airpods earphones and earbuds difference : ઇયરફોન, એરપોડ્સ અને ઇયરબડ્સ વિશે લગભગ મોટાભાગના લોકો જાણતા હશે. ઘણા લોકો એવા પણ હશે જે તેનો રોજ ઉપયોગ પણ કરે છે. જોકે આ બધાની વચ્ચે શું અંતર છે તે ભાગ્યે જ કોઇને ખબર હશે.
થોડાક સમય પહેલા જ્યાં સુધી એરપોડ્સ અને ઇયરબડ્સ ન હતા ત્યારે લોકો પાસે ઇયરફોન અને હેડફોન વાપરતા હતા. તેમાંથી મોટાભાગના લોકો ઇયરફોનનો ઉપયોગ કરતા હતા. હવે ઇયરફોનથી વધારે એરપોડ્સ અને ઇયરબડ્સ ચલણમાં છે.
ઇયરફોન
ઇયરફોનની કાનની અંદર પહેરવામાં આવે છે અને તે વાયર સાથે આવે છે. ઇયરફોનમાં એક લાંબો વાયર હોય છે, જેમાં 3.5MM જેક લાગેલો હોય છે. જેક ફોનથી કનેક્ટ થાય છે જે પછી બડ્સ જે વાયર સાથે જોડાયેલો હોય છે તેને થોડા કાનની અંદર લગાવવામાં આવે છે. ઘણા ઇયરફોનના વાયર પર રિમોટ અને માઇક્રોફોન મોડ્યુલ હોય છે. જેમાં વોલ્યૂમ, પ્લે, પોઝ અને ફોન કોલ વગેરેને કંટ્રોલ કરી શકાય છે.
એરપોડ્સ
એરપોડ્સ એપલ કંપની તરફથી રજુ કરવામાં આવેલ વાયરલેસ ઇયરફોન છે જે ચાર્જિંગ કેસમાં આવે છે. આ એક પોર્ટેબલ ચાર્જરના રુપમાં કામ કરે છે. એરપોડ્સને કોઇપણ ડિવાઇસથી કનેક્ટ કરવા માટે બ્લૂટુથની જરૂર પડે છે.
ઇયરબડ્સ
ઇયરબડ્સ પણ વાયરલેસ ઇયરફોન છે જે ચાર્જિંગ કેસમાં આવે છે અને આ પોર્ટેબલ ચાર્જરના રુપમાં કામ કરે છે. તેને કોઇપણ લેપટોપ, મોબાઇલ કે બીજા કોઇ ડિવાઇસથી કનેક્ટ કરવા માટે બ્લૂટૂથની જરુર પડે છે.
આ પણ વાંચો – એપલ, સેમસંગ, વીવોના ફ્લેગશિપ ફોન પર મળી રહી છે બંપર છૂટ, જાણો ઓફર
એરપોડ્સ ઘણા મોંઘો હોય છે જ્યારે ઇયરબડ્સ સસ્તા આવે છે. જ્યારે એરપોડ્સ અને ઇયરબડ્સની સાઉન્ડ ક્વોલિટીમાં ઘણું અંતર હોય છે. ઇયરબડ્સના મુકાબલે એરપોડ્સની સાઉન્ડ ક્વોલિટી ઘણી સારી હોય છે. એરપોડ્સમાં ઘણા સારા ફિચર્સ મળે છે. તેમાં સિરી ઇંટીગ્રેશનથી લઇને એક્ટિવ નોઇસ કેંસિલેશન જેવી સુવિધા આપવામાં આવી છે.
આ ત્રણમાંથી સૌથી વધારે શાનદાર કયું છે તે ઉપયોગ અને તમારી પસંદ પર નિર્ભર કરે છે. જોકે અત્યાર સુધી એરપોડ્સને સૌથી વધારે શાનદાર માનવામાં આવે છે.





