iPhone Users Alert : એપલે તેના આઇફોન યુઝર્સને નવી ચેતવણી આપી છે. ટેક કંપનીએ યુઝર્સને ગૂગલના Chrome બ્રાઉઝરને બદલે એપલના પોતાના Safari બ્રાઉઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ ચેતવણી આઇફોન યુઝર્સને એટલા માટે આપવામાં આવી છે કારણ કે સફારી બ્રાઉઝર તેમને ‘ફિંગરપ્રિટિંગ’થી બચાવે છે. ઘણી વેબસાઇટ્સ દ્વારા યુઝર્સને ટ્રેક કરવાની આ એક નવી રીત છે અને ગૂગલનું ક્રોમ બ્રાઉઝર યુઝર્સને આવા ટ્રેકર્સથી સુરક્ષિત કરતું નથી.
ક્યુપર્ટિનો સ્થિત ટેક કંપનીની આ ચેતવણીને પણ ગંભીર માનવામાં આવે છે કારણ કે ગૂગલના ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ વિશ્વભરમાં 3 અબજથી વધુ યુઝર્સ દ્વારા કરવામાં આવે છે. જોકે એપલ જાણે છે કે બ્રાઉઝરની પસંદગી સંપૂર્ણપણે યુઝર્સનો નિર્ણય છે. પરંતુ તેમ છતાં કંપનીએ સફારીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. પ્રાઇવસીને પસંદ કરનારા યુઝર્સ માટે એપલનું કહેવું છે કે તેઓએ સફારીથી ગૂગલ ક્રોમ પર શિફ્ટ થવું જોઈએ નહીં.
ફિંગરપ્રિંટિગ શું છે?
ફિંગરપ્રિટિંગ યુઝરના ફોનમાંથી ઘણા અસંબંધિત ડેટા પોઇન્ટ લે છે અને તેમને એવી રીતે લિંક કરે છે કે યુઝર્સની ઓળખ ટ્રેક કરી શકાય. આ વર્ષે ડિજિટલ ફિંગરપ્રિન્ટિંગે ફરી એકવાર કમબેક કર્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ગૂગલે આ સીક્રેટિવ ટેકનોલોજી પરનો પ્રતિબંધ હટાવી દીધો છે, જેથી યુઝર્સ ઓફ પણ કરી શકતા નથી. ટ્રેકિંગ કૂકીઝ માટે ઑપ્ટ-આઉટ વિકલ્પો ઉપલબ્ધ હોય છે. ફિંગરપ્રિન્ટિંગથી બચવા માંગતા યુઝર્સ માટે આ ખરાબ સમાચાર છે.
આ પણ વાંચો – સ્ટારલિંક ઇન્ટરનેટ ભારતમાં શું કિંમતે મળશે? રિચાર્જ પ્લાનનો થયો ખુલાસો
શું યુઝર્સને એકમાત્ર એકલા એપલ બચાવી રહ્યું છે?
યુઝર્સની ઓળખને ટ્રેક કરતી ‘ફિંગરપ્રિંટિગ’ ને બ્લોક કરવા માટે એપલ એકમાત્ર જ નવી ટેકનોલોજી લાવી નથી. Mozilla એ પણ Firefox ને આવી રીતે અપડેટ કર્યું છે. તમે ચકાસી શકો છો કે તમારું ડિવાઇસ’ફિંગરપ્રિન્ટ’ કરી શકે છે અથવા તે તમારી ઓળખ છુપાવી રહ્યું છે કે નહીં.
ફિંગરપ્રિંટિગ પર એપલ શું કહે છે?
એપલ કહે છે Safari જાહેરાતકર્તાઓ અને વેબસાઇટ્સને તમારા ડિવાઇસની ખાસિયતોના યૂનિક કોમ્બિનેશનનો ઉપયોગ કરીને ‘ફિંગરપ્રિન્ટ’ બનાવવા અને તમને ટ્રેક કરવાથી રોકવા માટે કામ કરે છે. ફિંગરપ્રિન્ટિંગ સામે લડવા માટે સફારીએ સિસ્ટમ કોન્ફિગરેશનનું એક સિમ્પલ વર્ઝન રજૂ કર્યું છે જે ટ્રેકર્સને ઘણા બધા ડિવાઇસ એક સમાન દેખાય છે અને ટ્રેકર્સ માટે તમારા ડિવાઇસને ઓળખવાનું મુશ્કેલ બનાવે છે.





