આ લેપટોપ વિન્ડોઝ 11 સાથે આવે છે અને તેને 100W USB-PD એડેપ્ટરથી ચાર્જ કરી શકાય છે.
ભારતમાં એસર નાઇટ્રો લાઇટ 16ની કિંમત
Intel Core i5-13420H CPU અને 16GB રેમ સાથે આવનાર એસર નાઇટ્રો લાઇટ 16ના બેઝ મોડલની કિંમત 79,990 રૂપિયાથી શરૂ થાય છે. Intel Core i7-13620H પ્રોસેસર સાથે આવતા વેરિઅન્ટની કિંમત 89,999 રૂપિયા છે.
લેપટોપને કંપનીની વેબસાઇટ પર સિંગલ પર્લ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ લેપટોપ એસરના રિટેલ સ્ટોર અને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે.
એસર નાઇટ્રો લાઇટ 16 સ્પેસિફિકેશન્સ
નાઇટ્રો લાઇટ 16 લેપટોપ વિન્ડોઝ 11 સાથે આવે છે. લેપટોપમાં 16 ઇંચની WUXGA (1,920×1,200 પિક્સલ) IPS LCD સ્ક્રીન છે જે 165હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. લેપટોપમાં ઇન્ટેલ કોર i7-13620H પ્રોસેસર આપવામાં આવ્યું છે. લેપટોપમાં 6 જીબી GDDR6VRAM અને 16 જીબી ડીડીઆર 5 રેમ અને 512 જીબી એસએસડી સ્ટોરેજ છે.
આ પણ વાંચો – ભારતને મળ્યું પ્રથમ AI રેડી ક્લાઉડ કોમ્પુટર, જિયોપીસી લોન્ચ, જાણો કેવી રીતે કરે છે કામ
બે સ્ટીરિયો સ્પીકર્સ અને ફુલ એચડી કેમેરા
આ લેપટોપમાં બે સ્ટીરિયો સ્પીકર્સ અને ફુલ એચડી કેમેરા આપવામાં આવ્યા છે. એસર નાઇટ્રો લાઇટ 16 લેપટોપ એક પ્રાઇવેસી શટર સાથે આવે છે. લેપટોપમાં વાઇ-ફાઇ 6 અને બ્લૂટૂથ 5.1 કનેક્ટિવિટી છે. આ ઉપરાંત યુએસબી 3.2 જેન પોર્ટ, યુએસબી 3.2 પોર્ટ, થંડરબોલ્ટ 4 પોર્ટ, ઇથરનેટ પોર્ટ, એચડીએમઆઇ 2.1 પોર્ટ અને કોમ્બો ઓડિયો જેક આપવામાં આવ્યા છે.
એસર નાઇટ્રો લાઇટ પાસે એક અલગ Copilot Key સાથે બેકલિટ કીબોર્ડ છે. તેમાં 53Whની બેટરી આપવામાં આવી છે જે 100W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 362.2×248.47×22.9mm છે અને તેનું વજન 1.95Kg છે.





