એપલની ‘Awe Dropping’ ઇવેન્ટ મંગળવારે શરુ થશે, જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ

Apple Event 2025 Date Time India : એપલ ઇવેન્ટની ખાસ વાત એ છે કે માત્ર iPhone જ નહીં, એપલ વોચ, એરપોડ્સ અને નવી એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવે છે. આ વખતે આ સીરીઝમાં ચાર મોડલ iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max સામેલ હશે

Written by Ashish Goyal
September 08, 2025 16:37 IST
એપલની ‘Awe Dropping’ ઇવેન્ટ મંગળવારે શરુ થશે, જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ
Apple Event 2025 : Apple ની વાર્ષિક 'Awe Dropping' ઇવેન્ટ શરૂ થવામાં માત્ર થોડો સમય બાકી છે. વિશ્વભરના ટેક પ્રેમીઓ માટે આ ઇવેન્ટ ખૂબ જ ખાસ છે (Image: apple/X/MacRumors)

Apple Event 2025 Date Time India : Apple ની વાર્ષિક ‘Awe Dropping’ ઇવેન્ટ શરૂ થવામાં માત્ર થોડો સમય બાકી છે. વિશ્વભરના ટેક પ્રેમીઓ માટે આ ઇવેન્ટ ખૂબ જ ખાસ છે. કંપની દર વર્ષે પોતાના લેટેસ્ટ આઇફોન સિરીઝ લોન્ચ કરે છે, પરંતુ આ વખતે ઇવેન્ટ ખૂબ જ ખાસ છે. આ વખતે આઇફોનની સાથે, એપલની પ્રોડક્ટ લાઇનઅપ પણ ખૂબ જ ખાસ હશે. જો તમે આ ઇવેન્ટને લાઇવ જોવા માંગતા હો તો અહીં અમે તમને તારીખ-સમય, કેવી રીતે અને ક્યાં જોઈ શકો છો તેની માહિતી આપી રહ્યા છીએ.

આ ઇવેન્ટ ક્યાં, ક્યારે અને કયા સમયે શરૂ થશે

આ ઇવેન્ટનું આયોજન કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્ક (Apple Park, Cupertino, California) ખાતે યોજાશે. આ લોન્ચ ઇવેન્ટ ભારતમાં 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.

એપલ ઇવેન્ટ લાઇવ કેવી રીતે જોવી?

9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યે શરૂ થનારી આ ઇવેન્ટને એપલ ટીવી, કંપનીની સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરી શકાય છે. આનો અર્થ એ છે કે તમે આ ઇવેન્ટને તમારા ઘરેથી આરામથી લાઇવ જોઈ શકશો.

આઇફોન 17 સિરીઝમાં મોટો ફેરફાર શું છે?

આ વખતે આ સીરીઝમાં ચાર મોડલ (iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max) સામેલ હશે. એપલની સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર Air વેરિઅન્ટને લાઇનઅપમાં સામેલ કરીને પ્લસ મોડલને દૂર કરવાનો છે.

આ પણ વાંચો – TVS અપાચેની 20 વર્ષની ઉજવણી, નવી લિમિટેડ એડિશન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

એરપોડ્સ Pro 3

એરપોડ્સ Pro 3 પણ આ ઇવેન્ટમાં લોન્ચ થવાની સંભાવના છે. કંપની અપગ્રેડ તરીકે તેના ચાર્જિંગ કેસને ટૂંકાવી રહી છે. સાથે જ ઇયરબડ્સની ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર કરી શકાય છે.

માત્ર આઇફોન લોન્ચ જ નહીં અન્ય પણ સરપ્રાઇઝ હશે

આ ઇવેન્ટની ખાસ વાત એ છે કે આ ઇવેન્ટમાં માત્ર iPhone જ નહીં, એપલ વોચ, એરપોડ્સ અને નવી એસેસરીઝ પણ લોન્ચ કરવામાં આવે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે આઇફોનની 17 સીરીઝ સાથે એપલ પોતાની વૉચ સીરીઝ 10 અને નવા એરપોડ્સ પ્રો ને રજૂ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ