Apple Event 2025 Updates: લોન્ચ થયો સૌથી પાતળો iPhone 17 Air, iPhone 17 Pro માં ડિઝાઇનમાં ફેરફાર

Apple Event September 2025 Updates : એપલે પોતાનો પાતળો અને લાઇટ વેટ સ્માર્ટફોન iPhone 17 Air લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે પાતળો હોવા છતાં તે ઘણો ટકાઉ છે. Apple iPhone Air માં સિંગલ કેમેરા છે

Written by Ashish Goyal
Updated : September 10, 2025 00:01 IST
Apple Event 2025 Updates:  લોન્ચ થયો સૌથી પાતળો iPhone 17 Air, iPhone 17 Pro માં ડિઝાઇનમાં ફેરફાર
એપલે પોતાનો પાતળો અને લાઇટ વેટ સ્માર્ટફોન iPhone 17 Air લોન્ચ કર્યો છે

Apple Event September 2025 Updates : Apple ની વાર્ષિક ‘Awe Dropping’ ઇવેન્ટ કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્ક (Apple Park, Cupertino, California) ખાતે યોજાઇ હતી. આ ઇવેન્ટમાં કંપની પોતાના નવા ફ્લેગશિપ iPhone 17 Series સાથે ઘણી મોટી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. એપલે પોતાનો પાતળો અને લાઇટ વેટ સ્માર્ટફોન iPhone 17 Air લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે પાતળો હોવા છતાં તે ઘણો ટકાઉ છે.

iPhone 17 Pro માં કેમેરા મોડ્યુલ ચેન્જ

iPhone 17 Pro માં કેમેરા મોડ્યુલ ચેન્જ કરવામાં આવ્યા છે. iPhone 17 Pro ગત વખત કરતા 40% ફાસ્ટ હશે. કંપનીએ કહ્યું છે કે તમે તેમાં LLM પણ ચલાવી શકો છો. ગેમિંગ અને હાર્ડ કોર ગ્રાફિક્સના ઉપયોગમાં આ ફોન ધીમો નહીં પડે. કંપનીએ બેક પેનલમાં સિરામિક શિલ્ડનો ઉપયોગ કર્યો છે.

કંપનીએ કહ્યું છે કે તે પાછલા વેરિઅન્ટ કરતા ઘણો વધુ ટકાઉ હશે. iPhone 17 Pro અને iPhone 17 Pro Max માં ત્રણ રિઅર કેમેરા છે. સેલ્ફી માટે 18 મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ કેમેરા આપવામાં આવ્યો છે. પાછળના ભાગમાં ત્રણેય કેમેરા 48 મેગાપિક્સલના છે. બધા ફ્યુઝન કેમેરા છે.

પાતળો અને લાઇટ વેટ સ્માર્ટફોન iPhone 17 Air લોન્ચ

એપલે પોતાનો પાતળો અને લાઇટ વેટ સ્માર્ટફોન iPhone 17 Air લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે પાતળો હોવા છતાં તે ઘણો ટકાઉ છે. Apple iPhone Air માં સિંગલ કેમેરા છે. લોકોને આઈફોન એર કેટલો ગમે છે તે જોવું રસપ્રદ રહેશે. કંપનીએ તેને ચાર કલર વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. કંપનીએ આઈફોન એરમાં A19 Pro ચિપસેટ આપી છે જે ખૂબ જ શક્તિશાળી છે. તેમાં 6 કોર સીપીયુ છે અને તેમાં 2 પરફોર્મન્સ કોર છે. તેમાં 5 કોર GPU આપવામાં આવ્યું છે. કંપનીએ તેને અત્યાર સુધીનું સૌથી પાવરફુલ સ્માર્ટફોન પ્રોસેસર ગણાવ્યુ છે.

iPhone 17 લોન્ચ

iPhone 17 લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં બે રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. 2X નું ઓપ્ટિકલ ઝૂમ આપવામાં આવ્યું છે. કેમેરા પાછલા વર્ઝન કરતા ઘણો સારો છે. કંપનીએ કહ્યું છે કે તેમાં સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરા છે. સેલ્ફી કેમેરા સેન્સર પાછલા સમય કરતા ડબલ કરતા પણ વધુ મોટો છે, જે વધુ લાઇટ કેપ્ચર કરશે અને સારી પિક્ચર ક્વોલિટી આપશે.

iPhone 17 સિરીઝ કિંમત

  • iPhone 17: $799
  • iPhone 17 Pro: $1099
  • iPhone 17 Pro Max: $1199
  • iPhone 17 Air: $999

બધા નવા iPhone મોડેલો 19 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે અને પ્રી-ઓર્ડર આજથી શરૂ થશે.

આ પણ વાંચો – 7000mAh બેટરી વાળા Oppo A6 Pro થી પડદો ઉંચકાયો, 512 જીબી સ્ટોરેજ અને 50MP કેમેરા, જાણો કિંમત

Apple Watch 11 લોન્ચ

Apple Watch 11 લોન્ચ કરાઇ છે. આ વખતે કંપનીએ તેમાં એડવાન્સ્ડ 5G આપ્યું છે. આ વખતે કંપનીએ હાઈ બ્લડ પ્રેશર માટે એક ખાસ ફીચર આપ્યું છે જે લોકોને નોટિફિકેશન આપીને હાઈપરટેન્શન વિશે ચેતવણી આપશે.

આ વોચ સારી બેટરી લાઇફ સાથે આવે છે. તમને તેમાં લિક્વિડ ગ્લાસ ડિઝાઇન પણ મળશે. તેમાં હાર્ટ રેટ, મેન્ટલ હેલ્થ સહિત ઘણા હેલ્થ ફિચર્સ હશે. તે ફક્ત તમારી ઊંઘને ​​ટ્રેક કરશે અને તમને ઊંઘની ગુણવત્તા વિશે પણ જણાવશે. તે તમને સ્લીપ સ્કોર દ્વારા ઊંઘ વિશે માહિતી આપશે.

એરપોડ્સ Pro 3 લોન્ચ

એપલે AirPods 3 લોન્ચ કર્યા છે. પાછલા વર્ઝનની તુલનામાં આ વખતે એક્ટિવ નોઈઝ કેન્સલેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ વિશ્વના કોઈપણ ઇન-ઈયર બડ્સમાં આપવામાં આવેલ શ્રેષ્ઠ એક્ટિવ નોઈઝ કેન્સલેશન છે. તેમાં Apple Intelligence સાથે લાઈવ ટ્રાન્સલેશનની સુવિધા પણ છે. કોઈપણ ભાષાનું હાવભાવ દ્વારા લાઈવ ભાષાંતર કરી શકાય છે.

આ વખતે એપલે Apple AirPods Pro માં હાર્ટ રેટ મોનિટર આપ્યું છે. એક વર્કઆઉટ મોડ પણ છે જે આપમેળે તમારા વર્કઆઉટને શોધી કાઢશે. એટલે કે આ વખતે કંપનીએ ઘડિયાળ ઉપરાંત એરપોડ્સ પ્રો માં ફિટનેસ ફીચર પણ આપ્યું છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ