Amazon Great Indian Festival sale : એમેઝોન ઇન્ડિયાએ આજે (13 સપ્ટેમ્બર 2025) એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા Early Deals’ જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આજથી એટલે કે 13 સપ્ટેમ્બર 2025થી પ્રી-ફેસ્ટિવલ ઓફર ઉપલબ્ધ થવા લાગી છે. તમને જણાવી દઈએ કે ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને પ્રાઈમ મેમ્બર્સને 24 કલાક અગાઉથી એક્સેસ મળશે. આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ ખરીદદારો માટે વધુ શાનદાર અનુભવ મળવાનો વાયદો કરે છે.
24 કલાક પહેલા મળનાર અર્સી એક્સેસના લાભો ઉપરાંત, પ્રાઇમ મેમ્બર્સ એક્સક્લૂસિવ ‘Prime Dhamaka Offers’ અનલૉક કરી શકે છે. આ અંતર્ગત ગ્રાહકોને તહેવારના સમયગાળા દરમિયાન સ્પેશ્યલ લાઈટનિંગ ડીલ્સ અને પ્રાઇમ-ઓન્લી ઓફર મળશે.
આ સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોનની ખરીદી પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ઇલેક્ટ્રોનિક્સ, હોમ કિચન, ફેશન અને બ્યુટી આઇટમ્સ અને આઉટડોર પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય રોજિંદા આવશ્યક ચીજવસ્તુઓ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, ટીવી અને હોમ એપ્લાયન્સીસ પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન ફ્રેશ ઉપર પણ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 બેંક ઓફર્સ
ગ્રાહકોને એસબીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. Amazon Pay ICICI Bank Credit Card ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકને અનલિમિટેડ કેશબેક ઓફર પણ છે. યાત્રા પ્રેમીઓ માટે, Amazon Pay ફ્લાઇટ્સ પર મહત્તમ 20% સુધીનું ડિસ્કાઉન્ટ, હોટલ બુકિંગ પર 45% સુધીની છૂટ અને બસ બુકિંગમાં 17% સુધીની છૂટ ઓફર કરી રહ્યું છે. આ સિવાય Amazon Pay આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ટ્રાવેલ બુકિંગ પર વધારાના 5% અનલિમિટેડ કેશબેક મળશે.
આ પણ વાંચો – સેમસંગ ગેલેક્સી F17 5G ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ
વનપ્લસ નોર્ડ CE4
વનપ્લસ નોર્ડ સીઇ 4 માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 Gen 3 પ્રોસેસર છે. ડિવાઇસમાં 8 જીબી રેમ છે જે મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગને સ્મૂથ રાખે છે. ફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે . આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં મોટી 5500mAh બેટરી છે જે 100W SUPERVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સેલમાં તમે આ ફોનને 18,499 રૂપિયામાં ખરીદી શકો છો.
iQOO Z10 Lite 5G
iQOO Z10 Lite 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે. આ ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.74 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આઈક્યુનો આ ફોન 10,998 રૂપિયામાં ખરીદી શકાય છે.
ગેજેટ્સ અને હોમ એન્ટરટેઇનમેન્ટ
લેટેસ્ટ Windows 11 લેપટોપ, એઆઈ-સક્ષમ પીસી અને ઉચ્ચ-પર્ફોમન્સ ગેમિંગ ડિવાઇસ 45% સુધીના ડિસ્કાઉન્ટ સાથે અપગ્રેડ કરી શકાય છે. બેંક ઓફર દ્વારા 10,000 રૂપિયા સુધીની વધારાની બચત થશે. 24 મહિના માટે નો-કોસ્ટ ઇએમઆઈનો લાભ પણ મળશે, જે લોકો તેમના ઘરના એન્ટરટેઇનમેન્ટને અપગ્રેડ કરવા માંગે છે તેઓ 500 થી વધુ લેટેસ્ટ સ્માર્ટ ટીવીને છે. આમાં QLED, Mini-LED, OLED 4K મોડેલો સામેલ છે. Amazon.in અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતો, તહેવારોનું ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયા સુધીનું કેશબેક સાથે પસંદ કરી શકો છો.





