/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Apple.jpg)
સંકેતો સૂચવે છે કે એપલ નવા ફોલ્ડેબલ આઇફોનને સ્લિમ બનાવવાનું લક્ષ્ય રાખશે (Express Photo)
Apple Foldable iPhone : કેલિફોર્નિયા સ્થિત ટેક જાયન્ટ એપલ હજુ સુધી ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશી નથી. એપલના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ફોલ્ડેબલ આઇફોન માર્કેટનો ભાગ ક્યારે બનશે અને હવે તેની સાથે જોડાયેલા સંકેતો મળી રહ્યા છે. ચાઇનીઝ ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન અનુસાર એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન આવતા વર્ષે 2026માં લોન્ચ થઈ શકે છે.
લીક્સની માનવામાં આવે તો ડિવાઇસનું ફોક્સ પુરી રીતે ડિઝાઇન પર રહેશે અને ફોલ્ડેબલ ડિવાઇસ સ્લિમ હશે. મજબૂત બિલ્ડ ક્વોલિટી અને મોટા ડિસ્પ્લે ઉપરાંત યુઝર્સને તેમાં સરળ ઇન્ટરફેસ અને ફિચર્સ મળી શકે છે. કંપનીના સિગ્નેચર ફિચર્સ અને એપ્લિકેશન ઉપરાંત આ ફોનમાં હિડેન કેમેરો આપવામાં આવશે. ડિવાઇસ બુક-સ્ટાઇલમાં ફોલ્ડ થશે અને ઓપન કરવા પર iPad જેવું ડિસ્પ્લે મળશે.
ફોલ્ડેબલ આઇફોનને સ્લિમ બનાવવાનું લક્ષ્ય
સંકેતો સૂચવે છે કે એપલ નવા ફોલ્ડેબલ આઇફોનને સ્લિમ બનાવવાનું લક્ષ્ય રાખશે, જેથી તેને ફોલ્ડ કરવામાં આવે તો પણ સ્ટાન્ડર્ડ આઇફોન મોડલની જેમ ઉપયોગ કરવો સરળ રહે. આ સાથે કંપની ફોલ્ડેબલ આઇફોનને હળવો રાખવા માંગે છે, જે તેને રોજિંદા ઉપયોગ માટે આરામદાયક અનુભવ રહે.
TouchID ની થઇ શકે છે વાપસી
એપલ જે સૌથી મોટા ફેરફારોનું આયોજન કરી રહ્યું છે તેમાં TouchID ની વાપસી થઇ શકે છે. લીક્સ સૂચવે છે કે એપલ આ ફોલ્ડેબલ આઈફોનમાં FaceID ને બદલે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપી શકે છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે FaceID માટે વપરાતું હાર્ડવેર ફોનમાં ઘણી જગ્યા લે છે અને તેનાથી ફોનને પાતળો બનાવવો સરળ રહેતો નથી.
આ પણ વાંચો - મહિન્દ્રા XUV 7XO ની પ્રી-બુકિંગ ભારતમાં શરુ, આટલા રુપિયામાં કરી લો બુકિંગ, જાણો ખાસ અપડેટ્સ
એપલ ફોલ્ડેબલ ફોનના હિન્જ મિકેનિઝમને પણ મજબૂત બનાવવા માટે કામ કરશે. જોકે હાલમાં કંપનીએ આ વિશે કાંઇપણ પુષ્ટિ કરી નથી. જે માહિતી સામે આવી રહી છે તે ફક્ત લીક્સ અને અફવાઓ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us