Amazon Prime Day Sale 2025 આ તારીખથી શરુ થશે, સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ, જાણો ધમાકેદાર ડીલ

Amazon Prime Day Sale Discount : એમેઝોન પ્રાઇમ ડે 2025 સેલ 12 જુલાઈથી શરૂ થશે. આ સેલમાં ઘણી અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટ ડિવાઇસ, હેડફોન અને લેપટોપ પર શાનદાર ડિસ્કાઉન્ટ અને ડિલ્સ આપવામાં આવશે

Amazon Prime Day Sale Discount : એમેઝોન પ્રાઇમ ડે 2025 સેલ 12 જુલાઈથી શરૂ થશે. આ સેલમાં ઘણી અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટ ડિવાઇસ, હેડફોન અને લેપટોપ પર શાનદાર ડિસ્કાઉન્ટ અને ડિલ્સ આપવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Amazon Prime Day Sale 2025, Amazon Prime Day Sale

એમેઝોન પ્રાઇમ ડે 2025 સેલ 12 જુલાઈથી શરૂ થશે (Image Source: Amazon)

Amazon Prime Day Sale Discount: ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન તેના પ્રાઇમ ડે સેલની તૈયારી કરી રહી છે. એમેઝોન પ્રાઇમ ડે 2025 સેલ 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી રાત્રે 11.59 વાગ્યે ચાલશે. ટેક જાયન્ટની આ વાર્ષિક ઇવેન્ટ ફક્ત એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે જ આયોજિત કરવામાં આવી છે. આ સેલમાં ઘણી અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટ ડિવાઇસ, હેડફોન અને લેપટોપ પર શાનદાર ડિસ્કાઉન્ટ અને ડિલ્સ આપવામાં આવશે.

Advertisment

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પ્રાઇમ ડે સેલમાં તમને તાજેતરમાં લોન્ચ થયેલા નવા ડિવાઇસ જેવા કે Samsung Galaxy M36, OnePlus Nord 5, OnePlus Nord CE5, iQOO Z10 Lite, realme Narzo 80 Lite, Honor X9c, Lava Storm Lite અન Oppo Reno 14 series પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે.

ગ્રાહકો મિડ-રેન્જ અને ફ્લેગશિપ ફોન જેવા કે Samsung Galaxy S24 Ultra, Apple iPhone 15, OnePlus 13s, iQOO Neo 10R ઉપર પણ શાનદાર ડીલ્સ મેળવી શકે છે.

સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે

એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને સેલ દરમિયાન સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ પણ છે. ગ્રાહકો 60,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર અને 24 મહિના સુધીની નો-કોસ્ટ ઇએમઆઇનો પણ લાભ લઇ શકે છે.

Advertisment

જો તમે એમેઝોન સ્માર્ટ ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કંપનીના ઇકો સ્માર્ટ સ્પીકર્સ, ફાયર ટીવી ડિવાઇસ અને કિન્ડલ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તાજેતરમાં જ લોન્ચ થયેલી કિન્ડલ પેપરવ્હાઇટ પણ પ્રાઇમ ડે સેલમાં 13,999 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો - રેડમીના આ બે સ્માર્ટફોન ભારતમાં નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

આ સિવાય કંપની Echo Pop, Echo 4th gen અને Echo 5th gen ઉપર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિવાઇલને સેલમાં અનુક્રમે 2,949 રૂપિયા, 5000 રૂપિયા અને 4,449 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

જો તમે સેલમાં સ્ટ્રીમિંગ સ્ટિક ખરીદવા માંગતા હોવ, તો ફાયર ટીવી સ્ટિક એચડી, ફાયર ટીવી સ્ટિક અને ફાયર ટીવી સ્ટિક લાઇટને અનુક્રમે 2,499 રૂપિયા, 1,999 રૂપિયા અને 4,499 રૂપિયામાં ખરીદી શકાય છે.

હેડફોન પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ઈ-કોમર્સ જાયન્ટ હેડફોન પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ સિવાય વિયરેબલ અને કેમેરા ઉપર પણ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે પ્રાઇમ ડે સેલમાં 60 ટકા સુધી, લેપટોપ પર 40 ટકા સુધી અને સ્પીકર્સ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ